________________ તેરા પતિ વશ હોવે ઉસમેં આનંદઘન કો ક્યા, તેરા પતિ વશ ન હોવે ઉસમેં આનંદઘન કો ક્યા.' જીવનની વ્યર્થતા વિશે આનંદઘને અહીં માર્મિક રીતે કહ્યું છે. એ જ રીતે આ પદમાં એ કહે છે, બીજી બાજુ એકવીસમાં નમિનાથ ભગવાનના સ્તવનમાં ભારતીય દર્શનના છએદર્શનની વાત કરી છે. આ છએ દર્શન જિનેશ્વર ભગવાનના અંગરૂપ છે. અને એને જિનમતરૂપી કલ્પવૃક્ષની ઉપમા આપે છે. એના બે પગ એટલે કે વૃક્ષના મૂળરૂપ તે સાંખ્યદર્શન અને યોગદર્શન જ્યારે બોદ્ધ દર્શન અને મીમાંસક મત એ જિનેશ્વર પ્રભુના બે સશક્ત હાથ. ચાર્વાક દર્શન એ જિનેશ્વરના પેટ અને જેનદર્શન એ મસ્તિષ્ક. આ રીતે છએ દર્શનોનો સમન્વય કરતાં આંનદાનમાં ઉદારતા અને સમન્વયવાદિતા જોવા મળે છે. તેઓ ચાર્વાક મતને પણ ભૂલ્યા નથી અને છટાદાર રીતે નયવાદ - સ્યાદ્વાદનું આલેખન કરે છે. એ કહે છે, જિનવરમાં સઘળા દરિશણ છે, દર્શન જિનવર ભજના રે; સાગરમાં સઘળી તટની સહી, તટનીમાં સાગર ભજના રે. આ યોગી દેહને કઈ રીતે જુએ છે? નરસિંહ મહેતા આ દેહને ‘કાયા પાત્ર છે કાચું કહીને ‘એ ચાંદરડું ચાર દિવસનું અંતે તો અંધારું.’ એમ કહે છે. જ્યારે ધીરો ભગત કાયાને આકડાના ફલ સાથે સરખાવે છે, ‘ફૂલ ખીલીને ખરી પડે, એવું કાયાનું છે કામ.’ તો અવધૂ આનંદઘન કાયાને મઠ સાથે સરખાવે છે અને એ ચેતનને જગાડી જગાડીને કહે છે આ શરીરરૂપી મઠમાં મોહનિદ્રામાં ક્યાં સુધી રહીશ? હવે જાગ! ભીતરમાં દ્રષ્ટિ કર, આ પુદ્ગલ એનો નાશવંત ધર્મ ક્યારે છોડતો નથી, તો તું તારા સ્વભાવને કેમ છોડે છે? તે તારા આત્મપ્રદેશોને કંપિત કરી રહ્યો છે. એ કહે છે, अवधू क्या सोवे तन मठमें, जाग विलोकन घटमें...! अवधू तन मठ परतीत न कीजे, ठहि परे एक पलमें...! हलचल मेटि खबर ले घटकी, चिन्हे रमतां जलमें ...! હે અવધૂત આત્મા! તું તારા શરીરરૂપી મઠમાં કેમ સૂઈ રહ્યો છે? જાગ અને અંતરઘટને જો, આ તનમકનો ભરોસો કરતો નહિ. એ તો એક ક્ષણમાં ઢળી પડશે. માણસની બાહ્ય વ્યસ્તતાને છોડીને ભીતરમાં જોવાનું કહેતા આનંદઘન કહે છે તું ‘હલચલ મેટી' એટલે કે આ બધી માથાકૂટ છોડીને અંતરની ખબર લે, તું પાણીમાં માછલીના પગની નિશાની શું શોધે છે? મહાયોગી આનંદઘન વિશેની એક પ્રચલિત કથા એવી છે કે તેઓ મેડતા શહેરમાં ચાતુર્માસમાં સ્થિરવાસ કરી રહ્યા હતા. એ સમયે રાજાની અણગમતી રાણીને કાગળ પર એક મંત્ર લખીને આપ્યો. રાજાને