________________ પ્રતિમાના રૂપનું નિર્મળ ચિત્તથી ધ્યાન કરવું એ પણ રૂપસ્થ ધ્યાન છે. આવી રીતેવીતરાગ પરમાત્માનું ધ્યાન કરનાર પોતે વીતરાગ થઈ કર્મોથી મુક્ત બને છે. જેમ ફટિક રત્ન પાસે જેવા વર્ણવાળી વસ્તુ રાખવામાં આવે તેવા વર્ણવાળું તે દેખાય છે, એવી જ રીતે સ્ફટિક સમાન આપણા નિર્મળ આત્માને જેવા ભાવનું આલંબન કરાવીએ તેવા ભાવની તન્મયતા તે પ્રાપ્ત કરે છે. 4) રૂપાતીત ધ્યાન - અરૂપી એવા જ્ઞાનાનંદ સ્વરૂપ નિરંજન, નિરાકાર સ્વરૂપ સિદ્ધ પરમાત્માનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન છે. રૂપસ્થ આદિ આલંબન ધ્યેયોથી સિદ્ધ પરમાત્માસ્વરૂપ નિરાલંબન દયેયમાં પ્રવેશ કરે છે. અહીં ધ્યાન અમૂર્ત એવા સિદ્ધ પરમાત્માનું છે. યોગી જ્યારે ધ્યાનમાં તન્મય બની જાય છે ત્યારે તે ધ્યેયસ્વરૂપ પરમાત્માની સાથે એકરૂપ થઈ જાય છે, એ જ સમરસીભાવ છે. આ ધ્યાન કેવળજ્ઞાન ઉત્પન્ન કરનાર અંતિમ શુક્લધ્યાનનું કારણ બને છે. આ પ્રમાણે યોગી પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આ ચારે ધ્યાનથી આત્માની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. શુક્લધ્યાન :શુક્લધ્યાન એ શુભ ધ્યાનનો બીજો પ્રકાર છે. શુક્લધ્યાન એ ચરમકોટિનું ધ્યાન છે. શુક્લ એટલે શુદ્ધ, નિર્મળ. વજઋષભનારાંચ નામના પ્રથમ સંઘયણવાળા અને પૂર્વના જ્ઞાનને ધારણ કરનારા પૂર્વધર આ શુક્લધ્યાનને યોગ્ય હોય છે. શુક્લધ્યાન એ નિરાલંબન, નિરાકાર અને સદા આનંદમય સ્વરૂપવાળું છે. એ ધ્યાન સિદ્ધ કરવા માટે વિશેષ પુરુષાર્થ કરવો પડે છે. એ સત્ત્વની ખીલવણી માટે ચાર આલંબનો અને ચાર અનુપ્રેક્ષાઓ છે. ચાર આલંબનો : 1) ઉત્તમ ક્ષમા 2) ઉત્તમ મૃદુતા 3) ઉત્તમ આર્જવ 4) ઉત્તમ સંતોષ, અર્થાત્ જેઓ ખમવામાં મહાશૂરવીર હોય, પુષ્પથીય વધુ મૃદુ હૃદયવાળા હોય, પાણી જેવા પારદર્શક હોય અને સહજ રીતે મળતી સામગ્રીમાં સંતોષી હોય એ શુક્લધ્યાનના અધિકારી છે. ચાર લક્ષણ - 1) અવ્યથ - દેવાદિક્ત ઉપસર્ગોમાં પણ વ્યથાનો અભાવ હોય. 2) અસંમોહ - દેવાદિત માયાજાળ કે સૈદ્ધાત્તિક સૂથમ પદાર્થ વિષયક સંમોહ મૂઢતાનો અભાવ હોય. 3) વિવેક - દેહથી આત્માની ભિન્નતાનું ભાન હોય. 4) વ્યુત્સર્ગ - નિઃસંદેહપણે દેહ અને ઉપાધિનો ત્યાગ કરે. શુક્લધ્યાનનાં દયેય - આત્માદિ દ્રવ્યોમાં ઉત્પાદ, વ્યય, બ્રોવ્યાદિ પર્યાયોનું દ્રવ્યાસ્તિક નયાદિ વડે પૂર્વગત શ્રુતના આધારે ચિંતન કરવું એ શુક્લધ્યાનનું ધ્યેય છે. શુક્લધ્યાનના 4 ભેદ છે - શુક્લધ્યાનનો આ પહેલો ભેદ છે. 