________________ કરનારો યમરાજા છે. આ યોગરૂપી લોખંડી બખ્તરથી જેનું ચિત્તરૂપી શરીર સજ્જ છે... તેને કામદેવના તીણ બાણોની વર્ષા પણ કાંઈ કરી શકતી નથી. તેની આગળ તે બાણો કુંઠિત બની જાય છે. જેમ મલિન સુવર્ણ અગ્નિના સંયોગે શુદ્ધ થાય છે તેમ યોગરૂપી અગ્નિના સંયોગે_ અવિદ્યાથી મલિન બનેલો આત્મા પણ શુદ્ધ બને છે. યોગથી સ્વીકારેલા વ્રત નિયમમાં સ્થિરતા, ધૈર્ય, શ્રદ્ધા, સર્વ જીવો ઉપર મૈત્રીભાવ, લોકપ્રિયતા, સહજ પ્રતિભા અને તત્ત્વ-પ્રકાશ પ્રાપ્ત થાય છે. તથા અનુચિત કાર્યનો હઠાગ્રહ હઠી જાય છે, સુખ-દુઃખ, માન-અપમાન, નિંદા-પ્રશંસા વગેરે સાંસારિક તંદ્રો સહન કરવાની શક્તિ પ્રગટ થાય છે. જીવન નિર્વાહના સાધનો સહજભાવે પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ પણ યોગના સાધકને સંતોષ, ક્ષમા, સદાચાર, યોગવૃત્તિ, પુણ્યોદય, આદેયતા, ગૌરવ, શમનું સુખ વગેરે પણ પ્રાપ્ત થાય છે. યોગમાં પ્રગતિ થતાં આમૌષધિ, ખેલધિ વગેરે લબ્ધિઓ પણ ઉત્પન્ન થાય છે. હવે આ અધ્યાત્માદિ યોગની પ્રાપ્તિનો કાળ ગ્રંથકાર ભગવંત બતાવે છે. ચરમે પુલાવર્તે યો યો શુકલ પાક્ષિક: ભિન્ન ગ્રન્થિશ્વરિત્રી ચ, તસ્ય ઐતદાહત ||. જે ભવ્યાત્મા શરમાવર્તમાં આવેલો હોય, શુક્લપાક્ષિક હોય, રાગદ્વેષની ગ્રંથિનો ભેદ કરેલો હોય અને ચારિત્રી હોય તેને અધ્યાત્મયોગની પ્રાપ્તિ થાય છે. અધિકારીને જ યોગ્ય કાળે અધ્યાત્મયોગની પ્રાપ્તિ થાય છે. વિષયાસક્ત અને પાપાસક્ત માનવીને આ યોગ કદીય પ્રાપ્ત થતો નથી. અન્તઃકરણની શુદ્ધિ વગર પણ આ યોગ પ્રાપ્ત થતો નથી. આ અધ્યાત્માદિ યોગ પ્રાપ્ત કરવા માટે તેની પૂર્વસેવા પણ કરવી પડે છે. પૂર્વસેવા એટલે યોગરૂપી મહેલનો પાયો. જેમ પાયા વિના મહેલ ન હોય તેમ અધ્યાત્માદિ યોગનો મહેલ પણ યોગની પૂર્વસેવા વગર ચણાતો નથી. યોગની પૂર્વસેવામાં ચાર ગુણો જોઈએ. (1) દેવગુરુની પૂજા (2) સદાચાર (3) તપ (4) મુક્તિના અદ્વેષ. યોગબિંદુના રચયિતા શાસ્ત્રકાર મહર્ષિ અધ્યાત્મયોગનું સ્વરૂપ બતાવે છે. ઔચિત્યા વ્રતયુક્તસ્ય વચનાત્ તત્ત્વચિન્તમ્ મૈત્ર્યાદિસારમત્યન્ત - મધ્યાત્મ તદ્વિદો વિદુઃ || 368 ! ઔચિત્ય સાથે અણવ્રત કે મહાવ્રતથી યુક્ત હોય, મૈત્રી પ્રમોદ, કરુણા માધ્યચ્ય ભાવપ્રધાન એવા મહાત્મા જે જિનોક્ત જીવ અજીવાદિ તત્ત્વોનું યથાર્થ ચિંતન કરે તેને FINAL - 16-01-19 -અધ્યાત્મ કહેવાય છે. આ અધ્યાત્મ યોગ અતિ ભયંકર મોહરૂપી વિષ વિકારનો નાશ કરનારો પરમમંત્ર છે. સત્વ અને શીલનો જનક છે. અમરણનો હેતુ હોવાથી