એની જાણ થતાં એ કોપાયમાન થયો. એણે કહ્યું કે સાધુ થઈને આવું કરવું તે અનુચિત ગણાય. આનંદઘને તાવીજમાં રહેલો કાગળ વાંચવાનું કહ્યું. એમાં યોગી આનંદઘને લખ્યું હતું, FINAL - 16-01 શિર પર પંચ બસે પરમેસર, ઘટમેં સૂછમ બારી આપ અભ્યાસ લખે કોઈ વિરલા, નિરખે કી તારી.... (તારા મસ્તકમાં વસતા પંચ પરમેશ્વરને તારા હૃદયની સૂક્ષ્મ બારી વડે જો. કોઈ આત્મજ્ઞાનનો અભ્યાસી વિરલ પુજ્ય તેને ધ્રુવ તારાની જેમ નિરખે છે.) શિર પર પંચ પરમેશ્વર વસે છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પણ મસ્તકને ધ્યાનનું સ્થાન બતાવ્યું છે, જ્યારે યોગમાર્ગમાં હૃદયથી મસ્તક સુધી જવા માટે સુષુમ્ના નાડી છે, ત્યાં થઈને બ્રહ્મરંધ્ર સુધી જવાય છે. પરિણામે સુષુમ્ના નાડી રૂપ બારી છે, ત્યાં આત્મઉપયોગ રાખીને છેક બહ્મરંધ્ર સુધી આત્મ ઉપયોગ ચડવું. આમ થાય ત્યારે તે ત્યાં પોતાના આત્માને ધ્રુવ તારાની જેમ સ્થિર જુએ છે. આવા આત્મા ધ્રુવતાના દર્શન એ જ પરમેષ્ટિદર્શન છે. - કવિ અને લેખકોએ મસ્તકને ઉત્તમાંગ કહ્યું છે અને આ મસ્તકમાં બહ્મરંધ્ર રહેલું છે. અવધૂત આનંદઘન યોગસાધકોની સાધનાનું દર્શન કરાવતાં કહે છે કે, આશા મારી આસન ધરી ઘટમેં, અજપાજાપ જગાવે... આનંદઘન ચેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે... અવધૂ (4) આશાનો ત્યાગ કરી હૃદયરૂપ ઘટમાં સ્થિર ઉપયોગરૂપ આસન જમાવી વૈખરી વાણી વિના જો ‘સોહમ'નો જાપ કરે તો સાધક આનંદ-સમૂહ ચૈતન્યમૂર્તિરૂપ નિરંજન પરમાત્મ દેવને પામે છે અને તે વખતે જાપ સ્વયમેવ લયરૂપ બની જાય છે અને અજપાજાપ ચાલુ થઈ જાય છે, જેન યોગની દષ્ટિએ આત્મા અને પરમાત્માનું તાદાત્મય સિદ્ધ થાય છે. ત્યારે આત્માની જ્યોતિ મનન, ચિંતન, ધ્યાન દ્વારા પરમાત્મામાં લીન થઈ જાય છે. પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અને અલક્ષ્ય બની જાય છે. આ આનંદઘન આ અલક્ષ્ય - અલખના સાધક અને આરાધક છે. કવિએ અહીં સાધકને ભલામણ કરી છે કે “હે સાધક! સંસારમાં આશા અને અપેક્ષા રાખ્યા વિના કાર્ય કર્યું જા અને આત્મઘરમાં આસન જમાવી દે.” યોગસાધકો મનની સ્થિરતા માટે આસનો કરે છે. અહીં ધ્યાનસાધકોને આત્મઘરમાં આસન બિછાવવાનું કહ્યું છે અને વાણી વિના અજપાજાપ કરવાનું કહ્યું છે. આમ કરે 48 | યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ | 49