22 યોગમાર્ગની અંતર્દષ્ટિ - 1) પૃથત્વ વિતર્ક સવિચાર - આ ધ્યાન ત્રણે યોગની પ્રવૃત્તિવાળા યોગીમાં હોય છે. પૃથત્વ એટલે ભેદ, વિતર્ક એટલે પૂર્વગતશ્રુત અને વિચાર એટલે દ્રવ્યપર્યાય. * ‘પૃથર્વ’ એટલે ભેદથી કે વિસ્તારથી * ‘વિતર્ક એટલે શ્રુતજ્ઞાનનું વિશિષ્ટ પ્રકારે ચિંતન * ‘સવિચાર’ એટલે અર્થ, શબ્દ અને યોગમાં સંક્રમણ થવું તે આ ત્રણેય લક્ષણયુક્ત હોય તે પ્રથમ શુક્લધ્યાન છે. પૃથક્વ - જેમાં વિસ્તારથી (ભેદથી) જીવ કે પુદ્ગલ આદિ દ્રવ્યોના ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાદિ પર્યાયો કે અમૂર્તાદિ પર્યાયોનું એકાગ્રચિત્તે ચિંતન કરવામાં આવે તેને પૃથત્વ કહે છે. વિતર્ક - જે ધ્યાનમાં શુદ્ધાત્મા અનુભવરૂપ ભાવશ્રુતના આલંબનથી ઉત્પન્ન થયેલો આન્તજલ્પાત્મક (અંતરંગ ધ્વનિરૂપ) વિતર્ક હોય તે ‘વિતર્ક' કહેવાય. સુવિચાર - જે ધ્યાનમાં એક અર્થથી બીજા અર્થમાં, એક શબ્દથી બીજા શબ્દમાં તથા એક યોગથી બીજા યોગમાં સંક્રમણ થતું હોય તે ‘સવિચાર' કહેવાય છે. આ ધ્યાન પ્રતિપાતી છે, છતાં વિશુદ્ધ હોવાથી ઉત્તરોત્તર વિશુદ્ધતર ધ્યાનનું સાધક બને છે. તેમાં શુદ્ધ ઉપયોગ પ્રવર્તતો હોવાથી તે અનંત કર્મોની નિર્જરાનું કારણ બને છે. અલ્પ સત્ત્વવાળા જીવો આ ધ્યાનના અધિકારી નથી. સર્વ વિરતિમાં અપ્રમત રહીને સાધના કરતા મુનિઓ જ આ ધ્યાનની ધારાએ ઊંચે ચડી શકે છે. 2) એકત્વ વિતર્ક અવિચાર - એત્વ એટલે અભેદ. શુક્લધ્યાનના આ ભેદમાં દ્રવ્ય પર્યાયનું અભેદરૂપે ચિંતન હોય છે અને અવિચાર એટલે વિચારનો અભાવ. આ ધ્યાનમાં વિચારનો અભાવ હોય છે. અહીં પૂર્વગત શ્રુતના આધારે જીવ કે પુદ્ગલ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને ઉત્પાદ આદિ કોઈ એક પર્યાયનું અભેદથી ચિંતન થાય અને અર્થ-વ્યંજન-યોગના પરિવર્તનનો અભાવ હોય. આ ધ્યાન વિચારરહિત હોવાથી પવનરહિત સ્થાને રહેલા દીપકની જેમ નિષ્પકંપ - સ્થિર હોય. પ્રથમ ભેદમાં સ્થળ પદાર્થનું ધ્યાન હોય છે જ્યારે બીજામાં સૂક્ષ્મનું ધ્યાન હોય છે. આ ધ્યાન જ્યારે સિદ્ધ થાય છે ત્યારે ચાર ઘાતી કર્મ નષ્ટ થાય છે, આત્મા વિશુદ્ધ બની કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરે છે. 3) સૂયામ ક્રિયા અપ્રતિપાતી - શુક્લધ્યાનનો ત્રીજો અને ચોથો ભેદ સર્વથા રાગદ્વેષરહિત કેવળજ્ઞાનીઓને હોય છે. અહીં ‘સૂમ ક્રિયા એટલે જેમાં ક્રિયા સુક્ષ્મ = અતિઅલ્પ હોય છે જેમાં માત્ર શ્વાસોશ્વાસરૂપ સૂમ ક્રિયા જ રહે છે. અપ્રતિપાતી - એટલે પતનથી રહિત. હું FINAL યોગમાર્ગની અંતર્દષ્ટિ , 23