________________ ગુને લાગ્યું કે પરની વ્યર્થતાનો બોધ તો એની પાસે છે. પણ પોતાના માટે એ શું– માને છે એ પણ જોવું જોઈએ. ગુરુ પૂછે છે : આ ખંડમાં અત્યારે શું થઈ રહ્યું છે? સાધક કહે : માટીનું એક પૂતળું ગુરુ પાસે જ્ઞાન માટે આવ્યું છે. ગુએ તેને આત્મવિદ્યા આપી. આત્મસાક્ષાત્કાર કરાવ્યો. કેવળ જ્યોતિ તે તત્ત્વપ્રકાશે, શેષ ઉપાય અસારો રે...' ઈન્દ્રિયોનો અને મનનો જે વિષયો જોડે અને પરિણામે, વિકારો જોડે સંબંધ હતો, તે અહીં દૂર થયો. જ્ઞાનમાં, પોતાના ગુણમાં (પોતાના સ્વરૂપમાં) રહેવું તે જ અહીં સારું લાગે છે. ભગવદ્ ગીતાએ પ્રત્યાહારના બે માર્ગો ચીંધ્યા : विषया विनिवर्तन्ते, निराहारस्य देहिनः। रसवर्ज, रसोऽप्यस्य परं दृष्टवा निवर्तते / / સાધક આહારને બંધ કરે છે, ઉપવાસી બને છે ત્યારે રસનેન્દ્રિય સિવાયની બીજી ઈન્દ્રિયો પોતાના વિષયોમાંથી પાછી ફરે છે. ભોજનમાં રસ રહી ગયો, એને કેમ કાઢવો? બે રસની વાત કરે છે ભગવદ્ ગીતાકાર : પર રસ અને અપર રસ. જે ક્ષણે પર રસનો - ભીતરી આનંદનો અનુભવ થાય છે કે તરત અપર રસ - ભોજન આદિનો રસ ચૂકાઈ જાય છે. જો કે, પર રસ અને અપર રસ એ પણ સામાન્ય વ્યક્તિત્વો માટે છે. સાધકો માટે તો રસ એક જ છે - પરમાત્માનો. બીજું બધુ છે રસાભાસ, કુચ્ચાં. તેત્તિરિય ઉપનિષહ્માં ઋષિ કહે છે : “રસો વૈ સઃ' રસ તે જે છે પરમાત્મા જ... પરની વ્યર્થતાને સમાંતર સ્વની અનુભૂતિ અહીં કેવી હોય છે એની માર્મિક અભિવ્યક્તિ આવી : અંશે હોય ઈહાં અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે; ચિદાનંદઘન સુજસ વિલાસી, કિમ હોવે જગનો આસી રે...? (આઠ દષ્ટિની સઝાય 4/5/6) અવિનાશી, અમર હું છું એનો બોધ આંશિક રૂપે અહીં પ્રગટ થાય છે. તીવ્ર બોધ થશે અને અનુભૂતિને પૂજ્ય આનંદઘનજી મહારાજે શબ્દોમાં ઢાળી : | ‘અબ હમ અમર ભયે, ન મરેંગે...' સ્પષ્ટ વિભાજન એમણે પાડ્યું: ‘નાશી નીસી, હમ સ્થિર વાસી...' જે નાશવંત છે, શરીર તે નષ્ટ થશે. હું તો અમર છું જ. ભેદજ્ઞાનની અનુભૂતિ અહીં તીવરૂપે છે. ‘અધ્યાત્મબિન્દુ ગ્રંથમાં પૂજ્ય હર્ષવર્ધન ઉપાધ્યાય કહે છે : ये यावन्तो ध्वस्तबन्धा अभूवन् / मेदज्ञानाभ्यास हवात्र बीजम् / જેટલા આત્માઓ સિધ્ધપદને પામ્યા તેમની એ પ્રાપ્તિની પાછળ ભેદજ્ઞાનનો અભ્યાસ મુખ્ય કારણ છે. FINAL - 16-01 અહીં બોધસ્થિર થતો હોવાથી આ દષ્ટિને સ્થિરા દષ્ટિ કહેવાઈ છે. ‘નમુત્યુ' સૂત્રનું બોહિદયાણં' વિશેષણ આ દષ્ટિના સાધકો માટે સાર્થક નીવડે છે. બોધિ, સમ્યગદર્શન પ્રભુ પાસેથી મેળવ્યું. (6) કાન્તા દષ્ટિઃકાન્તા દષ્ટિમાં આવેલ સાધકની ઉદાસીન દશા ઘેરી હોય છે. ઉદાસીન શબ્દ એ શબ્દોના સંયોજનથી બનેલ છે. ઉતુ + ખાસીન. ઊંચે બેઠેલ ઘટનાની નદીના કિનારે બેઠેલ સાધક. પૂનમની રાત્રે ગુરુ શિષ્યોથી વીંટળાઈને નદીની ભેખડ પર બેઠેલ. અચાનક ગુએ શિષ્યોને પૂછ્યું: આપણે જેના પર બેઠા છીએ એ ભેખડ તૂટી જાય તો શું થાય? શિષ્યો સમજ્યા કે ગુરુદેવ કંઈક ગુમ વાત ભણી ઈશારો કરી રહ્યા છે અને તેથી તેઓ ગુરુ મુખપ્રેક્ષી બન્યા. ગુરુએ કહ્યું : ભેખડ તૂટે તો શું થાય વળી? અત્યારે આપણે નદીના કિનારા પર છીએ. પછી આપણે નદીમાં હોઈએ. દેખીતી રીતે ગુરુ સાધકના અખંડ Being તરફ આંગળી ચીંધી રહ્યા હતા. આપણને બહારી doings થી તમારા being માં શો ફરક પડે? ભેદજ્ઞાનના અભ્યાસ માટે અહીં યોગા પ્રત્યાહાર આવ્યું. ભક્તિમતી મીરાએ કહ્યું : ‘ઉલટ ભઈ મેરે નૈનન કી...' જે નયનો પહેલાં બહાર દશ્યને જોવા ઉત્સુક હતા; એ હવે ભીતર ભણી કેન્દ્રિત થયાં છે. આઠ દષ્ટિની સઝાય કહે છે: ‘વિષય વિગેરે ન ઈન્દ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારો રે; | 60 યોગમાર્ગની અંતર્દષ્ટિ છે - યોગમાર્ગની અંતર્દષ્ટિ 61]