________________ પ્રાપ્ત કરે છે. અગિયારમાં પ્રકાશમાં શુક્લધ્યાન, તેના અધિકારી તથા તેના ચાર ભેદોનું સ્વરૂપ બતાવ્યું છે. ચોથા ભેદના અંતે કેવળજ્ઞાન કેવળદર્શનયુક્ત યોગો સર્વ કર્મોર્થી મુક્ત થઈ એક જ સમયમાં ઋજુ શ્રેણીય ઉર્ધ્વગમન કરી સિદ્ધક્ષેત્રમાં બિરાજી સાદિ, અનંત, હેમચંદ્ર સ્વસંવેદનર્થી અનુભવેલા સિદ્ધ તત્ત્વનું વર્ણન કરતા કહે છે, આત્માને શરીરથી ભિન્ન તથા શરીને સદા આત્માથી ભિન્ન ગણવું જોઈએ. આ બંનેના ભેદનો જ્ઞાન, યોગી, આત્મસ્વરૂપનો નિશ્ચય કરવામાં અલિત નથી થતો. આગળ કહે છે, श्रयते सुवर्णभावं सिद्धरसस्पर्शतो यथा षोहम् / आत्मध्यानादात्मा परमात्मत्वं तथऽऽप्रोति / / 2 / / યોગશાસ્ત્ર અર્થ : જેમ સિદ્ધરસના સ્પર્શયો લોઢું સુવર્ણભાવને પામે છે, તેમ આ આત્મા આત્મધ્યાનથી પરમાત્મભાવને પામે છે. પાંચમા પ્રકાશમાં જૈન શાસ્ત્ર પ્રમાણે મોક્ષ માટે પ્રાણાયામ આવશ્યક નથી, છતાં દેહના આરોગ્ય અને કાળજ્ઞાન આદિ માટે પ્રાણાયામ ઉપયોગી છે એમ જણાવીને પ્રાણાયામનું વર્ણન કર્યું છે. મંત્રને મન સાથે, મનને પવન સાથે અને પવનને પ્રાણ સાથે સંબંધ રહેલો છે, એટલે પ્રાણાયામ સિવાય પણ યંત્રાધિરાજના ભાવપૂર્વકના જાપ ... આત્મસિદ્ધિરૂપ યોગની સાધના થઈ શકે છે એવો વિશ્વાસ, રાખીને શ્રી નવકારને ભજનારો પણ આત્મદશાનો અધિકારી બની શકે છે. છઠ્ઠા પ્રકાશમાં પરકાય પ્રવેશને માત્ર આશ્ચર્યકારક દુઃસાધ્ય અને મોક્ષના અભિલાષી માટે અપારમાર્થિક ગણાવ્યો છે. તેમ જ પ્રાણાયામ ધ્યાનસિદ્ધિ દ્વારા મોક્ષપ્રાપ્તિ માટે ઉપયોગી નથી એમ જણાવ્યું છે. કારણ પ્રાણનો નિગ્રહ કરવામાં શરીરને પીડા થાય છે અને તેથી મનમાં અસ્થિરતા થાય છે. જો પ્રાણાયામથી મનમાં ચંચળતા ઉત્પન્ન થતી હોય તો ધ્યાનસિદ્ધિ માટે મનને શાંત કરવા પ્રત્યાહારનો માર્ગ બતાવે છે. દયાનનું સ્વરૂપ : સાતમાં પ્રકાશમાં ધ્યાનની મહત્તા સમજાવી છે. ધ્યાન એટલે એક જ વિષય પર મનોયોગની સ્થિરતા મોક્ષની પ્રાપ્તિ માટે કર્મક્ષય જરૂરી છે, આ કર્મક્ષય કે કર્મનિર્જરા આત્મજ્ઞાનથી થાય છે, અને આ આત્મજ્ઞાન ધ્યાન કરવાથી પ્રાપ્ત થાય છે. ધ્યાન કરવાની ઈચ્છા ધરાવતા