Book Title: Yogmargni Antdrashti
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 30
________________ અહોભાવ પ્રગટ થતો હતો. વ્યાખ્યાન પૂર્ણ થયું, ઉપાધ્યાય યશોવિજયજીએ જોયું કે સભાગૃહમાં બેઠેલા એક વૃદ્ધ સાધુ વ્યાખ્યાન સમયે સાવ કોરા કાગળ જેવા નિર્લેપ હતા. ઉપાધ્યાયજીએ પૂછ્યું, “અધ્યાત્મના આ શ્લોકના વિવેચનમાં કંઈ સમજ પડી કે? વૃદ્ધ સાધુ ન બોલ્યા, ન હાલ્યા, ન ચાલ્યા. કોઈને થયું કે તેઓ બધિર લાગે છે. એક વ્યક્તિએ એમને જરા હલાવતાં કહ્યું, ‘ગુજી, મહારાજ તમને પૂછી રહ્યા છે. જવાબ આપો.' વૃદ્ધ સાધુએ ઊચું જોયું. એમના ચહેરા પર યોગસાધનાનું તેજ પ્રગટેલું હતું. બોલ્યા, ‘અધ્યાત્મના આવા ઉચ્ચ શ્લોકનું આવું સામાન્ય વર્ણન! આ તો સાવ બાળપોથી જેવું કહેવાય. ઉપાધ્યાયજી, હજી તમારે ઘણાં ડુંગરા ઓળંગવાના છે અને ઘણાં ઝરણાં પાર કરવાનાં છે.' આખી સભા સ્તબ્ધ બની ગઈ. યોગીના સ્વરમાં રણકો હતો. ઉપાધ્યાય યશોવિજયજીને ખ્યાલ આવી ગયો કે આ તો સ્વયં યોગીરાજ આનંદઘનજી છે. પાટ પરથી ઊઠી પાસે ગયા અને વંદન કરીને કહ્યું, ‘ક્ષમા કરો, મહાયોગીના યોગને ઓળખવા જેટલી પાકટ મારી વય નથી. હજી બાળ છું, મેં વિવેચન કરેલ શ્લોક પર આપની વાણીગંગા વહેવડાવો.' મહાયોગી આનંદઘનજી પાટ ઉપર બેઠાં અને એકધારું રસવિવેચન કર્યું. ઉપાધ્યાય યશોવિજયજી હાથ જોડી ઝીલતા રહ્યા. જીવનભર પરિભ્રમણ કરતા રહેલા આ મસ્તયોગી આનંદઘન કેટલાય સાધુ, સંત, જતિ, સંન્યાસી અને સૂફીને મળ્યા હશે અને આથી એમની કવિતામાં વૈષ્ણવ ભક્તિ જોવા મળે, સૂફી અસર અનુભવાય અને હઠયોગની ક્રિયાની વાત મળે. આનું કારણ એ કે આ બંધનમુક્ત યોગી હતા. ઉપાશ્રય, પરિગ્રહ અને સ્વનામ ઈત્યાદિનો ત્યાગ કરીને તેઓ અવધૂત આનંદઘન બન્યા. ગચ્છાદિથી મુક્ત થઈને સર્વમાન્ય બન્યા. આગમિક, દાર્શનિક, આત્માનંદી અને રહસ્યવાદી યોગીનાં સ્તવનોમાં યોગમાર્ગનું આલેખન છે. એમનાં સ્તવનોનો પ્રારંભ તેઓ તીર્થંકરના નામોલેખથી કરે છે, પરંતુ એમના સ્તવનમાં જ્ઞાન, ભક્તિ અને યોગની અનુપમ ત્રિવેણીમાં જિજ્ઞાસુ સ્નાન કરે છે. એ સાધકને એકાએક સાધનાના ઊંડાણમાં લઈ જતા નથી, પરંતુ ક્રમશઃ ઉત્તરોત્તર ઉન્નત સોપાનનું દિગ્દર્શન કરાવે છે. જ્યારે એમનાં પદોમાં યોગના અગમપિયાલાના પાન પછીની અનુભવલાલી પ્રગટ થાય છે. આ મસ્તી અને અનુભવલાલી એવી છે કે તીર્થંકરને પ્રિયતમની દષ્ટિથી નિહાળે છે. ‘ષભ જિનેસર પ્રિતમ હારા, ઓર ન ચાહુ રે કંત.' એમ કહે છે. અહીં નિર્ગુણ પરંપરાના મહાન સંત કબીરની અંતરભાવનાનો અનુભવ થાય છે. કબીર કહે છે, “રામ મેરો પીવ, મેં તો રામ કી બહુરિયા.’ આનંદઘનજી ભગવાન 46 યોગમાર્ગની અંતર્દષ્ટિ છે બા. 3 ક્ષભદેવની પ્રેયસીના રૂપમાં શબ્દાંતરે આ વાત કરે છે. એ કહે છે કે ભગવાન ક્ષભદેવ મારા પ્રિયતમ છે મારે કોઈ બીજા પતિ કે પ્રિયતમની જરૂર નથી. એ પ્રસન્ન થઈ જાય તો બધું જ મળી જાય. વળી આ પ્રેમ સંબંધ તો નિરૂપાધિક છે. કોઈપણ પ્રકારની સાંસારિક અભિલાષાઓના બંધનથી મુક્ત છે. એમના પદોમાં વિરહિણીની વેદના મળે છે. રાજસ્થાનનું મેડતા ગામ એ મીરાં અને આનંદઘનની પાવનભૂમિ છે. જાણે મીરાંના વિરહનો ભાવ આનંદઘનમાં એ જ રીતે આકારિત થતો લાગે છે. આ કવિની શ્રી પુણ્યવિજયજી આદિ સંગ્રહમાંની 13442 ક્રમાંક ધરાવતી પ્રતમાં મળતું એક અપ્રગટ પદ તીર્થંકર ઐક્ષભદેવનું કેવું અનોખુ અવધૂતરૂપ આલેખે છે. બાવા રીપભ બેઠો અલબેલો, ડારું ગુલાલ મુઠી ભરકે. બા. ચોવા ચોવા ચંદન ઓર અરગજા કેસરકી મટકી ભરકે. બા. 1 મસ્તક મુગત કાંને દોય કુંડલ, ફૂલનકા ગજરા સિરપે. બા. 2 બાંહે બાજુબંધ સોહે બહોરખા અંગી બની હીરા ઝલકે આનંદઘન કે નાથ નિરંજન તાર લીજ્યો અપનો કરકે. બા. 4 આનંદઘનનાં પદોમાં ‘અવધૂ' શબ્દનો પ્રયોગ મળે છે. ઘણાં પદોનો પ્રારંભ જ એ ‘અવધૂ' સંબોધનથી કરે છે. ગુરુ દત્તાત્રેયના ચેલાઓ શરીરે ભસ્મ લગાડી, હાથમાં ચીપીયો રાખી અલેક અલેક પોકારે તેને “અવધુ” કહેવામાં આવે છે પણ અહીં અવધુ શબ્દપ્રયોગ આત્મજ્ઞાનમાં મસ્ત એવા જિજ્ઞાસુ કે જ્ઞાનીને માટે છે. યોગી આનંદઘને એક ભિન્ન પ્રકારના યોગનું આલેખન કર્યું છે. એક અર્થમાં કહીએ તો એમણે આચાર્ય હરિભદ્રસૂરિનું ‘યોગદષ્ટિ સમુચ્ચય” અને હેમચંદ્રાચાર્યના ‘યોગશાસ્ત્ર'ની યોગની વિચારણાની સાથોસાથ રાજયોગ અને હઠયોગની પરિભાષાનો પણ પ્રયોગ કર્યો છે. એમણે હયોગ અને રાજયોગની પદ્ધતિ સાથે જૈન સિદ્ધાંતો અનુસાર આત્માના મૂળ ગુણો અને ઉત્તર ગુણોનો સ્વીકાર કરીને એને યોગપદ્ધતિ સાથે જોડ્યા છે, જેથી એનું રૂપ આધ્યાત્મિક બની ગયું છે, કારણ કે મુળગુણ, સંવેદ, નિર્વેદ, શીલ, વૈરાગ્ય, સંયમ, સમિતિ, ગુમિ આદિ સાધનાના આંતરિક પક્ષો સાથે જોડાયેલા છે. - 16-01-19 FINAL યોગમાર્ગની અંતર્દષ્ટિ , 47

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120