________________ હવે આપણે યોગ અને વેદાન્તનો સંબંધ વિચારીએ. જેવું વેદાન્તનું નામ ઉચ્ચારીએકે તરત આપણી સમક્ષ આદિ શંકરાચાર્ય ઉપસ્થિત થઈ જાય. તેઓશ્રીએ ‘અપરોક્ષાનુભૂતિ' નામનો પ્રકરણગ્રંથ આપ્યો છે. આ ગ્રંથમાં યોગમાર્ગના યમ નિયમ વગેરે અંગોને જુદી જ રીતે - વેદાન્તદર્શનની રીતે સમજાવ્યાં છે. આમ જનતામાં એમના એ વિચારો બહુ પ્રચલિત થયા નથી, પણ એજ જાણવા-માણવા જેવા અવશ્ય છે. અપરોક્ષાનુભૂતિમાં આદિ શંકરાચાર્યે નિદિધ્યાસનના 15 અંગો ગણાવ્યાં છે (1) યમ (2) નિયમ (3) ત્યાગ (4) મૌન (5) દેશ (6) કાલ (7) આસન (8) મૂલબંધ (9) દેહની સમતા (10) દષ્ટિની સ્થિરતા (11) પ્રાણનો નિરોધ (12) પ્રત્યાહાર (13) ધારણા (14) આત્માનું દર્શન અને (15) સમાધિ. આ 15 અંગોમાં (1) યમ (2) નિયમ (7) આસન (11) પ્રાણનો નિરોધ (પ્રાણાયામ) (12) પ્રત્યાહાર (13) ધારણા (14) ધ્યાન અને (15) સમાધિ આ યોગમાર્ગમાં સ્વીકારાયેલાં આઠે અંગોનો અહીં સમાવેશ થયેલો છે. આદિ શંકરાચાર્યે આ 15 અંગોની વિસ્તૃત ચર્ચા આ ગ્રંથમાં કરી છે. આપણે કેવળ યોગમાર્ગનાં જે આઠ અંગો અહીં દર્શાવ્યા છે તેની જ ચર્ચા કરીશું. એક વાત ધ્યાન રાખવાની છે કે આદિ શંકરાચાર્યે જે યોગમાર્ગના આઠ અંગો અહીં સમાવ્યા છે તેની ચર્ચામાં તેઓએ યોગમાર્ગનો જ અર્થ સ્વીકાર્યો નથી. પણ પોતાની રીતે - વેદાન્તદર્શનની રીતે એ સહુની વ્યાખ્યા પ્રસ્તુત કરી છે વિગતે જોઈએ. (1) યમ : સર્વ વ્રતિ વિજ્ઞાનન્દ્રિયમાંથR: | यमोऽयमिति सम्प्रोक्तोऽभ्यसनीयो मुहुर्मुहुः / / - અપરોક્ષા. 104 ‘સઘળું બ્રહ્મ છે' એવા વિજ્ઞાનથી - વિશિષ્ટજ્ઞાનથી ઈન્દ્રિયોના સમૂહનો સારી રીતે સંયમ કરવો એ ‘ય’ કહેવાય છે. એનો વારંવાર અભ્યાસ કરવો જોઈએ. અહીં યોગમાર્ગના યમની જુદી જ - વેદાન્તી વ્યાખ્યા છે. (2) નિયમઃ સનાતીય પ્રવાહ વિનાતથતિરતિઃ | नियमोहि परानन्दो नियमाक्रियते बुधैः / / - અપરોક્ષા. 105 અંતઃકરણનો સજાતીય પ્રવાહ ચલાવવો અને વિજાતીય પ્રવાહનો તિરસ્કાર કરવો - ત્યજી દેવો એવો નિયમ' પરમાનંદરૂપ છે એ વિવેકીઓ દ્વારા નિયમ મુજબ કરાય છે. અનુસરાય છે. આચરણમાં મૂકાય છે. (3) આસન: સુરવ મિત્રનä ત્રાન્તિનમ્ | आसनं तधिजानीयान्नेतरत्सुखनाशनम् / / - અપરોક્ષા. 