________________ “યોગશાસ્ત્ર”નું વિહંગાવલોકન ડૉ. રમિબેન ભેદા દ્વારા તેના અર્થમાં અનુસંધાન કરવાનું છે. આવી રીતે મન, વચન અને કાયા ત્રણેય યોગઆવે છે. 4) આલંબન યોગ - પ્રતિમા આદિ આલંબનમાં મન, વચન અને કાયાની એકાકારતાપૂર્વકનો સૂક્ષ્મ ઉપયોગ તે આલંબન યોગ છે. ગીતાર્થ જ્ઞાની મહાત્મા જ્યારે સાલંબન ધ્યાનના સ્તરને પામે છે ત્યારે આ યોગ હોય છે. 5) અનાલંબન યોગ - પ્રતિમા આદિ બાહ્ય નિમિત્તને આલંબન રાખ્યા વિના પ્રવર્તતો નિર્વિકલ્પ, ચિન્માત્ર જ્ઞાનનો ઉપયોગ, આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપનું ધ્યાન એ આલંબનરહિત અનાલંબન યોગ છે. સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન આ પાંચ પ્રકારના યોગ સમ્ય રીતે આરાધ્યા હોય તો તે મોક્ષ સાથે યોગ કરાવી આપે છે. આ પાંચમા સ્થાન અને ઊર્ણરૂપ બે યોગોને કર્મયોગ કહેલ છે. કારણ બંને ક્રિયારૂપ છે. આગળના ત્રણ-અર્થ, આલંબન અને નિરાલંબન એ ત્રણ શાનયોગ છે. આત્મદશાને નિર્મલ કરનાર આ પાંચ પ્રકારનો યોગ નિયમથી ચારિત્રધારીને જ હોય છે. સંદર્ભ : 1, ભાવધર્મ (પ્રણિધાન) મ.સા. 2. અમૃત યોગનું પ્રાપ્તિ મોક્ષની લેખક : આચાર્યશ્રી યુગભૂષણવિજયજી ડૉ. રમિ ભેદા FINAL - 16-01-19 ‘કલિકાલસર્વજ્ઞ' તરીકે પ્રસિદ્ધ પૂ. હેમચંદ્રાચાર્ય આ યોગસાધના માટેનો મહત્વનો ગ્રંથ “યોગશાસ્ત્ર' લખેલો છે. આત્માના ઉર્વીકરણમાં યોગસાધના અનન્ય આલંબન છે. પાતંજલિએ યોગની વ્યાખ્યા - યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ એમ આપી છે. પરંતુ પૂ. હેમચંદ્રાચાર્યે જેના દર્શન અનુસાર યોગની વ્યાખ્યા કરી છે. યોગ એટલે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ રત્નત્રયી. આ યોગની સિદ્ધિ માટે જે ક્રિયાયોગ બતાવ્યો છે એ મહત્વનો છે. યોગનો અધિકારી ગૃહસ્થ પણ થઈ શકે. જ્યાં બીજા આચાર્યોએ એમના ગ્રંથોમાં યોગસાધના માટે ગ્રહસ્થાશ્રમના ત્યાગને આવશ્યક ગણાવ્યો છે, જ્યારે શ્રી હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્રમાં ગૃહસ્થ ધર્મના પાયા પર જ યોગસાધનાનો ક્રમ સ્થાપિત કરેલો છે. ગૃહસ્થાશ્રમીને પણ યોગસાધનામાં અધિકાર છે એ આ ગ્રંથમાં બતાવ્યું છે. યોગસાધનાના બે ભાગ પાડવામાં આવે છે. બહિરંગ યોગ - જેમાં ધર્મ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આવે અતરંગ યોગ - જેમાં ધારણા, ધ્યાન અને સમાધિ આવે. યમ એટલે પાંચ વ્રતો - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ નિયમ એટલે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન યોગશાસ્ત્રમાં આ પાંચ વ્રતોને યોગના રત્નત્રયમાં ચારિત્ર તરીકે બતાવેલ છે. અને જેન આચારધર્મ વિસ્તારથી સમજાવ્યો છે. જૈન સાધુઓ અને શ્રાવકોના ધાર્મિક સાચારો ખરેખર યોગરૂપ જ છે. આવી રીતે ધર્મથી માંડીને સમાધિ પર્યત અષ્ટાંગ યોગમાં જીવને ક્રમાનુસાર જ્ઞાન થાય અને આત્માનું ઊર્ધીકરણ થતું જાય એ વિસ્તારથી સમજાવ્યું છે. પહેલો પ્રકાશ : આ યોગશાસ્ત્ર મૂળ સંસ્કૃત ભાષામાં અનુપ છંદમાં પથરૂપે રચાયેલું છે. 12 પ્રકાશમાં 1009 શ્લોકો રચાયેલા છે. યોગનું મહાભ્ય બતાવતા કહે છે, યોગ સર્વ પ્રકારના વિપત્તિઓના સમૂહરૂપ વેલડીઓને કાપવા માટે તીક્ષ્ણ ધારવાળા કુહાડા સમાન છે. મોક્ષલક્ષ્મીને પામવા માટે અમોધ ઉપાય છે. ભવોભવના પાપોને નાશ કરવાનું સામર્થ્ય યોગમાં છે. યોગનો પ્રભાવ બતાવી યોગને મોક્ષનું કારણ બતાવે છે. - યોગમાર્ગની અંતર્દષ્ટિ | 81 | || યોગમાર્ગની ખેતદાર