Book Title: Yogmargni Antdrashti
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 26
________________ માટે આવીને માતાની કુશીમાં પ્રવેશવું. નયસાર - મરીચિના ભવથી આગળ વધતાછવ્વીસમાં ભવે દસમાં પ્રાણત દેવલોકમાં 20 સાગરોપમની સ્થિતિવાળા તે દેવ સ્વરૂપે છે. ત્યાં તેમનું આયુષ્ય પૂર્ણ થતા દૈવી વૈશ્યિ શરીર છોડીને આત્મા જંબુદ્વીપના ભરતક્ષેત્રના મધ્યખંડમાં ભારતદેશમાં હકીકતમાં તો સિદ્ધાર્થ રાજાના રાજદરબારમાં માતા ત્રિશલા મહારાણીની કુશીમાં જ આવવાનું હતું. પરંતુ દેવલોકમાંથી નીચે ઉતર્યા. પછી અધવચ્ચે થોડું બચેલુ નીચગોત્ર કર્મ ઉદયમાં આવી જતા ઋષભદત્ત બાહ્મણના ઘરે દેવાનંદા બાહ્મણીના ગર્ભમાં પધાર્યા. આ પ્રભુનું ખાસ અવન થયું અને દેવોએ ઈન્દ્રાદિકોએ દેવલોકમાં તે પ્રસંગને અર્થાત પ્રભુના ચ્યવનને કલ્યાણક રૂપે ઉજવ્યું. નમુત્થણંથી સ્તુતિ સ્તવના કરી. તે અષાઢ સુદ 6 ની રાત્રી હતી. જગતમાં આવો ચ્યવન કલ્યાણક રૂપે પણ એક માત્ર તીર્થકરોના જ મનાવવામાં આવે છે. જન્મ કલ્યાણક : ચ્યવન થતા વીર પ્રભુનો આત્મા દેવાનંદાની કુશીમાં આવ્યા પછી 82 દિવસ સુધી રહ્યા. બસ નીચ ગોત્રની કાલાવધિ એટલી જ બાકી હતી. તેવા સમયે ઈન્દ્ર હરિભેગમેપીને કહીને પ્રભુનું ગર્ભ પરિવર્તન ત્રિશલા મહારાણીની કુક્ષીમાં કરાવ્યું. અંતે 9 માસ અને સાડાસાત દિવસ પછી ગર્ભકાળ પૂર્ણ થતા ત્રિશલા માતાએ ચૈત્ર સુધી ૧૩ની રાત્રીએ વીર પ્રભુને જન્મ આપ્યો. મેરૂ પર્વત પર 64 ઈન્દ્રોએ જન્માભિષેક મહોત્સવ ઉજવ્યો. 28 વર્ષની ઉંમરે માતા-પિતાનો સ્વર્ગવાસ થયો. યોગ્ય અવસર સમજીને દીક્ષા લેવા માટે વડીલબંધુ નંદીવર્ધનભાઈને વિનંતી કરતા તેમને બે વર્ષ રોકાઈ જવા આગ્રહ કર્યો. પિતાના અવસાન પછી વડીલબંધુ - જ્યેષ્ઠભ્રાતાને પિતાતુલ્ય માની તેમની આજ્ઞાને માન આપીને બે વર્ષ સંસારમાં રોકાયા ખરા. પરંતુ સર્વથા નિસ્પૃહી થઈને રહ્યા. પ્રાસૂક આહાર ગ્રહણ કરતા, સંથારા ઉપર ભૂમિ ઉપર શયન કરતા, અને રાજ-કાજ–સાંસારિક વ્યવહાર આદિ સર્વમાંથી સક્રિય ભૂમિકાનો સર્વથા ત્યાગ કરીને નિસ્પૃહ થઈને રહ્યા. દીક્ષા કલ્યાણકઃ એક વર્ષ વીતતા લોકાંતિક દેવોએ આવીને પ્રભુને દીક્ષા લેવા વિનંતી કરી. ત્યારથી એક વર્ષ સુધી વર્ષીદાન આપ્યું. પ્રભુ દીક્ષા લેવા તૈયાર થયા અને માગસર સુદિ 10 મી તિથિના શુભ દિવસે પ્રભુ શિબિકામાં આઢ થઈને દીક્ષા લેવા નીકળ્યા. જ્ઞાતખંડ વનમાં પહોંચીને શિબિકામાંથી નીચે ઉતરીને અશોકવૃક્ષ નીચે, વર-અલંકાર-આભૂષણ આદિનો ત્યાગ કરીને સ્વયં પંચમુર્ણ કેશકુંચન કરીને સિદ્ધ પરમાત્માની સાક્ષીએ ‘કરેમિ સામાઈય' ભિષ્મ પ્રતિજ્ઞા વડે સર્વ વિરતિ ધર્મની પ્રતિજ્ઞા કરીને પ્રભુએ દીક્ષા લીધી - છઠ્ઠના પચ્ચખાણ કર્યા. - 16-01-19 FINAL પરમાત્મા