________________ 1, 3, 7, 10, 17, 22 અને 33 સાગરોપમ (સાદા સાગરોપમ) વર્ષોનો જહોય છે. જ્યારે બીજા મોહનીયાદિ સાત કર્મોમાં તે અવધિ કોડા કોડી સાગરોપમોની હોય છે. માટે પૂરેપૂરા કર્મો નરકમાં પૂરા થઈ જ જાય. એવી સંભાવના જ નથી. હા, કર્મ પ્રકૃતિનો એક ભાગ જરૂર પૂરો થાય. બાકીના ભાગો જે બાકી રહે છે તેનું શું થાય? નરકનું આયુષ્ય પૂરૂ થઈ ગયા પછી જીવ નરકગતિમાંથી બહાર નીકળી જાય છે અને તિર્યંચ અથવા મનુષ્યગતિમાં જ આવે છે. દેવગતિમાં જઈ જ ન શકે.. અને તરત પાછો નારકી પણ નથી થતો. એટલે તિર્યંચ ગતિમાં જઈને પશુ-પક્ષી થવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. અને કોઈ વિરલા પુણ્યશાળીઓ માંડ પાંચ થી દસ ટકા જીવો મનુષ્યગતિમાં પણ આવે જ છે. વીર પ્રભુના 27 ભવોમાંથી પાપ પ્રકૃતિ વધુ મુખ્યપણે કરવાના ભવો ફક્ત ત્રીજો, સોળમો, અઢારમો, ઓગણીસમો, વીસમો અને એકવીસમો બસ આ છે ભવો જ છે. હા, ગૌણપણે 5, 6, 8, 10, 12, 14 માં ભવોની પણ ગણતરી થઈ શકે છે. કારણ કે તે મનુષ્ય ગતિના ભવો છે. અને મનુષ્ય ગતિના કુલ 14 ભવોમાંથી મુખ્યપણે ત્રણ જ ભવ એવા છે કે જેમાં મોટા પાપો કરીને મોટા કર્મો બાંધ્યા છે. જ્યારે છ ભવો મનુષ્યના નીચગોત્ર કર્મના ઉદયે બ્રાહ્મણ - યાચક કુળમાં કર્યા. આ ભવો કર્મો બાંધવાની પ્રાધાન્યતાવાળા નથી પણ ત્રીજા ભવે બાંધેલા નીચગોત્ર કર્મનું ફળ ભોગવવાના ભવો છે. અને સાથે સાથે ત્રીજા ભવમાં જ જે ત્રિદંડીપણું ધારણ કર્યું હતું તેના કર્મ સંસ્કારો પણ એટલા ભારે રહ્યા કે ભવિષ્યના બીજા છ ભવો ગતિની દષ્ટિએ તો મનુષ્ય જ કહેવાશે. પરંતુ યાચકકુળ લઈને ફરી ફરી ત્રિદંડી બનીને જ જીવન જીવવાના ભવો છે. માટે આ પ, 6, 8, 10, 12 અને 14 માં એવા છે ભવ પાપો કરવાની પ્રાધાન્યતાવાળા નથી પણ કરેલા કર્મોના ફળો ભોગવવાના ભવો છે. તપ - ચારિત્રાદિ ધર્મ કરવાના ભવો : વીર વિભુનો આત્મા 21 મો ભવ ચોથી નરકમાં કરીને બહાર નીકળ્યા પછી નાના-નાના ઘણાં બીજા ભવો કરીને 22 માં ભવે ફરી પાછા મનુષ્ય ગતિમાં પધાર્યા. આ વખતે વિમલ રાજકુમાર બન્યા. દીર્ધાયુષી છે. આ વખતે આ ભવમાં એવા કોઈ મોટા ભારે પાપો નથી કર્યા અને કોઈ એવા ભારે કર્મો પણ નથી બાંધ્યા. જેથી આગળના બીજા ભવો બગડ્યા નથી. ત્રેવીસમાં ભવે પ્રિય મિત્ર ચક્રવર્તી બન્યા. આ ભવમાં તેમનું આયુષ્ય 84 લાખ પૂર્વનું હતું. સ્વયં રાજપાટ વગેરે ભોગવી તે કાળ પૂરો કરીને પોકિલાચાર્ય પાસે દીક્ષા લે છે. અને 1 કરોડ વર્ષ સુધી ચારિત્ર પાળે છે. દીક્ષા લઈ લીધી અને સાધુ બની ગયા એટલે સર્વ વિરતિના પચ્ચખાણ જ થઈ ગયા. તેથી હવે બીજા કોઈ મોટા