અમૃત સમાન છે. મન સમાધિયુક્ત એ જીવાદિ તત્ત્વનો પુનઃ પુનઃ અભ્યાસ અને વધુને વધુ ચિંતન તેને ભાવના યોગ કહેવાય છે. આ ભાવના યોગથી અશુભ અભ્યાસથી નિવૃત્તિ અને શુભ અભ્યાસની અનુકૂળતા પ્રાપ્ત થાય છે અને શુભ ચિત્તની વૃદ્ધિ થાય છે. દયાનયોગનું સ્વરૂપઃ શુભેકાલમ્બનું ચિત્ત, ધ્યાનમાહુર્મનીષિણી સ્થિરપ્રદીપસદશ, સૂક્ષ્માભોગ સમચિંતમા (યોગબિં). શુભ અને એક જ વસ્તુનું આલંબન કરનારું ચિત્ત તેને યોગીપુરુષો ધ્યાન કહે છે. આ ધ્યાન પવન વિનાના સ્થાનમાં મૂકેલા સ્થિર પ્રદીપ જેવું અને સૂકમતત્ત્વોના ચિંતનથી યુક્ત છે. અહીં શુભધ્યાનમાં ધર્મધ્યાન અને શુક્લધ્યાન સમજવું. સમતા યોગ તેને કહે છે જ્યાં શુભાશુભ શબ્દાદિ વિષયોમાં નહિ રાગ કે નહિ દ્વેષ. માત્ર જ્યાં સમતા - સમભાવ હોય ત્યાં સમતા યોગ હોય છે. ઈષ્ટ અનિષ્ટની કલ્પનાથી રહિત ચિત્તની તુલ્ય વૃત્તિ તેને સમતા યોગ કહેવાય છે. જગતના પદાર્થો પરિવર્તનશીલ છે. સુંદર પદાર્થ અસુંદર બની જાય છે અને અસુંદર પદાર્થ સુંદર બની જતો હોય છે. સુંદરતા કે અસુંદરતા કોઈ વસ્તુમાં નિયત નથી હોતી, માટે પદાર્થોના પરિવર્તનમાં આત્માએ પલટાવવાની જરૂર નથી. પુદ્ગલ પુલના રાહે ચાલે, આત્માએ આત્માના રાહે ચાલવાનું છે. માટે સકલ સુખના મૂળભૂત એવી સમતાના શરણે જવું અત્યંત જરૂરી છે. આ સમતા યોગની પ્રાપ્તિ થતાં પર વસ્તુની અપેક્ષા છૂટી જાય છે. વૃત્તિસંશય યોગ - અનન્ય સંયોગથી થયેલી વૃત્તિઓનો ફરી ન થાય તે રીતે તે તે કાળે પ્રાય થાય તે વૃત્તિસંક્ષય યોગ છે. આત્મા સ્વભાવથી તરંગરહિત મહાસમુદ્ર સમાન અત્યંત સ્થિર છે. એટલે એનામાં વિકલ્પરૂપ અથવા કાયિક ક્રિયારૂપ વૃત્તિઓ ઘટી શકે નહિ, છતાંય જો હોય તો તે અન્યના સંયોગથી જ થયેલી છે. વિકલ્પરૂપ વૃત્તિઓ મનોદ્રવ્યના સંયોગથી થયેલી છે એનો સંપૂર્ણ ક્ષય કેવળજ્ઞાનની પ્રાપ્તિકાળે થાય છે અને શરીર સંયોગજન્ય ક્રિયારૂપ વૃત્તિઓનો ક્ષય કેવળી અયોગી બને ત્યારે થાય છે. આ રીતે ક્ષય પામેલી વૃત્તિઓ ફરી ઉત્પન્ન થતી નથી. વૃત્તિસંશયથી સર્વ દ્રવ્ય ગુણ પર્યાયને પ્રત્યક્ષ કરાવનારું, સર્વદા સંપૂર્ણ ઉપયોગવાળું અપ્રતિપાતી એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થાય છે. ત્યારપછી સંપૂર્ણ આયુષ્યકાળ સુધી વિચરી, જગતના આત્માઓને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરાવી બાકી રહેલ અઘાતી કર્મોનો ક્ષય કરવા કેવળી સમુઘાત કરે છે. શેલેશી | યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ | 73