________________ તેને ચળાવી નવિ ઈન્દ્રિયો શકે, ઝંઝાનિલો મેરૂ મહાદ્ધિને યથા... તસ નહિં કંટક લાગ... તમારું મન જે ક્ષણે પૂર્ણ બન્યું, મોણ તિરોહિત થવાને કારણે, તમને બધા જ લોકો પરિપૂર્ણ દેખાશે. નિષ્કર્ષ એ નીકળશે કે બીજામાં દોષો છે, માટે તમને દેખાય છે, એ તમારી ભ્રમણા હતી. તમારી પાસે દોષદષ્ટિ છે, માટે તમને સામી વ્યક્તિઓમાં દોષો દેખાય છે. મારા ચશમાના કાચમાં ડાઘ હશે, તો મને ફરસ પર પણ ડાઘ દેખાશે અને ભીંત પર પણ...જરૂર છે મારા ચશમાના કાચ લૂછવાની. મિત્રા દષ્ટિમાં ગુણાનુરાગ આવ્યો, મૈત્રીભાવથી હૃદય છલકે છલક છલકાયું. મૈત્ર સાધક કેવો તો હૃદયંગમ લાગે! બીજો એક ગુણ મળે છે અહીં, જેને આપણે કુશલ ચિત્ત તરીકે ઓળખીએ છીએ. પ્રભુ પ્રત્યેની ભક્તિ નિરૂપાધિક હોય છે. સોદાબાજીરૂપ નહી. હું તારી ભક્તિ કરું તું મને અમુક પદાર્થો કે સંપત્તિ આપ. આવી કોઈ ઈચ્છા એના મનમાં હોતી નથી. ભક્તિ માટે ભક્તિ જેવી આગળ ઊઠનાર ચિત્ત ભૂમિકાનું આ બીજ છે. મૈત્ર સાધકે “અભયદયાણં' પદને પોતાની સાધનામાં પ્રતિબિંબિત કર્યું. પ્રભુના _અભયના દાનને એણે ઝીલ્યું. (2) તારા દષ્ટિ મિત્રા દષ્ટિમાં આવેલ હૃદયની નિર્મળતાનો જ વિસ્તાર તારાદષ્ટિમાં આવ્યો. અહીં સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન (ભક્તિ) આદિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. ભક્તિ સાથેનો સ્વાધ્યાય એટલે ભીનો ભીનો સ્વાધ્યાય. હૃદયસ્પર્શી સ્વાધ્યાય. ‘દેહ મન વચન પુલ થકી, કર્મથી ભિન્ન મુજ (તુજ) રૂપ રે....' જેવા સૂત્રને એ જ્યારે હૃદયસ્થ કરે છે ત્યારે, લીટરલી, શબ્દશઃ એ બધા જ પૌદ્ગલિક વર્ગણોથી પોતાની જાતને અલગ કરી લે છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના એક પદને પણ ઘૂંટી શકે : પ્રભુ મેરા, તું સબ બાતે પૂરા...ઔર કી આશ કહાં કરે પ્રિતમ, એ કિણ બાતે અધૂરા... પરસંગ ત્યાગ લાગ નિજ રંગે, આનંદ વેલી અંકુરા, નિજ અનુભવ રસ લાગે મીઠા, જિમ ઘેબર મેં છુરા... આત્મ! તું પરિપૂર્ણ છે. તું બીજાની અપેક્ષા કેમ રાખે છે? પરના સંગનો ત્યાગ કરી નિજ તત્ત્વના સંગમાં તું લાગી જા. આ નિજ તત્ત્વ સંગ છે આનંદની વેલડીનો અંકુર. એ અનુભૂતિ એટલી મીઠી છે કે તેને શબ્દોમાં વ્યાખ્યાવિત ન કરી શકાય. પણ ઉપમા આપવી જ હોય તો કહેવાય કે ઘેબરને કાપવા માટે નાંખેલી છરી જેમ તેની ચાસણીની મીઠાશથી લથપથ થઈ જાય છે તેમ સાધક ભીતરી મીઠાશ અનુભવે છે. તો મૈત્રી (હીનગુણ અદ્વૈપ) અને ભક્તિથી સોહી ઉઠે છે. મિત્રાદષ્ટિ. અહીં યમ નામનું યોગાંડ મળે છે. અહિંસા આદિ વ્રતો પર અહીં રૂચિ હોય છે. યથાશક્ય પાલન પણ મૈત્રીભાવ એનું જ તો વિસ્તરણ છે ને. FINAL - 16-01-19 નિરુપાધિકા ભક્તિ ચિત્તની કુશળતા, ચિત્તની નિર્મળતા, ચિત્તધૈર્ય. આ ચિત્તસ્થય તે જ અભય. એ અભયના દાતા પ્રભુ છે. આ દષ્ટિમાં રહેલા સાધકે પ્રભુના અભયના દાનને ઝીલ્યું. ચિત્તની અસ્થિરતાને યોગિરાજ આનંદઘનજી ભય શબ્દ દ્વારા ઓળખાવે છે. ‘ભય ચંચળતા જે પરિણામની....' | ચિત્તની અસ્થિરતા એટલે રતિ કે અરતિની લાગણીને કારણે ચિત્તમાં ઉઠતા પ્રકંપનો. જ્યારે કામનાઓ શમે છે ત્યારે પ્રકંપનો ઓછા થાય છે. પરમ પાવન દશવૈકાલિક સૂત્રના પ્રસિદ્ધ ગાથા સૂત્રનો શ્રી ઉમાશંકર જોષીએ આપેલ આ અનુવાદ, આ સંદર્ભમાં, કેટલો તો હૃદયંગમ લાગે છે! આત્મા થયો નિશ્ચિત જેહનો કે, ત્યજીશ હું દેહ ન ધર્મશાસન; 56 યોગમાર્ગની અંતર્દષ્ટિ છે ભીનો સ્વાધ્યાય ભીતરી ભીનાશને લાવશે. ભીતરી ભિનાશ તે શ્રદ્ધા. પ્રભુ ‘ચખુદયાણં' છે. ભાવચક્ષુ એટલે શ્રદ્ધા. અહીંયા આંશિક સ્વરૂપમાં એ શ્રધ્ધા ભીનાશ સ્વરૂપે આવી છે.. તારા દષ્ટિમાં આવેલ તારા શબ્દ તાર શબ્દ પરથી આવેલ છે. મિત્રાદષ્ટિ કરતાં અહીં બે તાર/સ્પષ્ટ હોવાથી આ દષ્ટિને તારા દષ્ટિ કહેવાય છે. - યોગમાર્ગની અંતર્દષ્ટિ | પ૭