________________ ભગવાન મહાવીર સ્વામીનો સાધનાકાળ પંન્યાસ ડૉ. શ્રી અરૂણવિજયજી જ્ઞાતધર્મકથાંગ - 103 યોગ એટલે જે પ્રાપ્ત થયું છે તે સાચવીને રાખવું આવશ્યકનિર્યુક્તિ - 583 દારિક આદિ શરીરના સંયોગ થયેલ આત્માના પરિણામ વિશેષ દશવૈકાલિક - 231 યોગ એટલે સામર્થ્ય જંબુ-પ્રજ્ઞપ્તિ - 496 દિશા વિગેરે યોગ સ્થાનાંગ સૂત્ર - 1 ઉપાય-ઉપય ભાવ સ્વરૂપ દશવૈકાલિક - 236 વશીકરણ આદિ કરવા રૂપ મંત્રક્રિયા સૂયગડાંગ-૭ ક્ષીસથવાદિ લબ્ધિ રૂપ ઉપરોક્ત આગમ સાથે જોડાયેલ સંખ્યાઓ આગમોદય સમિતિ તરફથી પ્રકાશિત થયેલ આગમગ્રંથોના પાના નં. નો ક્રમાંક છે. જિજ્ઞાસુ યોગવાહી મુનિભગવંતો આ સૂચિને હજું વધારે લાંબી પણ બનાવી શકે છે. યોગ તે બે અક્ષરનો મંત્રમય શબ્દ છે. આ શબ્દને શ્રધ્ધા, સંવેગ આદિ શુભભાવના પૂર્વક માત્ર તેનું સ્મરણ પણ જેઓ કરે છે તેઓના કર્મ નષ્ટ-વિનષ્ટ થાય છે, તેમ યોગસિદ્ધ મહર્ષિઓ કહે છે. યોગવિષયક પુસ્તકો વાંચી જવા માત્રથી યોગની સમજણ પ્રાપ્ત થઈ શકતી નથી. પરંતુ કોઈ યોગક્ષેત્રના પીઢ અનુભવી ગુરૂભગવંતના માર્ગદર્શનથી જ યોગની સાચી સમજણ અને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. યોગવિષયક લેખો કે પુસ્તકો તો માત્ર sign Board છે. તેનો Road Map જોઈતો હોય તો અનુભવસિદ્ધ સાધકની જરૂરત પડે છે. પરંતુ આગમમાં જણાવાયેલ કાયોત્સર્ગ-યોગ સાધના એ પ્રકારની છે કે સર્વે યોગાભિલાષી આત્માઓ સ્વયં પણ કરી શકે છે. જે સર્વે મોક્ષાભિલાષી આત્માઓ કરે તે જ આ લેખનું પ્રયોજન છે. 16 પ્રત્યેક અવસર્પિણી કાળખંડમાં 24, તેમજ પ્રત્યેક ઉત્સર્પિણી કાળખંડમાં પણ 24 તીર્થંકર ભગવંતો નિશ્ચિતપણે થાય જ છે. અઢીદ્વીપના 5 ભરતક્ષેત્રોમાં દરેક અવસર્પિણી કાળખંડમાં પ ચોવીસીઓ 24 x 5 = 120 તીર્થંકર ભગવંતો નિશ્ચિતપણે થાય જ છે, 5 એરાવત ક્ષેત્રોમાં પણ તેજ પ્રમાણે 5 ચોવીશીઓ પ * 24 = 120 તીર્થંકર ભગવંતો નિશ્ચિતપણે થાય જ છે. આ રીતે અવસર્પિણી કાળખંડમાં 120 અને 120 એમ બન્ને મળીને કુલ 240 તીર્થકર ભગવંતો થાય છે. જેવી રીતે અવસર્પિણી કાળખંડમાં થાય છે એવી જ રીતે ઉત્સર્પિણી કાળખંડમાં પણ એવી જ રીતે થાય છે. એવી રીતે શેય ક્ષેત્રોનાં બન્ને ઉત્સર્પિણી અને અવસર્પિણીના મળીને એક કાળચક્રમાં 240 + 240 = 480 તીર્થંકર ભગવંતો થાય છે. આવા કેટલા કાળચક્રો વીત્યા? અનાદિથી અનન્તા કાળમાં અનન્તા કાળચક્રો વીતી ગયા છે. દરેક કાળચક્રમાં 480 તીર્થંકરો થતા હોવાથી ગુણાકાર કરીએ તો કેટલો મોટો આંકડો આવશે? અનન્ત x 480 = અનન્તાનન્ત તીર્થંકર ભગવંતો ભૂતકાળના અનન્ત કાળચક્રોમાં થયા છે. જે વીતેલા અનન્તા ભૂતકાળમાં અનન્તા કાળચક્રોમાં અખંડપણે નિરંતર થયા જ છે. થતા જ રહ્યા છે. તે જ વ્યવસ્થા આગામી અનંતકાળમાં પણ અવિરત ધારાએ અખંડપણે ચાલતી જ રહેશે. એનો અર્થ એ થયો કે આગામી અનંતાનંત કાળચક્રોમાં પણ અનંતાનંત તીર્થકર ભગવંતો શાશ્વતપણે થતા જ રહેશે. - અને આવી છે શાશ્વતપણે થતા જ રહેવાની અરિહંત ભગવંતોની, અને ચોવીશીની શાશ્વત અખંડ વ્યવસ્થા. કેવી અદ્દભુત શાશ્વત વ્યવસ્થા છે? ભગવાન મહાવીર પ્રભુનો કાળખંડ અંતિમ 27 મા ભવે મહાવીર ભગવાન બન્યા. પરંતુ ભગવાન થવાપણાના બીજ ક્યારે કયા ભવમાં? કયા કાળમાં? ક્યાં રોપણા? ત્યારે તેઓ શું હતા? કયા સ્વરૂપે હતા? કેવી રીતે બીજારોપણ થયું હતું? એ જાણવા માટે ભૂતકાળમાં ડોકિયું કરવું પડશે. FINAL | 30 | | 31 | e યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