________________ પુણ્યબંધ સંસારની ભૌતિક સગવડતા અપાવે, પણ મુક્તિદાયક ફળ નથી અપાવીશકતો. માટે કોઈ પણ ધર્મક્રિયાનું આત્મિક ફળ જ્યારે પ્રણિધાનાદિ ભાવ આવે ત્યારે ફળ મળે છે. ભાવધર્મમાં પ્રણિધાન, પ્રવૃત્તિ, વિદનજય, સિદ્ધિ અને વિનિયોગ આ ભાવધર્મ છે. આ પાંચેય ભાવધર્મોમાં મોક્ષમાર્ગની તમામ ભૂમિકાઓ આવી જાય છે. 1) પ્રણિધાન ભાવધર્મ - ‘પ્રણિધાન’ શબ્દ પ્ર+નિ ઉપસર્ગપૂર્વક ‘ધાડ’ ધાતુમાંથી, બન્યો છે. પ્રણિધાન' એટલે કર્તવ્યતાનો, દયેયપ્રાપ્તિનો સંકલ્પ, વિશુદ્ધ ધર્મ પ્રણિધાનયુક્ત હોય છે. દરેક પ્રવૃત્તિનાં દયેય કે ઉદ્દેશ મનમાં પહેલા સ્થાપિત કરવાના છે. મોક્ષ એટલે સર્વદોષથી રહિત અને સર્વગુણ સંપન્ન એવી આત્માની અવસ્થા. મોક્ષ માટે તમામ ગુણોનું પ્રણિધાન કરવું પડે. સર્વ ગુણોની પ્રાપ્તિનું અને સર્વ દોષોના ત્યાગનું પ્રણિધાન જોઈએ. પ્રણિધાનનો પ્રારંભ પહેલી યોગદષ્ટિમાં થાય છે. પૂર્ણ પ્રણિધાન પાંચમી યોગદષ્ટિમાં આવે છે. પ્રણિધાનભાવ એ જ આપણી મોક્ષ સાથેની કડી છે. જીવનમાં તપ-ત્યાગ-સંયમ કે કોઈ પણ આરાધનાની ક્રિયામાં પ્રણિધાનભાવને પૂરવાનો છે. પ્રણિધાનભાવ પામેલા અંતઃકરણ બે ભાવનાથી વાસિત હોય છે : 1) હીનગુણ અદ્વૈપ 2) પરોપકારભાવ. જેના આત્મામાં હીન ગુણનો અદ્વેષ પ્રગટે, તેને પ્રણિધાન ચાલુ થાય પણ તે ત્રીજું પગથિયું છે. યોગમાર્ગમાં ક્રમશઃ અષ પામવાના છે. સૌથી પહેલા 1) ગુણનો અદ્વેષ 2) મુક્તિનો અપ 3) હીનગુણીનો અદ્વેષ અર્થાત્ પોતે આચરણ કરતા વ્રતમર્યાદાથી ઊતરતી કોટિના જીવાત્માઓ જે નીતિ-શ્રદ્ધા વિનાના હોય તેમના પર ક્રોધ કે દ્વેષ ન કરતા તેમને સુધારવા માટે યોગ્ય પ્રયત્ન કરે. તેમ જ હનગુણીનો અર્થ છે કે જે જીવો ગુણિયલ છે, પણ અન્ય ધર્મના હોવાના કારણે માર્ગ પામ્યા નથી માટે તે હનગુણી છે, તેમના પ્રત્યે ભક્તિ, બહુમાન કે દ્વેષનો ભાવ ન આવવો જોઈએ, પણ અદ્વેષ અને કરૂણાનો ભાવ આવવો જોઈએ. એવી જ રીતે જેનામાં પ્રણિધાન હોય તેવા જીવનું મન સતત પરોપકારની ભાવનાથી ઊભરાતું હોય. સમ્યક્ત પામવા માટે પહેલા પ્રણિધાન કર્તવ્ય છે. સમ્યત્વના માર્ગરૂપ બોધિબીજ પામેલા જીવોમાં ત્રીજો અદ્દેષ માન્યો છે, જે પ્રણિધાન સાથે સંકળાયેલો છે. પહેલા અને બીજા અદ્વેષને પોતાના આત્મા સાથે સંબંધ છે, જ્યારે ત્રીજો અદ્વેષ બીજાના આત્મા સાથે સંબંધિત છે. ગુણના અદ્વેષમાં પોતાના દ્વેષ તોડવાના છે, મુક્તિના અષમાં પોતાના સંસારના રાગ દ્વેષ તોડવાના છે જ્યારે ત્રીજા અષમાં તો તમારી સામે સ્વ કે પરધર્મમાં જે જીવો છે, પરંતુ તમારાથી ઊતરતી કક્ષાના છે. તેમના પ્રત્યે પૂજ્યભાવ નહીં, તિરસ્કાર નહીં, પરંતુ અદ્વૈપ અને કરુણાનો ભાવ હોવો જોઈએ. 2) પ્રવૃત્તિ ભાવધર્મ - પ્રવૃત્તિ એટલે કેવળ ક્રિયા નહીં, પણ ક્રિયા કરવાનો ભાવ 01-19 અને ભાવ એટલે ક્રિયાને અનુરૂપ અધ્યવસાય. ધર્મની