મહાવીર પ્રભુનો સાધનાકાળ : વીર પ્રભુના જીવનનો સૌથી મહત્ત્વનો તબક્કો દીક્ષા લીધા પછી હવે શરૂ થશે. જો કે દરેક તીર્થંકરનો ચ્યવન - જન્મથી જ તીર્થંકર નામ કર્મની પુણ્ય પ્રકૃતિનો ઉદય તો થઈ જ જાય છે. પરંતુ છેવટે તો તે પુણ્યની જ પ્રકૃતિ છે. માત્ર એકલા _પુણ્યના ઉદયે કંઈ ભગવાન થઈ નથી જવાતું. જૈન ધર્મમાં ભગવાન થવાની એક વિશિષ્ટ પ્રક્રિયા છે. જે દુનિયાના બીજા કોઈ ધર્મમાં છે જ નહીં. પૂર્વના ત્રીજા ભવે વીસસ્થાનકની આરાધના - વિશિષ્ટ તપાદિ પૂર્વક કરીને અને સાથે - સાથે જગતના સર્વ જીવોનું કલ્યાણ કરવાની પ્રબળ ભાવનાને ભાવદયારૂપે ચિંતવીને એક તરફ જેટલું પ્રબળ પુણ્ય ઉપાર્જન કરે છે તેટલી જ નિર્જરા પણ કરવી પડે છે. આ રીતે તીર્થંકર નામકર્મની વિશિષ્ટ પુણ્ય પ્રકૃતિ ઉપાર્જન કરીને જે આત્મા અંતિમભવમાં આવે છે. તે નિશ્ચિતપણે ભગવાન - તીર્થંકર બને જ છે. પરંતુ એ માટે અનિવાર્યપણે તેમને પણ સાધના તો કરવી જ પડે છે. જો ઉત્કૃષ્ટકક્ષાની આવી સાધના ન કરે તો કર્મ ક્ષય ન થાય અને કર્મ ક્ષય વિના કેવલ્યની, વીતરાગતાની વગેરે ગુણોની પ્રાપ્તિ થવી સંભવ જ નથી. બાહ્ય અને આત્યંતર તપ : વીર વિભુએ દીક્ષા લીધા પછી ઉગ્ર તપશ્ચર્યા આદરી. ઉપવાસ, આયંબિલ, આદિ છ પ્રકારના બાહ્ય તપ છે - જ્યારે પ્રાયશ્ચિત, વિનય - વૈયાવચ્ચ - સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ વગેરે છ આત્યંતર પ્રકારના તપ છે. બન્ને નિર્જરાકારક છે. પરંતુ બંનેના પરિણામોમાં ઘણો ફરક છે. દેહની પ્રાધાન્યતા પૂર્વક થતા બાહ્યતપમાં નિર્જરાની ટકાવારી કરતા સ્વાધ્યાય - ધ્યાય - કાયોત્સર્ગ આદિ આત્યંતર તપ દ્વારા થતી નિર્જરાની ટકાવારી ઘણી વધી જાય છે. આઠ કર્મોમાંથી ચાર ઘાતી કર્યો છે. પ્રથમ તબક્કે આ ચાર ઘાતી કર્મોનો જ ક્ષય કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવે છે. અને તે ચાર ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થઈ જવાથી જ તે આવરણોની નીચે દબાયેલ જ્ઞાન - દર્શન આદિ ચારેય ગુણો પૂર્ણરૂપે પ્રગટ થઈ જાય છે. ગુણો તો સત્તામાં હોય જ છે. દ્રવ્ય સાથે ગુણો અવિનાભાવપણે રહે છે. આત્મા દ્રવ્ય - પદાર્થ છે અને જ્ઞાન - દર્શન - ચારિત્રાદિ તેના ગુણો છે, જે માત્ર આવર્ણય કર્મો વડે આચ્છાદિત છે. આત્મા તે તે ગુણના આચરણપૂર્વકનું આચરણ કરે તેથી તે તે ગુણ ઉપરના આવર્ગીય કર્મનો થાય થાય છે અને આત્મગુણ પ્રગટ થતાં જાય છે. સૂર્યોદય થતા જેમ જેમ ધીરે ધીરે સૂર્ય ઉદિત થતા ચઢતો જાય છે, તેમ તેમ ચારેય બાજુનો અંધકાર ઘટતો જાય છે. અને થોડી ક્ષણોમાં તો સૂર્ય સંપૂર્ણ ઉદય 38 || યોગમાર્ગની અંતર્દષ્ટિ છે - યોગમાર્ગની અંતર્દષ્ટિ | 39

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120