Book Title: Yogmargni Antdrashti
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 39
________________ ઉજાગરમાં વિકલ્પ નથી હોતા અને હોશ - જાગૃતિ પૂર્ણતયા હોય છે. જાગૃતિમાંપણ થોડોક સમય તમે આવો કરી શકો. પછી સ્વપ્નાવસ્થા અને નિદ્રાવસ્થાને પણ પકડી શકાય. આથી જ ‘સંથારા પોરિસી'ના સૂત્રમાં વિધાન આવ્યું: “અતરંત પમm ભૂમિં.” સાધકનો દેહ નિદ્રાધીન હોય તોય એ એટલો જાગૃત હોય કે પડખું બદલતી વખતે પડખું ફેરવવાની જગ્યા અને પડખાના ભાગને એ પૂજે. અત્યારના યોગીઓ _ અવસ્થાને કોન્સ્ટસ સ્લીપ કહે છે. શિવસૂત્રમાં મહાદેવજીએ કહ્યું છેઃ “મિપુ ચતુર્થ તૈલવદાસેથ્યમ્..' ત્રણે અવસ્થાઓમાં ચોથી ઉજાગરનો નાનકડો અંશ ભેળવ્યા કરવો. -પોતાની ચેતનાને એકાકાર કરી દે છે. પરા દષ્ટિમાં આત્મા શ્રેણિ પર ચઢી વીતરાગ બની કેવળજ્ઞાની બને અને મોક્ષે જાય ત્યાં સુધીની પ્રક્રિયા આવી જાય છે. આઠમાંથી ચૌદમાં ગુણસ્થાનકોને પરા - શ્રેષ્ઠા દષ્ટિ આવરી લે છે. પોતાના સ્વરૂપ સાથે પૂર્ણ અભેમિલનની આ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા શાશ્વતીના લયનું અભેદ મિલન છે. થોડા સમય માટે અભેદ મિલન આપણે પણ કરી શકીએ. એ અભેદ મિલન પરમ ચેતના સાથેનું કહો કે પોતાના નિર્મળ સ્વરૂપ સાથેનું કહો... વાત એક જ છે. ભક્તના લયમાં તે અનુભૂતિ પરમાનુભૂતિ કહેવાશે. સાધકના લયમાં તે હશે સ્વાનુભૂતિ. આ માટે સરસ માર્ગ આપ્યો: ‘જ્યોત સે જ્યોત મિલન જબ ધ્યાવત...' જ્યોતિર્મય પરમાત્માનું દયાન - અનુભવ જ્યોતિર્મય બનીને કરવું છે. શબ્દો પોદ્ગલિક છે. વિચારો પણ પૌદ્ગલિક છે. એટલે ક્ષમાના વાંચન કે ચિંતનથી ધ્યાન ભણી નહિ જવાય. ક્ષમાનો અનુભવ તમારી ભીતર થવો જોઈએ. ભલે એ ક્ષમાનો અનુભવ નાનકડા ઝરણા જેવો હોય. એ ઝરણું પરમાત્માના વિરાટ માના સમંદરને મળશે. જ્યોર્તિમય બનીને તમે જ્યોર્તિમયને મળ્યા. -19 ઉજાગરનો નાનકડો અંશ તે ધ્યાન. જ્યાં વિકલ્પો નથી અને સ્વગુણાનુભૂતિ કે સ્વરૂપાનુભૂતિ છે. પ્રભાષ્ટિમાં ધ્યાનદશા લગભગ રહ્યા કરે છે. ‘ધ્યાનપ્રિયા પ્રભા પ્રાયઃ' વિકલ્પો બહુ જ ઓછા હોવાને કારણે રાગ-દ્વેષના, રતિ-અરતિના ઝૂલે ઝૂલવાનું નથી થતું. પ્રશમની ધારામાં સતત વહાય છે અને એથી સુખાનુભૂતિ, આનંદાનુભૂતિ ચાલ્યા કરે છે. આ દષ્ટિનું નામ પ્રભા છે. ભા એટલે તેજ. પ્રકૃષ્ટ તેજસ્વી બોધ અહીં હોવાથી આ દષ્ટિને પ્રભા દષ્ટિ કહેવાય છે. (8) પરા દષ્ટિ પરા દષ્ટિમાં સમાધિ હોય છે. આ દષ્ટિનું વર્ણન આપતા કહેવામાં આવ્યું : સમાધિનિષ્ઠા તુ પરા, નદાસગ્ન વિવિર્જિત (યોગદષ્ટિ સમુચ્ચય 178) દયાનની પ્રગાઢાવસ્થા તે સમાધિ. ધ્યાતા અલગ હોય, ધ્યેય અલગ હોય અને એ બેઉને જોડતી કડી તરીકે ધ્યાન હોય ત્યારે એ અવસ્થાને ધ્યાન કહેવાય છે. ધ્યાતા અને ધ્યેય એકાકાર બની જાય, ધ્યાતા પોતાની ચેતનાને ધ્યેયમાં ડુબાડી દે, તે સમાધિ. આપણે ત્યાં આ પ્રક્રિયાને અભેદ મિલનની પ્રક્રિયા કહેવાય છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પરમ તારક શ્રી શીતલનાથ પ્રભુની સ્તવનામાં આ પ્રક્રિયાની વાત કરતા કહ્યું: જ્યોત સું જ્યોત મિલન જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા - જ્યોર્તિમય પરમાત્માનું ધ્યાન સાધક જ્યોર્તિમય બનીને કરે ત્યારે તે પરમાત્મામાં FINAL ‘સમાધિનિષ્ઠા તુ પરા, તાર્સગ વિવર્મિત્ત..' પરા દષ્ટિમાં, તેનું નામ સૂચવે છે તેમ, શ્રેષ્ઠ કોટિની આ દષ્ટિમાં સમાધિ છે. પરંતુ તેના પ્રત્યેની સૂક્ષ્મ આસક્તિ પણ નથી. કારણ કે રાગ ઉપશાંત થયેલ હોય છે, યા ક્ષીણ થયેલ હોય છે આ દષ્ટિમાં. પરમાર્જીત કુમારપાળે ‘આત્મનિન્દા દ્વાáિશિકા'માં પોતે (યથાખ્યાત ચારિત્રમાં આવીને) મોક્ષને વિષે પણ નિરીહ ક્યારે થશે એ પ્રભુને પૂછ્યું છે. कदा त्वदासाकरणाप्ततत्त्व रत्दक्त्वा मसत्वादिभवैककन्दम् / आत्मैकसारो निरपेक्षवृत्ति मोक्षेऽप्यानिच्छो भविताऽस्मिनाथ / / આપણા કવિ ઉશનની એક સરસ પ્રાર્થના છે : ન ‘મને કોઈ પણ ઈચ્છાનું વળગણ ન છે!' પણ આટલું કહ્યા પછી કવિને પોતાની ભૂલ સમજાય છે અને એથી તેઓ ઉમેરે છે : ‘આ પણ એક ઈચ્છા છે, તે પણ ન હો!' ઉપસંહાર યોગદષ્ટિ સમુચ્ચય 228 શ્લોકોમાં ફેલાયેલ મોટો ગ્રંથ છે. અહીં તો ઉપરછલ્લી યાત્રા એ - યોગમાર્ગની અંતર્દષ્ટિ 5 64 | | યોગમાર્ગની અંતર્દષ્ટિ

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120