ભારે પાપો કરવાનો તો સવાલ જ નથી ઉભો થતો. ચારિત્રાચારની સાથે તપાચાર ખૂબ સારા મોટા પ્રમાણમાં જોડી દેતા નિર્જરાનું પ્રમાણ પણ ઘણું સારૂ વધારી દીધુ. ચોવીસમો ભવ દેવગતિમાં મહાશુક્ર દેવલોકમાં સર્વાર્થ નામના વિમાનમાં કરીને સત્તર સાગરોપમનું આયુષ્ય સુખમાં વીતાવે છે. છવ્વીસ ભવોમાં સૌથી વધુ મહત્ત્વનો સારામાં સારો પચ્ચીસમો ભવ થાય છે. નંદન નામે જિતશત્રુ રાજાનો પુત્ર રાજકુમાર બને છે. પચ્ચીસ લાખ વર્ષોના આયુષ્યમાંથી ચોવીસ લાખ વર્ષોના કાળ સંસારમાં વીતાવીને પછી દીક્ષા લઈને નંદન રાજર્ષી બને છે. એક લાખ વર્ષોના કાળમાં 1180645 માસક્ષમણો કરે છે. આટલી મોટી સંખ્યામાં માસક્ષમણો સાથે સવી જીવ કરૂ શાસન રસીની ભાવના ભાવીને દૂધમાં સાકર ઉમેરી છે. આનાથી એક તરફ તેમને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું અને સાથે-સાથે બીજી બાજુ મોટા પ્રમાણમાં નિર્જરા કરી કર્મ ક્ષય કર્યો છે. વીર પ્રભુની તપાધિક્યતા : આગમ શાસ્ત્ર તેમજ ત્રિષષ્ઠીશલાકા વગેરે ગ્રંથોમાં વીરપ્રભુના ચરિત્રની જે વિગતો મળે છે તે મુજબ સોળમાં ભવમાં, ત્રેવીસમાં, પચ્ચીસમાં અને સત્યાવીસમાં ભવ - આ મુખ્ય ચાર ભવોમાં જે તપશ્ચર્યા કરી છે, તે ખૂબજ ઉત્કૃષ્ટ કક્ષાની તપશ્ચર્યા કરી છે. સોળમાં વિશ્વભૂતિના ભવમાં દીક્ષા લઈ સાધુ બનીને ઘણાં માસયામણો કર્યા હતા. બાવીસમો ભવ મનુષ્યગતિમાં જ થયો હતો. વિમલ રાજકુમાર બન્યા હતા. પરંતુ ચારિત્રની વધુ વિગતો વિસ્તારથી ઉપલબ્ધ નથી થતી. ત્રેવીસમો ભવ પ્રિયમિત્ર ચક્રવર્તીનો હોવા છતા પણ તેઓએ છ ખંડની ઋિદ્ધિ બધી તજીને દીક્ષા લીધી હતી. 84 લાખ પૂર્વના સુદીર્ઘ આયુષ્યમાં તેઓએ એક ક્રોડ વર્ષો સુધીનું ઉત્તમ ચારિત્ર પાળ્યું છે. એમાં કેટલી તપશ્ચર્યા કરી તેના આંકડા નથી મળતા. પરંતુ તપસ્વી મહાપુરુષ હતા. પચ્ચીસમાં નંદન રાજÍના ભવનો તથા તેમાં સૌથી વધુ ઉત્કૃષ્ટ કક્ષાની જે તપશ્ચર્યા કરી હતી દરેક ભવોમાં મોટા-મોટા લાંબા સુદીર્ધ આયુષ્યો મેળવ્યા છે. જ્યારે છેલ્લા સત્તાવીસમાં ભવમાં ફક્ત 72 વર્ષોનું જ સાવ નાનકડું આયુષ્ય મેળવ્યું અને તેમાં પણ તપશ્ચર્યા કરવાનો કાળ ફક્ત સાડા બાર વર્ષોનો જ રહ્યો. પરંતુ સાવ જ આટલા નાનકડા સાડાબાર વર્ષોના કાળમાં તેમણે જે ઉગ્ર અને ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરી છે તે અને તેટલી તપશ્ચર્યા બીજા ત્રેવીસ તીર્થંકરોના જીવનમાં નથી દેખાતી. વીર પ્રભુનો અંતિમ ભવ:ચ્યવન કલ્યાણક : ચ્યવન એટલે પૂર્વ ભવનો દેહ છોડીને બીજો જન્મ લેવા . 3 36 ] યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ , 37