________________ શોધીને તે સ્થાનનો જ નાશ કરવો. જે વિચારોથી જીવનમાં શાંતિ અને સમાધિ ન મળે– તેવા વિચારોને આવતા રોકવા. જેવા તેવા અયોગ્ય વિચારો જ શાંતિ અને સમાધિનો ભંગ કરે છે. જ્યાં સુધી શુભ અને સ્વસ્થ વિચારોનો પ્રવાહ આવતો ચાલુ રહે છે ત્યાં સુધી અપૂર્વ શાંતિ અને સમાધિનો અનુભવ થતો રહે છે પણ જ્યાં બિનજરૂરી નિરર્થક મલિન વિચારોનો પ્રવાહ શરૂ થયો કે પેલી શાંતિ અને સમાધિ ક્યાં અલોપ થઈ જાય છે તેનો પત્તોયે લાગતો નથી. કેટલીક વાર તો કેટલાક વિચારો કરવાની ઈચ્છાયે ન હોય છતાંયે કેટલાયે નિરર્થક વિચારોનું ઘોડાપૂર દોડ્યું આવતું હોય છે. પ્રત્યેક વિચારનું પોતાનું મૂળ હોય છે, કારણ વિના કોઈપણ કાર્ય થતું નથી. તેમ કોઈપણ સારો - નરસો વિચાર કારણ વગર આવતો નથી. આ વિષય ખૂબ જ ઊંડું સંશોધન માગે છે. મનની વિચિત્ર ગતિનો તાગ પામવા મનનું સંશોધન કરવું પડશે. મનના વિચિત્ર સ્વભાવો ચેઓને જાણવી પડશે. મનની અવળી ગતિને સવળી કરવી પડશે. મનને કેળવવું એ જ સાચું ઘડતર છે. મનને કોઈ ચોક્કસ યોગ્ય દિશા તરફ વાળવાની અત્યંત જરૂર છે. શુભ કાર્યોમાં તેને જોડવાની ખાસ જરૂર છે. શુભ કાર્યોમાં પણ વ્યક્તિને જેમાં વધારે રસ હોય, જેનો ભારે પ્રેમ હોય, તેને સહજ જે કામ કરવું ગમતું હોય તે કાર્યમાં તેને જોડવું. અને તે કાર્યને પૂરા ખંત અને ઉત્સાહથી પાર પાડવું. તેથી ચિત્તની પ્રસન્નતામાં વધારો થાય છે. ઘણાં શુભ કામાનો આરંભ કરી અધવચ્ચે બધાં કામો પડતા મૂકવા તેના કરતા એકાદ કામનો શુભારંભ કરીને તેને પૂરી તાકાતથી પૂરું કરવું તે શ્રેષ્ઠ છે. દા.ત. પ્રભુના નામનો જાપ જપવા લીધો તો પહેલેથી તેની સંખ્યા નક્કી કરી લેવી. કે હાલ મારે આટલી સંખ્યામાં જાપ કરવો છે પછી પ્રભુના નામના જાપમાં મન પરોવી દેવું. પ્રભુના નામ મારા મોંઢામાં અને મનમાં છે તો મને હવે કોનો ડર છે? અનંત શક્તિનો ધણી મારી ચિંતા કરતો બેઠો છે. હું જેનું ચિંતન કરું છું તે શું મારી રક્ષા નહિ કરે? અવશ્ય કરશે. જાપ વખતે નિર્ભય અને નિશ્ચળ ચિત્ત રાખવું. ધારેલો જાપ કરીને જ ઉઠવું. બીજું ખાસ ધ્યાનમાં રાખવું કે મન તો કેમેરા જેવું છે. તેથી પ્રત્યેક કાર્ય, પ્રત્યેક વચન અને પ્રત્યેક વિચારને તે ઝડપથી પકડી લે છે. આપણી દૈનિક પ્રત્યેક માનસિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિઓનું તેમાં પ્રતિબિંબ બને છે તેથી મન વચન અને કાયિક પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ બને છે. તેથી મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓ એવી રાખવી કે જેથી મન પર તેની માઠી અસર ન પડે. મન તરંગી ન બની જાય. ઝાઝા અને જંજાળી જાતજાતના વિચારો કરતા રહેવાથી મન મલિન, સન્વહીન અને ચંચલ બની જાય છે. મનની શક્તિઓ વેરવિખેર બની જાય છે. અને જો મનની શક્તિઓને