________________ જૈન આગમમાં યોગ મહાશતાવધાની મુનિ શ્રી અજિતચંદ્રસાગરજી મ.સા. જ્યારે કેવળીભગવંતનું આયુષ્ય એક અંતર્મુહુર્ત જેટલું જ બાકી રહે ત્યારે કેવળીયોગનિરોધની ક્રિયા શરૂ કરે છે તેમાં વચનયોગ અને મનોયોગનો સર્વથા નિરોધ થઈ જતા માત્ર શ્વાસોચ્છવાસરૂપ સૂકમ કાયયોગ બાકી રહે છે ત્યારે આ પ્લાન હોય છે. યોગનિરોધ તેરમા ગુણસ્થાનના અંતે હોય છે, માટે આ દયાન પણ તેરમા ગુણસ્થાનના અંતે હોય છે. 4) સમુચ્છિન્ન ક્રિયા નિવૃત્તિ - સર્વ ક્રિયાથી નિવૃત્તિરૂપ શુક્લધ્યાનનો આ ચોથો અને અંતિમ ભેદ છે. જ્યારે જીવ કેવળી સમુઘાત કરીને સર્વ કર્મનો ક્ષય કરીને ૧૪મા અયોગી ગુણસ્થાનક પર પહોંચે છે. શુક્લયાનની અતિ ઉત્કૃષ્ટ દશા છે. અહીં ત્રણે યોગ-માનસિક, વાચિક અને કાયિક ક્રિયાઓનો પૂર્ણપણે નિરોધ થાય છે. પાંચ હ્રસ્વ સ્વરના અ,ઈ,ઉ,,લુ આના ઉચ્ચારણમાં જેટલો સમય લાગે એટલો સમય આ યાનનો હોય છે. આ એ સ્થિતિ છે જ્યાં બાકી રહેલ ચાર અઘાતી કર્મ નષ્ટ થઈ જાય છે અને કર્મબંધરહિત શુદ્ધાત્મા સમશ્રેણીએ, ઊર્ધ્વગતિએ એક સમયમાં લોકના અગ્રભાગે સિદ્ધાત્મા તરીકે અવસ્થિત થાય છે. આવી રીતે કેવળજ્ઞાન અને કેવળદર્શનયુક્ત યોગી સર્વ કર્મોથી મુક્ત થઈ આદિ અનંત, અનુપમ, અવ્યાબાધ એવા આત્મિક સુખને પ્રાપ્ત કરી પરમાનંદમાં મગ્ન રહે છે. FINAL - 16-01-19 ભારત ભૂમિની સૌથી મોટી વિશેષતા કઈ? એ પ્રશ્ન જો પૂછવામાં આવે તો એનો એક માત્ર ઉત્તર એ હોઈ શકે કે ભારતભૂમિનું અધ્યાત્મ અને ભારત ભૂમિના લોકોની ત્યાગવૃત્તિ, ગણિતજ્ઞો અને વૈજ્ઞાનિકો ભલે એમ કહે કે ભારતે વિશ્વને શુન્યની સૌથી મોટી ભેટ ધરી પરંતુ વાસ્તવિક દષ્ટિ એ ભારતે વિશ્વને ચાર મહાન ભેટ ધરી.. સંયમ, ત્યાગ, યોગ અને ધ્યાન. જ્યારે આખું વિશ્વ ભોગ તરફ આકર્ષિત હતું ત્યારે ભારતે યોગની વાત કરી. યોગના અતિતમાં પ્રભુ મહાવીરના કાળથી આગમોમાં યોગ સાધના હોવા છતાં આજે સંશોધક વિદ્વાન વર્ગમાં એક એવી ધારણા છે કે ‘યોગ શબ્દનો સાધનાના અર્થમાં લાંબો ભૂતકાળ હોય એમ જણાતું નથી' અર્થાત્ છેલ્લી કેટલીક સદીઓથી જ સાધનાના અર્થમાં તે શબ્દ વપરાતો થયો છે. કારણ કે આગમ આદિ પ્રાચીન ગ્રંથોમાં કયાંય પણ સાધના રૂપે ‘યોગ' શબ્દનો ઉલ્લેખ મળતો નથી. સમિતિ ગૃમિ આદિ શબ્દોનો ઉલ્લેખ મળે છે. તથા સાધકો માટે પણ ‘યોગી’ શબ્દ વપરાયો હોય એવું જોવા મળતું નથી. પૂર્વકાળમાં સાધકો માટે શ્રમણ-નિગ્રંથ-ભિખૂ જેવા શબ્દો વપરાતા હતા. આગમ ગ્રંથોમાં પણ સાધકો માટે શ્રમણ-નિગ્રંથ-ભિકબૂ જેવા શબ્દો ઠેર ઠેર વપરાયા છે... તેથી પણ આગળ વધી તેઓ કહે છે કે શ્રમણ આદિ શબ્દો પૂર્વે સાધકો માટે ‘અવધૂત” શબ્દ વપરાતો હતો અને તેઓની જીવનચર્યા ઘણી કઠીન હતી. શ્રી ભાગવત આદિ ગ્રંથોમાં શ્રી પ્રભદેવ ભગવાનને પણ ‘અવધૂત’ તરીકે સ્વીકાર્યા છે તેમ જ આચારાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનનું નામ પણ ‘ધૂતાખ્યાન' છે અને તેમાં પણ સાધુ ભગવંતની અતિ કઠિન જીવન ચર્યાનું નિરૂપણ થયું છે. આથી ‘અવધૂત’નું નિરૂપણ પણ આગમ ગ્રંથોમાં જોવા મળે છે. તેથી એટલું તો ચોક્કસ કે જેન આગમમાં ભલે યોગ શબ્દ સાધનાના અર્થમાં ન વપરાતો હોય પરંતુ મોલ સાધનાના સંદર્ભમાં યોગ સવૉધિક પ્રાચીન આગમમાં હોવાની સંભાવના છે. યોગની આસપાસ યોગ શબ્દનો સાધનાના અર્થમાં ક્યારથી પ્રવેશ થયો? આ પ્રશ્ન સાહજિક ઉદ્દભવે છે. જેનું સંભવિત સમાધાન એમ હોઈ શકે છે કે ભગવાન શ્રી મહાવીરે સંદર્ભ ગ્રંથ : 1. ધ્યાનવિચાર 2. તેવાથધિગમ સૂત્ર 3. અમૃત યોગનું પ્રાપ્તિ મોક્ષની 4. ધ્યાનવિચાર લેખક : શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી મ. વિવેચનકાર : આ. શ્રી વિજયરાજશેખરસૂરિ મ. ડૉ. રશ્મિ ભેદા ચંદ્રદાસ ત્રિવેદી 24 યોગમાર્ગની અંતર્દષ્ટિ * યોગમાર્ગની અંતર્દષ્ટિ 25