________________ કલ્પસૂત્ર આગમશાએ, આચારાંગ સૂત્રની ચૂલિકા, તેમજ ત્રિષષ્ઠી શલાકા ગ્રંથનાઆધારે જાણવા મળે છે કે... આ અવસર્પિણીના પ્રથમ તીર્થાધિપતિ શ્લભદેવ ભગવાનના પણ ઘણાં કાળ પૂર્વે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં નયસાર નામનો એક ગૃહસ્થ હતો. મહાવિદેહ ક્ષેત્રો અઢી દ્વીપમાં પાંચ છે. એ પાંચેય મહાવિદેહ ક્ષેત્રોમાં આરાઓના કાળની વ્યવસ્થા જ નથી. એટલા માટે જ ત્યાં અવસર્પિણીઉત્સર્પિણીની પણ વ્યવસ્થા જ નથી. ભરત..ઐરાવત ક્ષેત્રમાં જે ચોથો આરો ચાલે છે તેના જેવો કાળ પાંચેય મહાવિદેહ ક્ષેત્રોમાં સદા હોય છે. શાશ્વતપણે હોય છે. એવા ભાવો ત્યાં સદા રહે છે. નયસાર વ્યવસાયે એક લાકડાં વેચનારો છે, લાકડાં લાવે છે અને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. નિયમિતપણે એક દિવસ જંગલમાં જાય છે. લાકડાં ભેગા કરી લીધા પછી લાવેલ ભાથું ખોલીને જમવા બેસે છે ત્યાં તેને ભાવના જાગી કે...આજે કોઈ અતિથિ મળી જાય તો ખવડાવીને ખાવું... એટલે ચારેય બાજુની પગ કેડીઓમાં દૂર દૂર નજર દોડાવીને જોયું જો કોઈ અતિથિ આવતાં દેખાઈ જાય તો સારું. પરંતુ જેઠ મહિનાની સખત ગરમીમાં ભરબપોરે કોણ જંગલમાં આવે? પરંતુ જૈન સાધુઓના સમૂહે સવારે પરોઢીયે વિહાર કર્યો હશે તેમાંથી એક વૃદ્ધ સાધુ ધીમે ધીમે પાછળ ચાલતા હશે તે રસ્તો ભૂલી ગયા. અને આ જંગલની કેડી ઉપર આવી ચઢ્યા. તેઓ નયસારને દેખાણા. એટલે દૂરથી અતિથિને આવતા જોઈને રાજીનો રેડ થઈ ગયેલો નયસાર નાચી ઉઠ્યો. અને સામો લેવા દોડ્યો. મહાત્માને લાવીને ઝાડ નીચે બેસાડીને ખૂબ જ વિવેકપૂર્વક વિનંતી કરીને રોટલાનો નાનો ટુકડો વહોરાવ્યો. પછી પોતાની ભાવના પૂર્ણ થતાં આરોગીને મહાત્માને રસ્તો દેખાડવા જતાં, માર્ગમાં મહાત્માને પૂછ્યું, “હે પૂજ્ય! મેં તો આપને જંગલની કેડીનો માર્ગ દેખાડ્યો છે. હવે આપ પણ મને ભવાટવીના ભ્રમણથી છૂટવાનો માર્ગ દેખાડો.” એટલે મહાત્માએ અર્થ- માહાત્મયપૂર્વક સમજાવીને નવકાર આપ્યો. એ પામીને સતત સ્મરણ કરતો નયસાર ઘરે આવ્યો. અને ભાવોલાસ ખૂબજ ઉચ્ચ કક્ષાના વધતાં સતત નવકારનું સ્મરણ ચાલુ જ રાખે છે. દેવ-ગુરૂ-ધર્મ તત્ત્વ સારી રીતે સમજાઈ જતાં અહોભાવ પ્રગટ થતાં ગ્રંથભેદ થવાથી શુદ્ધ સમ્યમ્ દર્શન પામે છે. આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકે જાય છે. શાસ્ત્રના નિયમાનુસાર જે ભવમાં જીવ સભ્યત્વને પામે છે તે ભવને જ પ્રથમ ભવ ગણવામાં આવે છે. ત્યારથી લઈને મોક્ષે જાય ત્યાં સુધીમાં જેટલા ભવો