________________ કાઉસગ્ગ પણ મોટો. દેનિક પ્રતિક્રમણમાં ચાર લોગસ્સનો, પાક્ષિકમાં બારનો, ચાતુર્માસમાં વીસનો અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં ચાલીસ લોગસ્સ ઉપરાંત એક નવકારનો એટલે કુલ 1008 શ્વાસોચ્છવાસનો કાઉસગ્ગ કરાય છે. કારણ કે ૧૦૦૮ની સંખ્યા મહિમાવંતી છે. કાયોત્સર્ગ વિવિધ હેતુઓથી કરાય છે. કોઈ શુભ કાર્યમાં બાધા, વિદન કે અંતરાય ન આવે તે માટે પ્રારંભમાં કાઉસગ્ગ કરાય છે. અને કાર્યની પૂર્ણાહૂતિ પછી પણ કાઉસગ્ન કરાય છે. ક્રોધ, માન, માયા, લોભના ઉપશમ માટે, દુઃખથાય કે કર્મક્ષય માટે, દોષોની આલોચના માટે, શ્રુતદેવતા, શાસનદેવતા વગેરેની આરાધના માટે, પ્રાયશ્ચિત માટે, જિનેશ્વર પરમાત્માના વંદન - પૂજન માટે, નવપદ, વીસ-સ્થાનક, સૂરિમંત્ર વગેરેની આરાધના માટે, પ્રતિષ્ઠા, અંજનશલાકા ઈત્યાદિ ક્રિયાઓ પ્રસંગે, દીક્ષા, પદવી, યોગોદ્વહન, ઉપધાન ઈત્યાદિ ક્રિયાઓ પ્રસંગે, સાધુ-સાધ્વીઓના કાળધર્મ પ્રસંગે, પાપનો ક્ષય કરવા માટે એમ વિવિધ હેતુઓથી જેન શાસ્ત્રોમાં કાઉસગ્ગ કરવાનું વિધાન જોવા મળે *19 અને વાણી, મન તથા કાયા એ ત્રણેની સ્થિરતાને “કાયોત્સર્ગ” કહેવામાં આવે છે. એટલે કે સામાન્ય રીતે કાઉસગ્નમાં ધ્યાન અપેક્ષિત છે. એકલા ધ્યાન કરતા કાઉસગ્ન-ધ્યાનને વધારે ચડિયાતું ગણવામાં આવ્યું છે કારણ કે કાઉસગ્ગ-ધ્યાન વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તીર્થંકર પરમાત્મા કાઉસગ્ન-મુદ્રામાં જ કેવળજ્ઞાન પામે છે અને નિર્વાણ પણ કાઉસગ્ગ મુદ્રામાં જ પામે છે. એટલે જ કાઉસગ્નની એ મુદ્રાને જિનમુદ્રા પણ કહેવામાં આવે છે. અલબત્ત ધ્યાન અને કાઉસગ્ગ ઘણે અંશે પરસ્પરાવલંબી તપ છે. જ્યાં ધ્યાન છે ત્યાં અનુક્રમે કાયાની સ્થિરતા આવવાનો સંભવ છે. અને જ્યાં કાઉસગ્ગ છે ત્યાં ધ્યાન પ્રવર્યા વગર રહેતું નથી. કાઉસગ્ગ આપણી આવશ્યક ક્રિયાઓમાંની એક ક્રિયા છે. સામાયિક, ચઉવિસત્વો (ચોવીસ તીર્થકરોની સ્તુતિ), ગુરૂવંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચકખાણ એમ છ પ્રકારની ક્રિયાઓને આવશ્યક ક્લિાઓ ગણાવી છે. આવશ્યક એટલે અવશ્ય-અચૂક કરવા જેવી આ ક્રિયાઓ દરેક રોજેરોજ સવાર અને સાંજ એમ બે વાર કરવી જોઈએ. આ ક્રિયાઓમાં પાંચમી ક્રિયા તે કાઉસગ્ગ છે અને તે પંચમ ગતિને એટલે કે મોક્ષને અપાવનારી છે. કાઉસગ્નમાં લોગસ્સ અથવા નવકારમંત્રનું ધ્યાન ધરવામાં આવે છે. ક્યારેક જિનેશ્વર પરમાત્માના ઉત્તમ ગુણોનું, આત્મસ્વરૂપનું દયાન પણ ધરાય છે. લોગસ્સમાં 24 તીર્થકરોનું ધ્યાન ધરતા ધરતા પોતાને એવી સિદ્ધ દશા પ્રાપ્ત થાઓ એવી પ્રાર્થના સહિતનું ધ્યાન