________________ 1 8 યોગમાર્ગનું આધ્યાત્મિક રહસ્ય આચાર્યશ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા. ગ્રંથની કરી છે. ‘યોગદષ્ટિ સમુચ્ચય' દર્પણ જેવો ગ્રંથ છે. આપણે ક્યાં અટક્યા છીએ કે ભૂલ્યા છીએ એ આ ગ્રંથના સ્વાધ્યાયથી સ્પષ્ટ થાય છે. એક વહાણનો કમાન, સદીઓ પહેલા, ધ્રુવ કાંટો (દિશાદર્શન યંત્ર) લેવા ગયેલ, વેપારીએ એક સરસ યંત્ર બતાવ્યું. તેમાં નીચે દર્પણ પણ હતું. કમાને પૂછ્યું : આમાં દર્પણની શું જરૂર? વેપારી : તમે દિશા ભૂલી જાવ ત્યારે આ યંત્ર દિશા તો બતાવશે જ સાચી, પણ એ દિશાને કોણ ભૂલી ગયું એની છબિ પણ એ અંકિત કરશે! આ ગ્રંથના સ્વાધ્યાય પછી ઘણાં સાધકો નિખાલસ રીતે એકરાર કરતા હોય છે કે પોતે પ્રથમ દષ્ટિમાં હોય એવું પણ તેમને લાગતું નથી. આઠ દષ્ટિઓનું આવુ સુરેખ ચિત્ર આપી આપણી દષ્ટિને ઉઘાડનાર પૂજ્ય હરિભદ્રાચાર્ય ભગવંતના ચરણોમાં વંદના. FINAL - 16-01-19 જગતમાં મુખ્ય બે તત્ત્વો વિદ્યમાન છે. (1) જીવ અને (2) અજીવ. ચેતના... ચૈતન્ય લક્ષણને જીવતત્ત્વ કહેવાય. જેનામાં ચેતન... શક્તિ નથી તે અચેતન - અજીવ (જડ-પુદ્ગલ) કહેવાય. આપણે નાના હતા... બાલમંદિરમાં દાખલ થયા કે આપણને કાવ્ય પંક્તિ શીખવાડાતી. એકડે એક... બગડે બેય. જ્યાં જીવ - ચૈતન્ય એક જ છે ત્યાં પરમાનંદ છે. પણ જ્યાં જીવ અને અજીવ બે છે. ત્યાં આત્માની સાચી ઉન્નતિનું કાર્ય બગડે છે. અર્થાત્, સંસાર પરિભ્રમણ વધે છે. જેથી સંસારમાં અંતે દુઃખ દુઃખ ને દુઃખ જ પ્રાપ્ત થાય છે. બે ના સંયોગે આત્માનું કામ બગડે છે. કર્મબંધ થાય છે... પરિણામે પરલોકનું સર્જન... પુનરપિ જનનું પુનરપિ મરણે એ રીતે અગણિત જન્મ મરણોની પરંપરા સર્જાય છે. આ જીવ કર્મયોગે માનવ...દેવ...તિર્યંચ અને નરકરૂપ ગતિઓને સર્જતો રખડપટ્ટરૂપ અકલ્પનીય દુઃખો ભોગવતો રહે છે. જ્ઞાની ભગવંતોએ માનવને મુખ્ય આત્મા, કર્મ અને મોક્ષ એ ત્રણ પદાર્થો ઉપર ચિંતન કરવાનું કહેલ છે. આ ત્રણે સ્થાનના બે-બે વિભાગ થાય તે આ મુજબ. 1. મારું નામ અરૂપી આત્મા 2. હું આત્મા શાશ્વતે... નિત્ય છું. 3. હું કર્મનો વ્યવહારથી) કર્તા છું. 4. કર્મનો વ્યવહારથી) ભોક્તા છું. 5. મારે મોક્ષ છે અને 6. મોક્ષ પ્રાપ્તિના ઉપાયો છે. આ એક સમાન છ સત્ય વાતો છે પણ તેના (આત્માના) પ્રારંભની તિથિ - વાર - મહિનો - ઋતુ - સંવતની કોઈ નોંધ મળતી નથી. પછી કુંડલી કે ફળાદેશની વાત જ નકામી. અવ્યવહાર રાશિમાં અનંતકાળ નિવાસ કર્યા પછી આત્મા વ્યવહાર રાશિમાં આવ્યો. સૂમ નિગોદમાંથી બાદર નિગોદમાં આવ્યો. પ્રત્યેક વનસ્પતિમાંથી સામાન્ય વનસ્પતિમાં આવ્યો. એકેન્દ્રિય - વિકસેન્દ્રિય - બેઈન્દ્રિય - ઈન્દ્રિય - ચૌઈન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય અને દેવ - નરકની અગણિત મુલાકાતો ઘણી રખડપટ્ટઓ બાદ અંતિમ સ્ટેશનરૂપ દુર્લભ એવી પંચેન્દ્રિય રૂપ મનુષ્ય ગતિમાં આવ્યો છે. પુણ્યના યોગે મનુષ્ય જન્મ પામ્યા પછી પરમાત્મા શ્રી મહાવીર સ્વામીનું શાસન | રવા યોગમાર્ગની અંતદીર - - યોગમાર્ગની અંતર્દષ્ટિ | 67