________________ 8, 10, 12 અને 14 માં આ છ ભવોમાં વારંવાર - ફરી ફરી બાહ્મણ બનતાજ ગયા, બનતા જ રહ્યા. આ રીતે ત્રીજા ભવમાં આ બે ભૂલો ઘણી મોટી થઈ અને તેના વડે બંધાયેલા કર્મની સજા તેઓ બરોબર આટલા ભવમાં ભોગવતા જ રહ્યા. આનાથી પૂરવાર થાય છે કે એક ભવમાં કેટલા પાપો જીવને ભવિષ્યના ઘણાં ભવો સુધી ભોગવવા જ પડે છે. ચૌદમાં ભવ સુધી જે નીચ ગોત્ર કર્મ એકધારૂ ઉદયમાં આવતું જ રહ્યું છે ત્યાર પછી એવું તો સંતાઈ ગયું કે ૧૪માં ભવ પછી છેક ૨૬માં ભવ સુધી ક્યાંય દેખાયું જ નહીં. 12 ભવો સુધીનો અંતરકાળ રહ્યો અને 26 મો દેવભવ પૂરો થતાં જ 27 માં અંતિમ ભવમાં જતા જ (પ્રવેશતા જ) તરત ઉદયમાં આવે છે. અને તરત જ દેવલોકમાંથી ૧૦માં પ્રાણત દેવલોકથી ઉતરતા જ અધવચ્ચે જ ઉદયમાં આવીને સિદ્ધાર્થ રાજાના રાજદરબાર તરફ ક્ષત્રિયકુંડગ્રામ તરફ ત્રિશલા માતાની કુશીમાં જઈ જ રહ્યા હતા, ત્યાં જ અધવચ્ચેથી નીચગોત્ર કર્મનો ઉદય થતા જ દિશા બદલાઈ ગઈ અને કાહ્મણકું ડગ્રામ તરફ વળી ગયા. જ્યાં 2ષભદત્ત બાહ્મણની ભાર્યા દેવાનંદાની કુક્ષીમાં જવું પડ્યું. આશ્ચર્યની વાત તો એ છે કે નીચગોત્ર કર્મનો 99 ટકા હિસ્સો તો 14 માં ભવ સુધીમાં જ પૂરો થઈ ચૂક્યો હતો. હવે રહ્યો કેટલો? માત્ર છેલો 1 ટકો. અને તે કેટલા અચૂક સમયે ઉદયમાં આવે છે? જો આ કર્મને 1-2 સેકંડ જ ફક્ત ઉદયમાં આવવામાં વિલંબ થયો હોત તો તો વીર પ્રભુની આત્મા ત્રિશલાદેવીની કુક્ષીમાં પ્રવેશી ચુક્યા હોત કારણ કે જીવાત્માને વિગ્રહ ગતિમાં એક ભવથી બીજા ભવમાં જતા માત્ર અને માત્ર 2-4 સમયનો જ સમય લાગે છે. યાદ રાખો મિનિટ કે સેકંડની વાત નથી. આ તો અંગ્રેજી શબ્દો છે. 1 મિનિટ 60 સેકંડોની થાય છે અને શાસ્ત્ર મુજબ અસંખ્ય સમયોની 1 આવલિકા થાય છે અને અસંખ્ય આવલિકાઓની 1 સેકંડ સંભવ છે. જ્યાં 1 આંખના પલકારે અસંખ્ય સમય વીતી જાય છે. તેમાંના 2-4 સમય એટલે કેટલો નાનકડો સૂક્ષ્મ સમય ગણાય? અને એટલા નાના અલ્પ કાળમાં જેનો ઉદયકાળ પરિપક્વ થઈ જાય છે તે નીચગોત્ર કર્મ ઉદયમાં આવી જાય છે. અને તરત જ આટલી ઝડપથી જતા જીવાત્માની દિશા વાળી દે છે. જો 1-2 સેકંડ પછી આ કર્મ ઉદયમાં આવ્યો હોત તો તો વીરપ્રભુનો આત્મા નિશ્ચિતપણે ત્રિશલામાતાની કુ ક્ષીમાં પ્રવેશી પણ ગયો હોત. પરંતુ નીચગોત્રનો કર્મ છેલો થોડો અંશ પણ ભોગવવાનો બાકી છે તેથી આ કર્મ ગર્ભપ્રવેશ પહેલા જ ઉદયમાં આવે તો જ શક્ય બને. અને છેવટે તે જ બન્યું. નીચગોત્ર કર્મ અધવચ્ચે ઉદયમાં આવીને વીરપ્રભુના જીવને દેવાનંદાની કુશીમાં લઈ ગયો. પૂર્વના ભવોમાં કરેલા પાપો :વીરપ્રભુને અંતિમ ભવમાં જે આટલા બધા ઘોર ઉપસર્ગો થયા, અને આટલા બધા કર્મો ખપાવવા જે ઉગ્ર તપશ્ચર્યા કરવી પડી, આટલા લાંબા કાળ સુધી કર્મો ખપાવવાની જે જહેમત કરવી પડી તેની પાછળ પૂર્વના ભવોમાં કરેલા વધુ પડતા ભારે પાપ કર્મો પણ કારણભૂત છે. (1) ત્રીજા મરીચિના ભવમાં કરેલા પાપોની વાત ઉપર થઈ ગઈ છે. ફક્ત તેમાં કપિલને જવાબ દેતા સમ્યકત્વ જે વમાઈ ગયું છે તેના કારણે કેટલા ભવો વધી ગયા... (2) સોળમાં વિશ્વવિભૂતિ રાજકુમારના ભવમાં ભયંકર ક્રોધી સ્વભાવના કારણે વિશાખાનંદીને મારવાનું નિયાણ બાંધ્યું. પોતે ચારિત્રધારી સાધુ હતા અને માસક્ષમણોના ઉગ્ર તપસ્વી હતા. એમાં એમનો ક્રોધ એટલો વધી ગયો કે ગાયને ઉપાડીને ફેંકી દીધી અને નિયાણું બાંધ્યું કે આવતા ભવે તો તને મારનારો હું જ થાઉં. અને છેવટે બાંધેલા નિયાણા ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં સિંહને ફાડી નાંખીને મારી નાખ્યો. (3) 18 માં ભવમાં ત્રિપુષ્ટ વાસુદેવ થઈને એક તરફ તો સિંહ જેવા પંચેન્દ્રિય પ્રાણીને ફાડીને મારી નાખ્યા અને શય્યાપાલકોના કાનમાં તપતુ શીશુ રેડાવીને મારી નાખ્યા. (4) 19 માં ભવે પરિણામ સ્વરૂપે સાતમી નરકમાં જાય છે. અને ત્યાં 33 સાગરોપમ સુધીના લાંબા કાળ સુધી નારકી વેદના પાપોની સજારૂપે ભોગવે છે. (5) 20 માં ભવે સિંહ થાય છે. તિર્યંચ ગતિમાં હિંસક વૃત્તિધારી બનીને રોજ પંચેન્દ્રિય જીવોની હિંસા કરીને - મારીને ખાવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. હિંસા પ્રાણાતિપાતનું પાપ જ છે. અને પાપ કરનારને ભારે કર્મ બંધાયા વિના રહે જ નહીં. (6) 21 માં ભવે છેવટે એ સિંહનો જીવ મરીને પંકપ્રભા નામની ચોથી નરકમાં જાય છે અને 10 સાગરોપમના ઘણાં લાંબાકાળ સુધી નરકની વેદના ભોગવે છે. શું નરકગતિમાં બધા પાપકર્મો ભોગવાઈને પુરા થઈ જાય છે? જો નરકમાં જ બધા પાપો-કર્મોનો હિસાબ પૂરો થઈ જતો હોય, અને આત્મા ચોખો થઈ જતો હોય તો શું તે નરકમાંથી જ મોક્ષે જઈ શકે છે? શું નરકના આયુષ્યકાળ જેટલું જ બીજું પાપ હોય છે ? અર્થાત નરકના આયુષ્યનો જેટલો કાળ હોય છે એટલો જ કાળ બીજા બધા કર્મોની પ્રકૃતિઓનો હોય ખરો? નરકમાં આયુષ્યની કાળાવધિ તો ફક્ત L 34 | a યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ , 35