________________ યોગવિંશિકા' ગ્રંથમાં વર્ણવેલો ભાવધર્મ અવસ્થા પામી સર્વ કર્મોનો ક્ષય કરી લોકના અગ્રભાગમાં સિદ્ધશીલા પર બિરાજે છે,મોક્ષ પ્રાપ્ત કરે છે. આવી રીતે મોક્ષની પ્રાપ્તિમાં ઉપાદાનકારણરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ યોગની વિચારણામાં અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એમ પાંચ પ્રકારના યોગ બતાવ્યા છે. ડૉ. રશ્મિબેન ભેદા FINAL - 16-01-19 मुक्खेण जोयणाओ, जोगो सब्वोवि धम्मवावारो। ઘરતી વિન્નો, ટTIો વિશે | 1 || યોગવિંશિકા આ ગ્રંથનું નામ છે “યોગવિંશિકા'. વિંશિકા એટલે વીસ શ્લોક અને યોગવિંશિકા એટલે જેમાં વીસ શ્લોકો દ્વારા યોગમાર્ગનું સાંગોપાંગ વર્ણન છે તે. “મોક્ષે યોગનાત્ વોn:” મોકા સાથે જે જોડે તે યોગ. પ્રસ્તુતમાં આત્માને મુક્તિ સાથે જોડે તેનું નામ યોગ છે. મોક્ષ એટલે મહાનંદ. પરમઆનંદની સાથે જે જોડે તે યોગ. આનંદનો અગાધ સાગર તે મોક્ષ. મોક્ષ શબ્દનો અર્થ થાય છે બંધનમાંથી ફ્ટકારો, એટલે આત્માને સર્વ બંધનમાંથી છુટકારો થાય તે મોક્ષ. જ્યાં સુધી મોક્ષની ઓળખાણ નહીં થાય ત્યાં સુધી પરમાત્મતત્ત્વની પણ સાચી ઓળખાણ નહીં થાય. જેઓ મહાઆનંદની પરાકાષ્ઠાને માણી રહ્યા છે તે જ પરમાત્મા છે. અનંતજ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા જગતના જીવમાત્રને સુવિશુદ્ધ યોગમાર્ગની પ્રાપ્તિ કરાવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે. જીવનમાં પામવાલાયક કોઈ હોય તો તે યોગ જ છે. જે પણ મોક્ષે ગયા તે યોગ પામીને ગયા છે. ભવિષ્યમાં પણ જશે તે યોગના આલંબનથી જશે. આંશિક આનંદ તે યોગ, પૂર્ણ આત્મિક આનંદ તે મોક્ષ આંશિક આત્મિક આનંદને યોગ કહ્યો છે અને પૂર્ણ કક્ષાના આનંદને મોક્ષ કહ્યો છે. આંશિક આત્મિક આનંદની અનુભૂતિ યોગ છે અને પૂર્ણ કક્ષાના આનંદને મોક્ષ કહ્યો છે. આંશિક આત્મિક આનંદની અનુભૂતિ યોગ છે. શુદ્ધ ધર્મની સર્વ પ્રવૃત્તિ યોગસ્વરૂપ જ છે. એટલે આચાર્ય હરિભદ્રસૂરિએ અહીં ધર્મની પ્રવૃત્તિને ‘યોગ' તરીકે બતાવી, તેમાં ‘પરિશુદ્ધ' એવું વિશેષણ લગાડ્યું. પરિશુદ્ધ એટલે ચારેબાજુ થી શુદ્ધ સામાયિક, પ્રતિક્રમણ, ચૈત્યવંદન, તપ, વૈયાવચ્ચ... કોઈ પણ ધર્મક્રિયા પરિશુદ્ધ હોય તો તે યોગ છે. ધર્મની વ્યાખ્યા શું છે? ધર્મ એટલે અધોગતિથી આત્માને ઉન્નતિ તરફ લઈ જાય, પતનથી અટકાવે તે ધર્મ. શુદ્ધ ધર્મ કેવો છે, જે ભાવથી યુક્ત છે તે બધો ધર્મ શુદ્ધ છે. પ્રણિધાનરૂપ પાંચ આશયો તે ભાવો. તેના વગરની બધી પ્રવૃત્તિઓ મનથી, વચનથી કે કાયાની સ્થિરતાથી, તલ્લીનતા સાથે હોય, પણ જો પ્રણિધાન વગેરે પરિણામ ન હોય તો તે બધી ભાવશૂન્ય ક્રિયા કહેવાય છે. ભાવશૂન્ય ક્રિયાનું ફળ તુચ્છ છે. તેનાથી થતો | યોગમાર્ગની અંતર્દષ્ટિ - યોગમાર્ગની અંતર્દષ્ટિ | 75 |