________________ (4) ઉપવિષ્ટ - નિવિષ્ટ (1) ઉસ્થિત - ઉસ્થિત :- કાયોત્સર્ગ મુદ્રામાં સાધક જ્યારે ઉભો હોય છે અને એનું ચિત્ત જાગ્રત હોય છે, અશુભ ધ્યાનનો ત્યાગ કરીને શુભ ધ્યાનમાં તે લીન હોય છે ત્યારે ઉત્થિત - ઉસ્થિત પ્રકારનો કાઉસગ્ગ હોય છે. (2) ઉસ્થિત - નિવિષ્ટ :- સાધકે જ્યારે કાઉસગ્ગ ધ્યાનમાં ઉભો હોય,. પરંતુ એનું મન સાંસારિક વિષયોમાં રોકાયેલું હોય છે, અર્થાત્ આર્ત કે રૌદ્ર પ્રકારનું અશુભ ધ્યાન ચિત્તમાં ચાલતું હોય ત્યારે ઉસ્થિત - નિવિષ્ટ પ્રકારનો કાઉસગ્ગ હોય છે. (3) ઉપવિષ્ટ - ઉસ્થિત :- સાધક વૃદ્ધાવસ્થાને કારણે કે શારીરિક અશક્તિના કારણે ઉભો રહી શકતો નથી ત્યારે પદ્માસન અને સુખાસનમાં બેસી કાઉસગ્ગ કરે, પરંતુ એનું જાગ્રત અપ્રમત્ત ચિત્ત જો ધર્મધ્યાન કે શુક્લ ધ્યાનમાં લીન બન્યું હોય તો તે ઉપવિષ્ટ - ઉસ્થિત પ્રકારનો કાઉસગ્ન થાય છે. (4) ઉપવિષ્ટ - નિવિષ્ટ :- સાધક તંદુરસ્ત અને સશક્ત હોય છતા પ્રમાદ અને આળસને કારણે બેઠા બેઠા કાઉસગ્ગ કરે, વળી કાઉસગમાં અશુભ વિષયોનું ચિંતન કરે અર્થાત્ એની ચિત્તશક્તિ પણ ઉદ્ઘ બનવાને બદલે બેઠેલી રહે ત્યારે ઉપવિષ્ટ - નિવિષ્ટ પ્રકારનો કાઉસગ્ગ થાય છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર'ના 29 માં અધ્યયનમાં કાયોત્સર્ગનો મહિમા સમજાવ્યો છે. મહાવીરસ્વામીને પ્રશ્ન પૂછવામાં આવે છે : “હે ભગવાન, કાયોત્સર્ગથી જીવને શો લાભ થાય છે ?" ભગવાને કહ્યું: ‘હે આયુષ્યમાન, કાયોત્સર્ગથી ભૂત અને વર્તમાનકાળના પ્રાયશ્ચિત - યોગ્ય અતિચારોની શુદ્ધિ થાય છે. જેમ મજૂર પોતાના માથેથી બોજો ઉતારી નાખ્યા પછી હળવો થાય છે, તેમ જીવ કાયોત્સર્ગથી કર્મના ભારને ઉતારીને હળવો બને છે. કાયોત્સર્ગથી પ્રશસ્ત અધ્યવસાયોમાં વર્તતો જીવ સુખપૂર્વક વિચરે છે. કાયોત્સર્ગમાં કાયાને એક જ સ્થળે સ્થિર કરવાની પ્રતિજ્ઞા લેવાય છે. એની સાથે વાણીના સ્થિરતાની - મૌનની પ્રતિજ્ઞા પણ લેવાય છે અને નિશ્ચિત પ્રમાણમાં નિશ્ચિત વિષયનું ધ્યાન કે ચિંતન કરાય છે. (ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણે વોસિરામિ) કાઉસગ્ગ દ્વારા જન્મજન્માંતરના અશુભ કર્મોનો ઝડપથી ક્ષય કરી શકાય છે. કાઉસગ્ગ આત્મામાં રહેલા દોષોને, દુર્ગુણોને દૂર કરે છે અને ગુણોની વૃદ્ધિ કરે છે. કાઉસગ્ગથી આત્માની શુદ્ધિ થાય છે અને શુદ્ધિમાં ક્રમે ક્રમે વૃદ્ધિ થતા, સંપૂર્ણ શુદ્ધિ થતા મુક્તિ પ્રાપ્ત થાય છે. જે દોષો કે અતિચારોની શુદ્ધિ એકલા પ્રતિક્રમણથી પણ થતી નથી, તે શુદ્ધિ કાયોત્સર્ગથી થાય છે. કાઉસગ્નમાં