Book Title: Yogmargni Antdrashti
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 21
________________ યોગાચાર્યો એ અતિ કઠિન સાધના માર્ગો જણાવ્યા. જ્યારે ભગવાન મહાવીરે એમાટે ‘કાયોત્સર્ગ'ની સાધના જણાવી. અને તેમાં લોગસ્સ સૂત્રનું ધ્યાન કરવાનું કહ્યું. લોગસ્સ સૂત્રમાં પ્રત્યેક સાતમા તીર્થંકર ભગવંતના નામ પછી ‘જિર્ણ' શબ્દ આવે છે. મૂળાધારથી એકેક ચક્રોમાં ચઢતા ક્રમે 1-1 ભગવાનને સ્થાપિત કરવાના છે અને જ્યાં ‘જિર્ણ' શબ્દ આવે એટલે બાહ્ય રંધ્રથી નીચે ઉતરી પુનઃ. મૂળાધારથી યાત્રા શરૂ કરવાની. આમ ચોવીસ તીર્થંકર ભગવંતના નામ સ્મરણ દ્વારા સાડા ત્રણ વલય પૂરા થાય. આ ધ્યાન કરવાથી ચક્રો તથા કુંડલીની શક્તિ બંને ઉજાગર થાય છે. પરિણામે પ્રત્યેક વ્યક્તિ સરલતાથી આવી ગહન યોગિક સાધનાઓ પણ સાધી શકતા. ટૂંકમાં વિશ્વના સૌથી પ્રાચીન યોગના પુરાવાઓ જ્યાં પ્રાપ્ત થાય છે તેવા આગમ ગ્રંથોમાં વર્ણવવામાં આવેલ યોગ સાધનાઓ સરલ-સચોટ અને સર્વગ્રાહી હતી. આટલી સરલ યૌગિક સાધનાઓ અન્ય કોઈપણ યોગ ગ્રંથમાં પ્રાયઃ જોવા મળતી નથી. આગમમાં યોગ-આસનો વર્તમાનમાં યોગને લૌકિક વિશ્વ પ્રાયઃ કરીને વિવિધ પ્રકારના આસનો એ જ અર્થ સમજાય છે. આસનો યોગના અંગરૂપે તો છે જ. આગમ ગ્રંથોમાં પણ અનેક ઠેકાણે ભિન્ન ભિન્ન પ્રકારના આસનોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જેમ કે - ઠાણાંગ (અ.૫.૧)માં ‘ઉકફુડા સણિય’ શબ્દ વપરાયો છે. જે ઉત્કટિકાસન જણાવે છે. એ રીતે આજ આસન માટે જ્ઞાતાધર્મ કથાગમાં (ધૃત 1 એ 5) તેમજ ઓઘનિર્યુક્તિમાં (ભાવ્ય ગા. 159) ઉડુપ શબ્દ વપરાયો છે. અંતે આ શબ્દ પણ ઉત્કટિકાસન ને જ જણાવે છે. જ્ઞાતાધર્મકથાગ - પ્રશ્ન વ્યાકરણ (શ્રી 1 દ્વા. ૪)માં તથા નાતિક વિગેરે આગમો માં ભધાસણ અર્થાત્ ભદ્રાસન શબ્દ નજરે ચઢે છે. આ સૂચિ હજું પણ ઘણી લાંબી બની શકે તે સંભવિત છે. કારણ કે ઉપરોક્ત ઉલ્લેખો તો મારા અભ્યાસમાં આવેલા જ નોંધાયા છે...આગમનો આધાર લઈ રચાયેલ જેન સાહિત્યમાં અન્ય આસનોના ઉલ્લેખો મળે છે. જેમ કે ‘સુપાસના ચરિય’ ગ્રંથમાં પર્યકાસન નો ઉલ્લેખ છે. તો વળી મંત્રાધિરાજ કલ્પ ગ્રંથમાં (પટલ 5, શ્લોક.