112 110 યોગમાર્ગની અંતર્દષ્ટિ છે FINAL - 16-01-19 જેમાં સુખેથી નિરંતર બહ્મનું ચિંતન થાય તેને ‘આસન’ જાણવું. હઠયોગ વગેરેમાં દર્શાવેલ આસનો તો સુખનો નાશ કરનાર હોવાથી આસન ન ગણાય. જોઈ શકાશે કે વેદાન્તમાં બહ્મચિંતન એ આસન મનાયું છે. શરીરના અંગમરોડને સુખનાશક ગણાવ્યાં છે. (4) પ્રાણાયામ : વિજ્ઞર્વિમાવે ત્રદાત્વેિનૈવ ભાવનાત્ | निरोधः सर्ववृत्तिनां प्राणायामः स उच्यते / / - અપરોક્ષા. 118 ચિત્ત વગેરે સર્વ પદાર્થોમાં બહ્મતત્ત્વની ભાવનાથી અંતઃકરણની સઘળી વૃત્તિઓનો નિરોધ કરવો તે ‘પ્રાણાયામ’ કહેવાય. આના જે રેચક, પૂરક અને કુંભક પ્રાણાયામ છે એ પણ અહીં સમજાવ્યા છે - निषेधनं प्रपज्चस्य रेचकारव्यः समीरणः / વૌવાક્ઝીતિ યા વૃત્તિઃ પૂરો વાયુરારિત; || - અપરોક્ષા. 119 પ્રપંચ એટલે જગતનો નિષેધ કરવો અર્થાત્ જગત મિથ્યા છે એવું જાણવું એ “રેચક' નામનો પ્રાણાયામ કહેવાય. ‘હું જ બ્રહ્મ છું' એવી જે વૃત્તિ તે ‘પૂરક' નામનો પ્રાણાયામ છે. ततस्तद्वृत्तिनैश्चल्यं कुम्भकः प्राणसंयमः | મયં રાશિ પ્રવુતાનમજ્ઞાન પ્રાપડનમ્ II - અપરોક્ષા. 120 ‘બહ્મ જ છું' એ વૃત્તિની સ્થિરતા એ “કુંભક પ્રાણાયામ છે. ઉપર દર્શાવ્યા એ જ્ઞાનીઓના પ્રાણાયામ છે. બાકી અજ્ઞાનીઓ નાકને પીડા આપે છે. અહીં યોગમાર્ગના પ્રાણાયામને ઉતરતી કક્ષાના અને વેદાન્તના બ્રહ્મમય થવાનો પ્રાણાયામને ઉત્તમ ગણાવ્યા છે. (5) પ્રત્યાહાર : વિશ્વામિતાં કૂવા નિતિ મનનમ્ | प्रत्याहारः स विज्ञेयोऽभ्यसनीयो मुमुक्षुभिः / / - અપરોક્ષા. 121 શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ વિષયોમાં આત્માપણાનું અનુસંધાન કરીને અંતઃકરણને - મનને ચેતનામાં ડૂબાડી દેવું એને ‘પ્રત્યાહાર’ જાણવો. મુમુક્ષુઓએ આનો અભ્યાસ કરવો જોઈએ. એટલે એને વારંવાર કરવો જોઈએ. આ એક અદ્ભુત વ્યાખ્યા છે. (6) ધારણા : યત્ર યત્ર મન યાતિ દાનતત્ર સર્જનાત્ | मनसोधारणं चैव धारणा सा परा मता / / - અપરોક્ષા. 122 જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં બ્રહ્મના દર્શનથી મનનું ધારણ કરવું એટલે સ્થિર કરવું એ ઉત્તમ ‘ધારણા' મનાઈ છે. (7) ધ્યાનઃ વ્રવાર્તીતિ વૃા નિરાલqતથા સ્થિતિઃ | = યોગમાર્ગની અંતર્દષ્ટિ | 111