શરીરની સ્થિરતાની સાથે ચિત્તની એકાગ્રતાનું અનુસંધાન થતા ચિંતનધારા વધુ ઉત્કટ ને વિશેષ ફલવતી બને છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાયોત્સર્ગ ધ્યાનમાં ઉગ્ર તપશ્ચર્યા કરે છે. એ જોઈ શ્રેણિક રાજાએ ભગવાન મહાવીરને કરેલા પ્રશ્નનો જવાબ ભગવાન બે વખત જુદો જુદો આપે છે. શુભ વિચારધારામાંથી અશુભ વિચારધારામાં રાજર્ષિ એટલા નીચે ઉતરી જાય છે કે જો તે વખતે દેહ છોડે તો સાતમી નરકે જાય, પરંતુ તાણ પોતાની સાધુ અવસ્થાનું ભાન થતા પાછા અશુભ વિચારધારામાંથી શુભ ધ્યાનની પરંપરાએ ચડવા લાગે છે. આત્મસ્વરૂપની ચિંતવનામાં લીન થાય છે. જો તેઓ તે વખતે દેહ છોડે તો સર્વાર્થસિદ્ધમાં દેવગતિ પામે. પરંતુ રાજર્ષિ શુભ ચિંતનધારામાં ઉંચે ઉડતા ગયા અને શુક્લધ્યાનમાં પહોંચી કેવળજ્ઞાન પામ્યા. આ પ્રકારનું શુભાશુભ ધ્યાન વખતે રાજર્ષિ કાયોત્સર્ગમાં ન હોત તો કદાચ આટલા તીવ્રતા શુભાશુભ પરિણામની શક્યતા અને અશુભમાંથી શુભમાં જવાના પરિવર્તનની આટલી ત્વરિત શક્યતા ન હોત. કાઉસગ્ગ ધ્યાનની આ જ વિશેષતા છે. સંયમની આરાધના માટે ત્રણ પ્રકારની ગુમિ બતાવવામાં આવી છે : મનોસુમિ, વચનગુમિ અને કાયમુર્તિ. કાયમુમિ બે પ્રકારની છે : એકમાં શરીરની કોઈ પણ પ્રકારની ચેષ્યનો સર્વથા અભાવ હોય છે અને બીજા પ્રકારની કામગુમિમાં શરીરની ચેઓ નિયંત્રિત હોય છે. પ્રથમ પ્રકારની કામગુમિમાં જો ધ્યાન ઉમેરાય તો તે કાઉસગ્ગ બને છે. દેવ, મનુષ્ય કે તિર્યંચ દ્વારા ઉપસર્ગનો ભય હોય અથવા ભૂખ, તરસ વગેરે પરિવહનો સંભવ હોય તો પણ કાયાને અડોલ રાખવામાં આવે તો એવી કાયમુમિ કાયોત્સર્ગ બની રહે છે. આમ કાયમુર્તિ અને કાયોત્સર્ગ વચ્ચે ભેદ બતાવવો હોય તો એમ કહી શકાય કે જ્યાં જ્યાં કાઉસગ્ગ છે ત્યાં ત્યાં કાયગુપ્તિ અવશ્ય રહેલી છે. પરંતુ જ્યાં જ્યાં કાયમુર્તિ છે ત્યાં ત્યાં કાઉસગ્ગ હોય કે ન પણ હોય. કાયોત્સર્ગ કરવામાં અર્થાત્ શરીરને સ્થિર કરવામાં સાધકે કેટલાક દોષોનું નિવારણ કરવું જોઈએ. શાસ્ત્રોમાં એવા 16 પ્રકારના અતિચાર દર્શાવ્યા છે. જેમ કે ‘ઘોટપાદ અતિચાર' એટલે કે ઘોડો જેમ થાક ખાવા એકાદ પગ ઊંચો રાખીને ઉભો રહે છે તેવી રીતે ઊભા રહેવું, ‘ફુડ્યાશ્રિત' એટલે કે ભીંતને અઢેલીને ઊભા રહેવું; ‘કાકાવલોકન' એટલે કે કાગડાની જેમ આમતેમ નજર કરતા કરતા કાઉસગ્ન કરવો; ‘લતાવક્ર' એટલે કે લતા અથવા વેલ પવનથી જેમ આમતેમ વાંકી ઝૂલે તેવી રીતે શરીરને હલાવતા કાઉસગ્ગ કરવો. આવા અતિચારો ન લાગે તેવો કાઉસગ્ન કરવો જોઈએ. છે 98 | યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ 99]