૧૦) દંડાસન, સ્વસ્તિકાસન, પંકજાસન, કુકકુટાસન, વજાસન અને ભદ્રાસન એમ છ આસનોનો ઉલ્લેખ જોવા મળે છે. તેથી હેમચંદ્રાચાર્યજી કૃત યોગશાસ્ત્રમાં (પ્ર. ૪માં 124-133) ભિન્ન-ભિન્ન નવા આસનોનો ઉલ્લેખ છે અને તેની સ્વોપજ્ઞવૃત્તિમાં આમૂકુત્ક્રાસન, સોપાશ્રયાસન, દૂકનાસન આદિ વિવિધ આસનો વિશેષ રૂપે છે. આમ આગમ સાહિત્યમાં તથા ; છે -તેની શાખા-પ્રશાખા રૂપે તેના આધારે રચાયેલ પ્રાકરણિક ગ્રંથોમાં આસનોની પણ ઘણી લાંબી સૂચિ બની શકે છે. યોગના અન્ય ભાષામાં નામ સાધના માર્ગમાં યોગ શબ્દ ભલે ઘણો પ્રાચીન ન હોય છતાં તેને અલ્પ સમયમાં ઘણી લાંબી દડમજલ કાપી છે. એ બાબતમાં કોઈ બે મત નથી. જે રીતે ધ્યાનનું પ્રાપ્ત સ્વરૂપ ‘ઝાણું બને છે. અને તે ઉપરથી પૂર્વોત્તર ઈશાનીય દેશોમાં ‘ઝેન' શબ્દ બન્યો. અને તે ઉપરથી ઝેન પરંપરા વિકસિત થઈ. ઈત્યાદિ ઘટના સુવિદિત છે તે જ રીતે યોગ માટે પણ છે. લેટીન-ફ્રેન્ચ વિગેરે ભાષાઓમાં પણ યોગ શબ્દ પહોંચ્યો હતો. લેટીન ભાષામાં યોગ માટે Jungere, Jugam, Jungo, Jain ઈત્યાદિ શબ્દો વપરાયા છે. જે સ્પષ્ટ રૂપે જણાવે છે કે આ ‘યોગ’ શબ્દનો જ પડછાયો છે. આ ઉપરાંત જર્મન ભાષામાં Jouch-Yoke તથા ફ્રેંચ ભાષામાં goug વિગેરે શબ્દો વપરાય છે. જે ઉપરથી ચોક્કસપણે એ અનુમાન થઈ શકે છે કે, ભલે પૂર્વીય દેશોમાં પશ્ચિમી સંસ્કૃતિ વર્તમાનમાં છવાઈ હોય. પરંતુ પૂર્વકાળમાં પૂર્વીય સંસ્કૃતિના અનેક પડછાયા પશ્ચિમી દેશોમાં પહોંચ્યા છે. જેના અવશેષો ઉપરોક્ત શબ્દોથી જણાઈ આવે છે. યોગના અન્ય અર્થો આગમ ગ્રંથોમાં યોગશબ્દ સાધના ઉપરાંત પણ અનેક અર્થમાં જેનો સંક્ષેપમાં અર્થસહિત ઉલેખ અહીં જણાવેલ છે. આગમ યોગનો અર્થ બૃહત્ કેલ્પ પ્ર. 118 શ્રુત જ્ઞાનના અધ્યયન માટે કરાતી ક્રિયા આવશ્યકનિર્યુક્તિ-૫૮૨ મન-વચન-કાયારૂપ ત્રિકરણ પ્રજ્ઞાપના - 382 મન-વચન-કાયાનો વ્યાપાર તે આવશ્યક નિર્યુક્તિ-૫૮૩ જ્ઞાનાદિ ભાવના રૂપ વ્યાપાર તે પીંડનિર્યુક્તિ -167 પ્રત્યુપ્રેક્ષણા આદિ રૂપ સંયમ યોગ દશવૈકાલિક -17. અન્તઃકરણ આદિરૂપ આત્માનો વ્યાપાર વિશેષ વિશેષાવશ્યક મહાભાષ્ય-૨૧૦ શરીર અને જીવનો વ્યાપર વિશેષ વિશેષાવશ્યક મહાભાગ-૧૩૨૮ આત્મા અને કર્મનો સંબંધ થવો તે પીંડનિર્યુક્તિ - 21 આકાશગમન આદિ રૂપ લબ્ધિ સૂર્યપ્રજ્ઞપ્તિ - 10 નક્ષત્ર સમૂહનો ક્રમાનુસાર સૂર્ય-ચંદ્ર સાથે સંયોગ 28 | યોગમાર્ગની અંતર્દષ્ટિ 6 યોગમાર્ગની અંતર્દષ્ટિ | 29

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120