થાય તેટલાની ગણતરી - ગણના થાય છે. આ નિયમ પ્રમાણે વીર પ્રભુનો આત્મા નયસારના પ્રથમ ભવમાં સમ્યત્વ પ્રાપ્ત થતાં જ તેમના બીજારોપણ થયાનો ઉલ્લેખ મળે છે. સમ્યત્વ પ્રાપ્ત થતાં જ તેમનો મોક્ષ નિશ્ચિત થઈ જાય છે. આ જ નિયમ સમસ્ત જીવો માટે લાગુ પડે છે. ત્રીજો મરિચિનો ભવ પ્રથમ ભવમાં ઉપાર્જિત પ્રબલ પુણ્યોદયના આધારે દેવગતિમાં દેવ ભવ પૂરો કિરીને - આ અવનિતલ ઉપર ઉતરતાં પ્રથમ તીર્થાધિપતિ પરમાત્મા ક્ષભદેવના કુળમાં - પ્રભુના પૌત્ર રૂપે અને ભરત ચક્રવર્તીના પુત્રરૂપે જન્મે છે. મોટા થઈને દાદા ક્ષભદેવની સાથે જ દીક્ષા ગ્રહણ કરે છે. કાળાન્તરે અતિ ગરમી આદિ સહન ન થતાં ત્રિદંડી બન્યા. પ્રભુ સાથે જ વિચરતા હોવા છતાં પણ ત્રિદંડી સમજી કોઈ સેવા ન કરતા તેમણે શિષ્ય બનાવવાનું નક્કી કર્યું. યોગાનુયોગ કપિલ મળી જતાં તેને પણ દીક્ષા માટે પ્રતિબોધીને પ્રભુ પાસે જવા કહ્યું. પરંતુ કપિલે સામેથી પૂછી લીધું - કેમ ભગવ? શું આપની પાસે ધર્મ નથી? ... પિતા થંfપ પ નો ઉત્તર આપીને સમજાવ્યું કે..હે કપિલ ! ધર્મ અહીંયા પણ છે, અને ત્યાં પણ છે. આવી રીતે પોતાનું ત્રિદંડીપણું હોવા છતાં પરમાત્માની પાસેના ધર્મ સાથે સરખામણી કરતાં સમ્યકત્વ વમાઈ ગયું. બીજી બાજુ આદીશ્વર પ્રભુના મુખે મરીચિ વિષેની ઉત્તમ જીવની ભવિષ્યવાણી સાંભળીને ભરતજી (પિતા) ચક્રવર્તી મળવા આવ્યા. તેમને ભાવિના તીર્થંકર જાણી તે ભાવથી પ્રદક્ષિણા દઈને વંદના કરી. તે સમયે કુળ મદ કરતાં એટલું ભારે નીચ ગોત્ર કર્મ બાંધ્યું કે આ કર્મ જે ત્રીજા ભવનું હોવા છતાં છેક 27 માં ભવમાં પણ નડયું. મહાવીર નીચકર્મના ઉદયના વિપાકરૂપે દેવાનંદા માતાની કુક્ષીમાં ગયા. જો આ નીચ ગોત્ર સત્તામાં જ હોત અથવા ખમી ગયું હોત તો તો તેમને બ્રાહ્મણ કુળમાં જવું જ ન પડત? છેવટે 82 દિવસો માટે પણ જવું જ પડ્યું અને કર્મફળ ભોગવવું વીર પ્રભુના જીવની શુભાશુભ પ્રવૃત્તિઓ: ત્રીજા મરીચિના ભવમાં દીક્ષા લીધી વગેરે સારી - શુભ પ્રવૃત્તિ કરી ખરી, પરંતુ ત્રિદંડી બનીને ચારિત્ર બગાડી દીધું. આ ત્રિદંડીપણાના સંસ્કારો તેમને 14 માં ભવ સુધી ચાલ્યા. પરિણામે 3, 5, 6, 8, 10, 12,14 મા ભવ સુધી ફરી-ફરી ત્રિદંડી બનતા જ ગયા. આ રીતે સાત ભવોમાં સાત વાર તો ત્રિદંડી થયા. એક ભવની ગલતી કેટલા ભવો સુધી ચાલી. શું દર વખતે નવો પાપો નહીં થયા હોય? નહીં બંધાયા હોય? બીજી તરફ કુલ મદ કરી બાંધેલુ નીચ ગોત્રકર્મ પણ ઉદયમાં આવતા 5, 6, 32 | | યોગમાર્ગની અંતર્દષ્ટિ - યોગમાર્ગની અંતર્દષ્ટિ | 33