એકત્રિત કરવામાં આવે તો તેના દ્વારા સ્વ-પરનું કલ્યાણ કરી શકાય છે. પણ ધારીએ એટલું સરળ આ કામ નથી. મનરૂપી મર્કટ મહા તોફાની અને ચંચળ છે છતાં તેને આત્મજ્ઞાનરૂપી દોરડા વડે બાંધી શકાય છે. જ્યાં સુધી માનવ આ મન દ્વારા ભૌતિક સુખ ભોગવવાની ઈચ્છા રાખે છે ત્યાં સુધી આ મનરૂપી મર્કટનું તોફાન ચાલુ રહે છે. પણ જ્યારે માનવ તેના દ્વારા ભૌતિક સુખ ભોગવવા ઈચ્છતો નથી, તેનો ઉપયોગ વિષયોપભોગમાં કરતો નથી ત્યારે અનાદર પામેલું મન આપોઆપ શાન્ત થઈ જાય છે. જ્યાં સુધી આ મન દ્વારા સુખ ભોગવવાની ઈચ્છા રહે છે ત્યાં સુધી મનની ચંચળતા દૂર થતી નથી. તે માટે જીવનમાં તીવ્ર વૈરાગ્યની જર છે. વૈરાગ્યથી ઉત્તમ ભાવ પ્રગટ થાય છે. તેથી મનની દોડધામ બંધ થાય છે. મન અન્તર્મુખ બને છે અને તેથી આત્માનંદ પ્રગટ થાય છે. મન જ માનવીને ઉન્નતિના શિખર પર ચઢાવે છે અને તે શિખર ઉપરથી નીચે પણ તે જ પાડે છે. પ્રસન્નચંદ્ર રાજÍનું અને કંડરીક મુનિનું ઉદાહરણ તેનો પ્રત્યક્ષ પુરાવો છે. આ મનને વશ કરવા જ યોગ સાધના કરવાની છે. અને મનને વશ કરવું એ જ પરમ યોગ છે. આમ તો પ્રત્યેક આત્મલક્ષી ધર્મ ક્રિયા યોગ કહેવાય છે. શિવ મોક્ષણ યોજનાલ્યોગ | જે જીવને શિવ સાથે જોડે તે યોગ. ભલે પછી તે ધર્મક્રિયા નાની હોય કે મોટી હોય, અલ્પકાલીન હોય કે દીર્ઘ કાલીન, પણ તે ધર્મક્રિયા નિષ્કામ ભાવથી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક થતી હોય તો તે ધર્મક્રિયા યોગ જ કહેવાય. યોગબિંદુ નામના ગ્રંથમાં જૈનાચાર્ય પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મ. સાહેબે પાંચ પ્રકારના યોગ બતાવેલો છે. (1) અધ્યાત્મ યોગ (2) ભાવના યોગ (3) દયાન યોગ (4) સમતા યોગ (5) વૃત્તિસંક્ષેપ યોગ. અધ્યાત્મ ભાવના યાનું સમતા વૃત્તિસંક્ષેપ | મોણ યોજનાદ્યોગ, એક શ્રેષ્ઠો યથોત્તરમ્ II 31 | (યોગબિંદુ) આ પાંચ પ્રકારનો યોગ ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. અધ્યાત્મ યોગથી ભાવના યોગ શ્રેષ્ઠ છે. ભાવના યોગથી ધ્યાન યોગ શ્રેષ્ઠ છે. ધ્યાન યોગથી સમતા યોગ શ્રેષ્ઠ છે. અને સમતા યોગથી વૃત્તિસંશય યોગ શ્રેષ્ઠ છે. આ પાંચ પ્રકારના યોગનું કામ જીવને મોક્ષ સાથે જોડવાનું છે. યોગનો મહિમા બતાવતા યોગબિંદુ ગ્રંથના રચયિતા મહાપુરુષ ફરમાવે છે કે - યોગઃ કલ્પત શ્રેષ્ઠો, યોગશ્ચિત્તામણિઃ પરઃ યોગઃ પ્રધાન ધર્માણાં, યોગઃ સિદ્ધઃસ્વયંગ્રહઃ | 37 | યોગ કલ્પવૃક્ષથી, ચિંતામણિથી અને બધા ધર્મસ્થાનોમાં શ્રેષ્ઠ છે. અને સિદ્ધવધૂ સાથે પાણિગ્રહણ કરાવનારો છે. યોગ એ જન્મપી બીજને બાળી નાંખનારો અગ્નિ છે. જરાની પણ જરા છે, દુઃખોનો ક્ષય કરવા ક્ષયરોગ સમાન છે અને મૃત્યુનો પણ કાળ છે. અર્થાત્ મૃત્યુનું પણ મોત FINAL 70 | યોગમાર્ગની અંતર્દષ્ટિ = યોગમાર્ગની અંતર્દષ્ટિ | 71