________________ થઈ જાય છે ત્યારે પૃથ્વીતલ ઉપર ચારેય બાજુ પ્રકાશ પ્રસરી જાય છે. ઠીક એવીજ પ્રક્રિયા આત્મામાં પણ છે. આત્મા સૂર્યરૂપે છે. તેના જ્ઞાન - દર્શનાદિ ગુણોનો પ્રકાશ ધીરે ધીરે વધતો જાય છે. ક્ષાયોપથમિક ભાવની કક્ષામાં નિર્જરા ધીરે ધીરે થોડી થોડી જેમ જેમ થતી જાય છે તેમ તેમ કર્માવરણ ઘટતા ઘટતા આત્મગુણોનો પ્રકાશ પણ વધતો જાય છે. ક્ષાયોપથમિક કરતા શાયિકભાવની કક્ષા ઘણી તીવ. અને વધારે તેજ છે. કાપકશ્રેણી માંડનારા જ્યારે ક્ષાયિકભાવપૂર્વક કર્મોનો ક્ષય કરતા જાય છે ત્યારે ઘણાં મોટા પ્રમાણમાં વધુમાં વધુ નિર્જરા થાય છે. માયોપાલમિકભાવ વડે કરાતી નિર્જરામાં કોઈ પણ કર્મની પ્રકૃતિ સમૂળ - સંપૂર્ણ નષ્ટ નથી થતી. થોડા પ્રમાણમાં કર્મનો ક્ષય થાય છે. જ્યારે ઘણાં પ્રમાણમાં કર્મ એમને એમ રહે છે. ક્ષયોપશમ - એ બે શબ્દો ભેગા થઈને જ બનેલો છે. ક્ષય એટલે નાશ અને ઉપશમ એટલે દબાવી રાખવો. થોડા અંશનો ક્ષય (નાશ) તો થાય જ છે. પરંતુ ઘણો અંશ દબાયેલો પડ્યો રહે છે. જ્યારે ક્ષય કરવાવાળો પોતાના દઢ નિર્ધાર પ્રમાણે સંપૂર્ણ ક્ષય - સમૂળ અને સર્વથા ક્ષય જ કરવાનો લક્ષ્ય રાખે તો તે પ્રમાણે પરિણામ મળે છે. પ્રથમ ગુણસ્થાનથી સાતમાં ગુણસ્થાન સુધી થયોપશમ ભાવથી જ કર્મ નિર્જરા કરવામાં આવે છે. જ્યારે આઠમાં ગુણસ્થાનથી ક્ષપકશ્રેણી શરૂ કરી લેનારો સાધક નિર્જરાની માત્રા હજાર ગણી વધારી દે છે. લક્ષ્મ જ બદલાઈ જાય છે. કર્મો માટે વધુ તીવ્રતા, ઉત્કૃષ્ટભાવો લાવીને ક્ષપકશ્રેણી ઉપર આઢ થાય છે અને કર્મ પ્રકૃતિઓનો ક્ષય કરતા કરતા બારમાં ગુણસ્થાને પહોંચીને વીતરાગી થઈ જાય છે. અર્થાત મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી વીતરાગતા પ્રગટે છે. અને 3 બીજા ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થઈ જવાથી કેવળજ્ઞાન - દર્શન - અનંતવીર્ય ગુણ પ્રગટે છે. તેમાં ગુણ સોપાની કેવળી બની જાય છે. ત્યાં જીવનનો લાંબો સમય વિતાવે છે. અને મૃત્યુકાળ અર્થાત આયુષ્યની સમાપ્તિનો કાળ આવવા પહેલા, બાકી રહેલા ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી શૈલેષીકરણ કરી આત્મા મુક્ત થઈ જાય છે. આ પ્રક્રિયા માત્ર મહાવીર સ્વામી અથવા કોઈ ભગવાન વિશેષ પૂરતી સીમિત નથી. બધાના માટે એક જ પ્રક્રિયા છે. કોઈ પણ કરીને મોક્ષે જઈ શકે છે. આત્મા ઉપર ચોટેલા કર્મોનો સંપૂર્ણ ક્ષય (નિર્જરા) કરવાના એક માત્ર લક્ષ્યની મહાવીર બાહ્ય - આત્યંતર ચારેય બાજુથી એટલો બધો જબરજસ્ત પ્રહાર કરી રહ્યા હતા કે જેથી કર્મનો અંશ પણ બાકી રહી ન જાય. તપ વધુ કે ધ્યાન વધારે કર્યું? :ભગવાન મહાવીરે શું વધારે કર્યું? તપ કે ધ્યાન? એના ઉત્તરમાં સ્પષ્ટ છે કે તપ તો કાલિક છે. કાળ સાથે સંકળાયેલો છે. ઉપવાસ પણ સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી એટલે 24 કલાક બરાબર 1 દિવસ સાથે સંકળાયેલ છે. કંઈ 1 દિવસમાં 2-4 ઉપવાસ તો થઈ જ ન શકે અને સાડાબાર વર્ષોના દિવસો ગણિત પ્રમાણે 4515 જ થાય છે. આટલા દિવસોમાં વીર પ્રભુના ઉત્કૃતમ કહી શકાય એટલા 4166 ઉપવાસો થયા. એ જ અત્યંત ઉત્કૃષ્ટ છે. વચ્ચે 349 પારણાઓ થયા. પરંતુ ધ્યાન કે કાયોત્સર્ગ માટે કાળનું પ્રતિબંધ નથી. તે આત્યંતર તપ છે. સીધે સીધો આત્માથી જ થાય છે. એટલે તે કાલિક પણ નથી. તેને કાળ નડતો જ નથી. અકાળ વખતે પણ થાય. કાયોત્સર્ગમાં સ્થિર ઉભા રહી આત્મ ધ્યાનમાં સ્થિર થવાનું છે. આવુ ધ્યાન - કોઈ બબ્બે ઘડી કરે અથવા થોડો થોડો સમય કરે. જેવી જેવી સ્થિરતા. પરંતુ મહાવીરની તો વાત જ જુદી હતી. પહેલાથી પ્રતિજ્ઞા કરી દીધી હતી. સર્વથા મૌન જ રહેવાનું છે. ધ્યાન કરનારા સાધકે તો મૌન રહેવું અનિવાર્ય છે. અને પાંચેય ઈન્દ્રિયોનો તેમજ ત્રિકરણયોગોનું મૌન આત્મામાં અંદર ઉતારવામાં ખૂબજ સહયોગી છે. મૌન પણ સાધના છે. - પાલખી લગાવીને બેસવાનું જ નથી. અને ઉંઘવાનું જ નથી. એક તરફથી આશ્રવના દરવાજા બંધ થઈ જાય અને બીજી બાજુથી ધ્યાનના દરવાજા ઉઘડી જાય. એટલે હવે સ્વયં કાયોત્સર્ગની મુદ્રામાં સ્થિર જ રહેવા માંડ્યા. કલાકોના કલાકો, દિવસોના દિવસો સતત ધ્યાન સાધનામાં જ રહેતા. સાડાબાર વર્ષોના નાના ગાળામાં સાડાબાર હજારવર્ષોમાં પણ જે ન ખપે તે અને તેટલા કર્મો ખપાવી દીધા. શું તપ કર્યું કે થઈ ગયું? મહાવીરે તપ કર્યું નથી એ તો થઈ ગયું હતું. તીર્થંકરને તપ કરવાનું નથી હોતું. સહજ સ્વાભાવિક છે તે થઈ જાય છે. તો પ્રશ્ન ઉભો થાય છે શું પચ્ચકખાણ ધર્મની વ્યવસ્થા તીર્થંકરો કરે છે કે નહીં? શું પચ્ચખાણ ધર્મ ઉચિત નથી? શું નિરર્થક છે? અને ભગવાન જો કરતા જ નથી, થઈ જાય છે તો પછી આચારાંગ જે આગમ શાસ્ત્ર છે એમાં ચૂલિકામાં મહાવીર પરમાત્માનું ચરિત્ર છે, એવી જ રીતે કલ્પસૂત્ર આગમ શાસ્ત્રમાં પણ વીરપ્રભુનું ચરિત્ર વિસ્તારથી છે. એમાં પણ દીક્ષા લઈ લીધા પછી પ્રભુ છઠ્ઠ - બે ઉપવાસનું તપ કરે છે - આવો પાઠ છે. એવી જ રીતે ચોવીસેય તીર્થકર ભગવંતોના ચરિત્ર ગ્રંથોમાં તેમના દીક્ષા - તેમજ નિર્વાણ કલ્યાણક પ્રસંગે તેમને શું શું તપશ્ચર્યા કરી તેના પાઠો મળે છે. અધિકાંશ ભગવંતોએ 16-01 FINAL | 40 યોગમાર્ગની અંતર્દષ્ટિ છે - યોગમાર્ગની અંતર્દષ્ટિ || 41]