યોગીઓ એટલે કે ધ્યાતાની યોગ્યતા એવી જ રીતે ધ્યાન ધરવા માટેનું ધ્યેય અને ધ્યાનનું ફળ શું છે એ ત્રણે જાણવું જરૂરી છે. માતા, ધ્યાન અને ધ્યેય એ ત્રણે એકરૂપ થઈ જાય ત્યારે સમાપત્તિ થઈ કહેવાય. ધ્યાનનું સ્વરૂપ વર્ણવતા 1) પિંડસ્થ 2) પદસ્થ 3) રૂપસ્થ અને 4) રૂપાતીત એમ ચાર પ્રકારે ધ્યાનને વર્ણવીને પાર્થિવી અગ્રેર્થી, વાયવી, વારૂણા અને તત્વભૂ આ પાંચ ધારણા દ્વારા પિઠસ્થ ધ્યાન કેવી રીતે સિદ્ધ કરાય છે તે સમજાવેલું છે. એનું લોકિક તથા લોકોત્તર ફળ બતાવ્યું છે. પવિત્ર પદોનું આલંબન લઈને જે ધ્યાન કરાય છે તે પદસ્ય ધ્યાન છે. અને જે પ્રકારે પદમર્યા દેવના મંત્રરાજ ઍ ન કરી શકાય છે. રૂપસ્વ ધ્યાનમાં સમવસરણમાં બિરાજમાન, કેવળ જ્ઞાનથી દીપતા 34 અતિશયોથી યુક્ત, અષ્ટપ્રતિહાર્ય સહિત એવા પરમાત્માનું ધ્યાન હોય છે. જ્યારે અરૂપી એવા જ્ઞાનાનંદ સ્વરૂપ નિરંજન, નિરાકાર, ચિદાનંદ સ્વરૂપ ચિંધ્યું. પરમાત્માનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન છે. અહીં યોગી પિંડસ્થ વગેરે ચિંધ્યું. ધ્યાન દ્વારા નિરાલંબનરૂપ અલક્ષ્ય ધ્યાનમાં પ્રવેશ કરે છે. યોગી જ્યારે સિદ્ધપરમાત્માના ધ્યાનમાં તન્મય બની જાય છે ત્યારે તે યેયસ્વરૂપ પરમાત્માની સાથે એકરૂપ થઈ જાય છે, એ જ સમરસીભાવે છે આ પ્રમાણે પિંડસ્થ, પદસ્ય, રૂપસ્ય અને રૂપાતીત આ ચાર પ્રકારના ધ્યાનથી યોગી આત્માની વિશુદ્ધિ FINAL - 16-01-19 योजनाद्योग इत्युक्तो, मोक्षण मुनिसत्तमैः / / = નિવૃધિકારવું, પ્રવૃત્તો નેશતો ધ્રુવ : // 201 || યોગબિંદુ જે મુક્તિ સાથે આત્માનું યોજન કરે તે યોગ આવી રીતે યોગનું લક્ષણ મહર્ષિઓ જણાવે છે. મોક્ષની સાથે એટલે સર્વ કર્મના ક્ષયરૂપ નિર્વાણપદની સાથે જે જપ, તપ, અનુષ્ઠાન સંબંધ કરાવે એટલે જ મોક્ષ તરફ ગમન કરાવે એવી જે સર્વશ્રેષ્ઠ ક્રિયા કે અનુષ્ઠાન હોય તેને યોગ કહેવાય તેમ | મુનિશ્વરોમાં પરમ શ્રેષ્ઠ તીર્થંકર, ગણધર જણાવે છે. જે આત્માનું મોક્ષ સાથે યોજન કરે એટલે જડ તત્ત્વરૂપ પ્રકૃતિથી સર્વથા વિયોગ કરે તે યોગ કહેવાય. 84 | | યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ | 85