________________ એ આંદોલનોને ઝીલી શકો તો અકારણ તમે આનંદમય બની ઊઠો છો. એ માટે તમારે શું કરવાનું? તમારે બે-પાંચ મિનિટ અકારણ આનંદમય સ્થિતિમાં રહેવાનું. એ સ્થિતિ બની જશે એન્ટેના. તેનાથી સેંકડો સાધકોના આનંદને તમે ઝીલી શકશો. આથી વિરૂદ્ધ તમે અકારણ ગમગીન રહેશો તો ઘણા લોકોએ છોડેલ ગમગીનીના આંદોલનોને તમે પકડશો. બાહ્ય ભાવનું રેચન અને આંતરભાવનો સ્વીકાર (પૂરણ) દી દષ્ટિમાં થાય છે. દીu એટલે તેજસ્વી. અહીં બોધ દીપ્તિમંત થયો હોઈ આ દષ્ટિને દમદષ્ટિ કહી. અહીં સાધકે ‘નમુત્થણે’ સૂત્રના ‘સરણંદયાણં' વિશેષણને પોતાનામાં ક્રિયાન્વિત કર્યું. મોહની સામે શરણ આપે છે, તત્ત્વચિંતન. તત્ત્વ - સાક્ષાત્કાર. અહીં આંતરભાવના સ્વીકાર દ્વારા સાધક સમભાવ આદિ ગુણોની આંશિક અલપઝલપ અનુભૂતિ કરી શકે (3) બલાદષ્ટિ બલાદષ્ટિમાં ચિત્તની પ્રશાંત અવસ્થા સ્પષ્ટ રૂપે પ્રતિભાસિત થાય છે. હૃદયની નિર્મળતા અહીં પ્રશાન્તવાહિતામાં પલટાઈ છે. ધર્માનુષ્ઠાનમાં સાધક શાંત ચિત્તે બેસી શકે કલાકો સુધી અને એ રીતે અનુષ્ઠાન દ્વારા થતા લાભોને એ પૂરેપૂરા આત્મસાત કરી શકે. ચિત્તની આ પ્રશાંતવાહિતાને ભાવ સુખાસન કહેવાય છે. સ્વરૂપ દશારૂપ સાધ્યની પ્રાપ્તિ માટેની મનની આ સ્થિરતા તે ભાવમાર્ગ કહેવાય છે. આ ભાવમાર્ગ પર આ દષ્ટિમાં ચાલવાનું થાય છે. પ્રભુનું ‘મગ્નદયાણં' વિશેષણ આ દઢિાળા સાધકને માર્ગ આપવા દ્વારા સક્રિય બને છે. મિત્રા દષ્ટિ અને તારા દષ્ટિ કરતાં આ દષ્ટિમાં વિવેકદષ્ટિ સઘન હોવાથી આ દષ્ટિને બલાદષ્ટિ કહેવાય છે. (4) દીતાદષ્ટિ બલા દષ્ટિમાં આવેલી પ્રશાંતવાહિતા અહીં દીમ (ઉત્કટ) બને છે. આ પ્રશાંતવાહિતાના સાતત્ય માટે અહીં છે ભાવ પ્રાણાયામ. ‘યોગદષ્ટિ સમુચ્ચય' ના ગુજરાતી અનુવાદરૂપ આઠ દષ્ટિની સજઝાયમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે : ‘બાધભાવ રેચક ઈહા જી, પૂરક આંતર ભાવ.' શ્વાસ છોડવા અને લેવાની પ્રક્રિયાને યોગાચાર્યો પ્રાણાયામ કહે છે. અહીં ઉમેરણ એમાં થોડુંક કરાયું છે. બાહ્યભાવને ભીતરથી બહાર કાઢવો તે ભાવ રેચક અને આંતરભાવને ભીતર લેવો તે ભાવપૂરક. પ્રશાંતવાહિતાના સંદર્ભમાં રેચન અને પૂરનની આ પ્રક્રિયાને ખોલીએ તો, ભીતર રહેલ ક્રોધને એક નિઃશ્વાસે છોડવો અને સમભાવને એક ઉચ્છશ્વાસે ભીતર લેવો. શ્વાસ છોડો છો ત્યારે તમે એક એવી ધારણા - સજેશન કરો છો કે મારી ભીતર રહેલ ક્રોધ નીકળી રહ્યો છે. હવે તમે શ્વાસ લો છો ત્યારે શું થાય છે? તમારી આજુબાજુ રહેલ સેંકડો મહાપુરુષોએ સમભાવના આંદોલનો છોડેલા છે, તમે એ આંદોલનોને પકડો છો અને શ્વાસ લેતી વખતે એ આંદોલનોને પણ તમારી ભીતર તમે મોકલો છો. તમારું સજેશન/સૂચન અહીં મહત્વનું અંગ બની રહે છે. આ સંદર્ભમાં, અત્યારના મનોવૈજ્ઞાનિકોએ સૂચવેલ એક વિધિ વિશે જાણવાનું રસપ્રદ રહેશે. વિધિ એવી છે કે તમારી આજુબાજુમાં સેંકડો સાધકોએ આનંદના દિવ્ય આંદોલનો છોડેલા છે, તમે FINAL - 16-01-19 (5) સ્થિરાદષ્ટિ સ્થિરાદષ્ટિમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સાધકને થાય છે. કેવી ભાવાનુભૂતિ તે સમયે સાધકની હોય છે? આઠ દષ્ટિની સક્ઝાયમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ એ અનુભૂતિને શબ્દોમાં લઈ આવ્યા : બાલ્ય ધૂલીઘર લીલા સરખી, ભવચેષ્ટ ઈહાં ભાસે રે; રીદ્ધી સિદ્ધી સવિ ઘટમાં પેસે, અષ્ટમહાસિદ્ધિ પાસે રે....૫૩ સંસાર એને વ્યર્થ લાગે છે. ભીતરી આનંદની અલપઝલપ અનુભૂતિ, અને બીજું બધું જ અસાર લાગ્યા કરે. બાળકો ભીની રેતમાં ઘર બનાવે; માં જમવા માટે હાક મારે અને એ જ ઘરને પાટું મારીને, તોડીને બાળકો ઘર ભેગાં થાય. ભીતરી સાર્થકતાના બોધને સમાંતર વિકસતો આ બહારી વ્યર્થતાનો બોધ. એક ઘટના યાદ આવે. સાધક ગુરુ પાસે આત્મવિદ્યા લેવા માટે જાય. એ માટે વિનંતી કરે. ગુરુ તેને પૂછે છે : તું શહેર ને વીંધી આશ્રમમાં આવ્યો. શહેરમાં તે શું જોયું? સાધક કહે છે : માટીમાં પૂતળાં માટી માટે દોડી રહ્યા હતા. તે મેં જોયું. 58 | યોગમાર્ગની અંતર્દષ્ટિ * છે યોગમાર્ગની અંતર્દષ્ટિ | પ૯