________________ 6] આનંદઘન અને યોગમાર્ગીય રહસ્ય પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ જોતા આખો ધર્મ જ આત્મ કેન્દ્રિત છે. આત્માના ગુણોને કર્મ બંધનમાંથી છોડાવીનેમુક્ત કરવાની પ્રબળ પ્રક્રિયા અથવા પુસ્માર્થ જ ધર્મ છે. આવુ આંતર્થોનમાં નિરીક્ષણ કરીને આત્માના ગુણોને ઓળખી અનુભવી શકાય છે. વીર પ્રભુ સાડાબાર વર્ષોના સાધનાકાળમાં આત્મગુણોને પૂર્ણપણે પ્રગટ કરવાનો એક માત્ર નિર્ધાર કરીને સાધ્યને અનુરૂપ સાધના કરી રહ્યા હતા. અને આમાં પુણ્યાર્થ એક માત્ર આવરણીય કર્મોના આવરણોનો સમૂળ - સંપૂર્ણ - સર્વથા ક્ષય કરવાનો પ્રબળ - એટલે ભગીરથ પુરુષાર્થ કરી રહ્યા હતા. તે જ આ ધ્યાન સાધના. એના જ આધારે પ્રબળ નિર્જરા વધુ પ્રમાણમાં થાય છે. આત્માની સાથે મન જોડાઈને તે તે ગુણમાં કેન્દ્રિત થઈને સ્થિર રહે છે. એ જ પ્રક્રિયા ધ્યાનની છે. આવા શુક્લ ધ્યાનમાં રહીને વીર પ્રભુએ ચારેય ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય કર્યો અને જ્ઞાન - દર્શનાદિ ગુણોને સંપૂર્ણ - અનંત પ્રમાણમાં પ્રગટ કર્યા. આ જ સાધ્ય તેમને સાધુ. એવા વીર - મહાન વીર - મહાવીરને અનંત અનંત વંદના... તેમને વંદન - નમન કરીને આપણે સૌ સ્વ ગુણ નિરીક્ષણમાં ઉતરીએ અને આવરણોનો ક્ષય કરીએ, એ જ અભ્યર્થના. શ્રી કુંદકુંદાચાર્ય યોગભક્તિ કોને હોય છે એ ‘નિયમસાર” ગ્રંથમાં સમજાવે છે FINAL - 16-01-19 આશય આનંદઘન તણો અતિ ગંભીર ઉદાર, બાળક બાંહ પસારિ જિમ કહે ઉદધિવિસ્તાર, સ. 1830 (વિ.સં. ૧૮૮૬)માં ‘આનંદઘન બાવીસી’ પર વિસ્તૃત સ્તબક લખતી વખતે શ્રી જ્ઞાનસાર વારંવાર આનંદઘનજીના ગહન આત્મજ્ઞાન પ્રત્યે આદર અને અહોભાવ પ્રગટ કરે છે. તેઓ આનંદઘનના ગહન આત્મજ્ઞાનને વર્ણવતાં કહે છે કે કોઈ બાળક હાથ પ્રસારીને ઉદધિવિસ્તાર એટલે કે વિરાટ અને અફાટ સાગરને દર્શાવતો હોય તેવો અનુભવ એમને થઈ રહ્યો છે. આનંદઘન એ જૈન પરંપરામાં પણ વિરલ લાગે તેવા યોગી છે. એમની ઓળખ શું? એક પદમાં તેઓ આ રીતે સ્વ-પરિચય આપે છે. મેરે પ્રાન આનંદઘન, તાન આનંદઘન, માત આનંદઘન, તાત આનંદઘન, ગાત આનંદઘન, જાત આનંદઘન, મેરે. 1 રાજ આનંદઘન, કાજ આનંદઘન આજ આનંદઘન, લાભ આનંદઘન, મેરે. 2 આભ આનંદથન, ગાભ આનંદથન નામ આનંદઘન, લાભ આનંદઘન, મેરે. 3 અને હા, આમાં જ છે આનંદઘનની ઓળખ. આનંદધન ચોવીસીના સંશોધન અર્થે ૫૦૦થી વધુ હસ્તપ્રતો જોઈ, પરંતુ કર્તાપરિચયમાં માત્ર એટલું જ મળે કે એમનું મૂળ નામ લાભાનંદ હતું અને ઉપનામ આનંદઘન હતું. એમને વિશેની કેટલીક દંતકથાઓ મળે છે, પણ પ્રમાણભૂત માહિતી તો આટલી જ. જોકે દંતકથામાં પણ પ્રતિભાનો ય અણસાર ખરો. એકવાર ઉપાધ્યાય યશોવિજયજી વ્યાખ્યાન આપી રહ્યા હતા. આખો સભાખંડ ખીચોખીચ ભરાયેલો હતો. તેઓ એક આધ્યાત્મિક શ્લોક પર વિવેચન કરી રહ્યા હતા. ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય અને કૂર્ચાલશારદ (દાઢી, મૂંછવાળા સરસ્વતી)નું બિૐ પામેલા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ વ્યાખ્યાન આપી રહ્યા હતા. ‘મૂછાળી સરસ્વતી’ને કોઈ પૂજ્યભાવે માથું નમાવતા હતા, તો કોઈ મુગ્ધ ભાવે માથું હલાવતા હતા. સર્વત્ર 0 યોગમાર્ગની અંતર્દષ્ટિ | 5 | सव्व वियप्पाभावे अप्पाणं जो दु जुंजदे साहू / सो जोगभित्तिजुत्तो इदरस्स य किह हवे जोगो / / 138 / / नियमसार અર્થ : જે સાધુ આત્મામાં આત્માને જોડીને સર્વ વિકલ્પોનો અભાવ કરે છે, તે યોગભક્તિવાળો છે. ‘યોગ’ ને સમજાવતા આગળ કહે છે, विवरीयाभिणिवेसं परिचता जोण्हकहियतच्चेसु / जो जुजदि अप्पाणं णियभावो सो हवे जोगो / / 139 / / नियमसार અર્થ : વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને જે જેનકથિત તત્ત્વોમાં આત્માને જોડે છે, તેનો નિજ ભાવ તે યોગ છે. 44 || યોગમાર્ગની અંતર્દષ્ટિ