કરાય છે. નવકારમંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠિનું ધ્યાન ધરાય છે. નવકારમંત્રનો કાઉસગ્ગ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણનો ગણાય છે જ્યારે લોગસ્સનો કાઉસગ્ગ પચ્ચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ કરવાનો હોય છે. લોગસ્સ સૂત્ર ગણધર રચિત મનાય છે, એની સાથે યોગપ્રક્રિયા જોડાયેલી છે. લોગસ્સમાં દર સાતમાં તીર્થંકર પછી એટલે કે સાત, ચૌદ અને એકવીસમા તીર્થંકરના નામ પછી ‘જિણ’ શબ્દ વપરાયો છે. સાત તીર્થકરના નામોચ્ચાર સાથે એક વર્તુળ પુરૂ થાય છે. ચોવીસ તીર્થકરોના નામોચ્ચાર સાથે એ રીતે સાડાત્રણ વર્તુળ થાય છે. આપણા શરીરમાં મૂલાધાર ચક્ર પાસે આવેલી કુંડલિની શક્તિ, સાડાત્રણ વર્તુળની છે. લોગસ્સના કાઉસગ્ગ દ્વારા આ કુંડલિની શક્તિને જાગૃત કરવાની હોય છે. એટલા માટે લોગસ્સના કાઉસગ્નમાં શ્વાસોચ્છવાસની ક્રિયા પ્રત્યેક પદ સાથે (પાયા ઉસાસા) જોડવાની હોય છે. પ્રતિક્રમણમાં લોગસ્સનો કાઉસગ્ન કરાય છે. જેમ પ્રતિક્રમણ મોટું તેમ 96 યોગમાર્ગની અંતર્દષ્ટિ છે - કાયોત્સર્ગમાં દેહની મમતાના ત્યાગ ઉપર ભાર મુકાયો છે. દેહને સ્થિર કર્યો હોય, પરંતુ સ્થૂળ દેહ પ્રત્યે પ્રબળ આસક્તિ રહ્યા કરતી હોય તો તે કાયોત્સર્ગ માત્ર સ્થળ બની રહે છે. જ્યાં સુધી શરીર પ્રત્યેની આસક્તિ છે ત્યાં સુધી આધ્યાત્મિક સાધના અધૂરી રહે છે. સાધનામાં શરીરની મમતા બાધારૂપ બને છે. કારણ કે દેહરાગનો ત્યાગ તે સાચા કાઉસગ્ગનું પ્રથમ લક્ષણ છે. શરીરની મમતા ઓછી થતા માણસ બહિર્મુખ મટી અંતર્મુખ બની શકે છે. દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ કરવા માટે, દેહાધ્યાસ છોડવા માટે, આત્મામાં લીન થવા માટે કાયોત્સર્ગ મોટામાં મોટું સાધન છે. જિનદાસગણીએ કાઉસગ્નના બે મુખ્ય પ્રકાર બતાવ્યા છેઃ દ્રવ્ય કાઉસગ્ન અને ભાવ કાઉસગ્ગ, દ્રવ્ય કાઉસગ્નમાં શરીરની ચંચળતા અને મમતા દૂર કરીને જિનમુદ્રામાં સ્થિર થાય છે. સાધક જ્યારે એવી રીતે દ્રવ્ય કાઉસગ્ગમાં સ્થિર થઈને ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં મગ્ન બને છે ત્યારે એનો કાયોત્સર્ગભાવ કાઉસગ બને છે. ભાવ કાઉસગ્નમાં સાંસારિક વાસનાઓના ત્યાગ ઉપર, આર્ત અને રૌદ્ર ધ્યાનના ત્યાગ ઉપર, કષાયોના ત્યાગ ઉપર તથા અશુભ કર્મબંધનના ત્યાગ ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શરીર અને ચિત્તની જુદી જુદી અવસ્થાને લક્ષમાં રાખી નીચે પ્રમાણે ચાર કાઉસગ્ગ બતાવવામાં આવ્યા છે : (1) ઉસ્થિત - ઉસ્થિત (2) ઉસ્થિત - નિવિષ્ટ (3) ઉપવિષ્ટ ઉસ્થિત યોગમાર્ગની અંતર્દષ્ટિ | 97