ક્રિયા વિધિપૂર્વક કરો તો પ્રવૃત્તિ આશય આવે. શારામાં જે રીતે વિહિત હોય એ પ્રમાણે અણિશુદ્ધ, અસ્મલિત, કુશળતાવાળી ક્રિયા તે પ્રવૃત્તિ આશય છે. ધર્મની ક્રિયા મન-વચન-કાયાથી વિધિપૂર્વક કરો તો જ પ્રવૃત્તિભાવધર્મ આવે છે. ભગવાનની પૂજા, દર્શન, સામાયિક, પ્રતિક્રમણ કે કોઈ પણ અનુષ્ઠાન લો, જો અધકચરી વિધિથી થશે તો તે પ્રવૃત્તિભાવધર્મ નહીં થાય. પ્રવૃત્તિભાવધર્મની ભૂમિકામાં ક્રિયામાં જરા પણ પ્રમાદ, આળસ કે ઉપેક્ષા ન ચાલે. પોતાની જેટલી શક્તિ છે તેને કામે લગાડીને આરાધના કરવાની છે. મન-વચન-કાયાને યોગ્ય રીતે, યોગ્ય માર્ગે ઉત્કટતાથી લગાડો તો જ પ્રવૃત્તિભાવધર્મ આવે. 3) વિનજયભાવધર્મ - વિદન એટલે ધર્મમાં અંતરાય. વિદનનો જય જેનાથી થાય તે વિશનજય. વિદન ત્રણ પ્રકારના હોવાથી વિદનજય પણ ત્રણ પ્રકારનો છે. જે વ્યક્તિમાં પ્રવૃત્તિ આશય પ્રગટ્યો હોય તે સમ્ય પ્રવૃત્તિમાં પ્રયત્નશીલ થાય છે અને તે પ્રવૃત્તિના અભ્યાસના અતિશયથી ધર્મમાં અંતરાય કરનાર એવા ત્રણ પ્રકારનાં વિનોનું નિવર્તન કરે એવો આત્મપરિણામ પેદા થાય છે તે વિશનજય આશય છે. વિદનના ત્રણ પ્રકાર છેઃ જઘન્ય વિદનજય, મધ્યમ વિદનજય, ઉત્કૃષ્ટ વિદનજય. 1) જઘન્ય વિદનજય - મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયેલ સાધકને શીત-ઉષ્ણ વગેરે જે પરીષહો આવે તે કંટક સમાન જઘન્ય વિદનજય આશય છે. તે સાધકની સાધનાની ગતિને અલિત કરે છે. જેમ કંટકને દૂર કરવામાં આવે તો માર્ગમાં જનાર પુરુષ નિરાકુલ રીતે તે માર્ગથી જઈ શકે છે તેમ જે સાધક મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયો છે તે તિતિક્ષાભાવનાથી આ કંટકરૂપી શીત-ઉષ્ણ પરીષહોને દૂર કરી નિરાકુલ રીતે પોતાની પ્રવૃત્તિ કરે છે તે જઘન્ય વિદનજય છે. તિતિક્ષાભાવના એટલે શીતાદિ પરિષહો મારાથી ભિન્ન એવા શરીરને બાધા પહોંચાડે છે, પણ હું શરીરથી ભિન્ન છું, આ પ્રમાણે ભાવના ભાવે. પ્રણિધાન આશયમાં તિતિક્ષાભાવના પ્રારંભિક કક્ષાની હોય છે, પ્રવૃત્તિ આશયમાં આ ભાવના વધારે દઢ થતી જાય છે જેનાથી ત્રીજા વિદનજય આશયમાં જઘન્ય વિદનનો જય કરી શકે છે. 2) મધ્યમ વિદનજન્ય - માર્ગમાં જનાર વ્યક્તિને જ્વર આવે તો તે નિરાકુલ રીતે ગમન કરી શકતો નથી તેથી કંટક વિદનથી અધિક વર વિદન અને તે વિદનનો જય કરવાથી વ્યક્તિ માર્ગમાં સારી રીતે ગમન કરી શકે છે તેમ મોક્ષમાર્ગમાં પ્રવૃત થયેલા સાધક માટે પણ શારીરિક રોગો આવે તો તે જવર વિદન સમાન હોય છે. કારણકે સાધકની વિશિષ્ટ ધર્મઆરાધનામાં એ પ્રતિબંધક બને છે. કોઈ અસાધ્ય રોગ આવે તો આ રોગ મારા સ્વરૂપને બાધક નથી, માત્ર શરીરને જ બાધા પહોંચાડી શકે છે. આવી રીતે ભાવનાથી આત્માને ભાવિત કરી સમ્ય રીતે ધર્મની આરાધના કરે છે. આ મધ્યમ 16. FINAL | યોગમાર્ગની અંતર્દષ્ટિ , - યોગમાર્ગની અંતર્દષ્ટિ 77]