________________ - 19 દુઃખનો સંયોગ છે, જ્યારે બીજા અને ચોથા પ્રકારમાં ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિનું દુઃખછે. દુઃખના કારણે થતી અશુભ વિચારણા પુનઃ દુઃખ પ્રાપ્ત થાય તેવો અશુભ કર્મોનો બંધ કરાવે છે. આધ્યાનનાં લણો - આછંદ, શોક, વિલાપ, ભૌતિક સુખની તીવ્ર આકાંક્ષા, અસંતોષ. 2) રૌદ્રધ્યાન રુદ્ર એટલે દૂર પરિણામવાળો. હિંસા આદિના ક્રૂર પરિણામથી યુક્ત જીવનું ધ્યાન એ રૌદ્રધ્યાન અથવા રુદ્ર એટલે બીજાને દુઃખ આપનાર. બીજાના દુઃખમાં કારણ બને તેવા હિંસાદિના પરિણામથી યુક્ત જીવનું બયાન તે રૌદ્રધ્યાન છે. હિંસા, અસત્ય, ચોરી, વિષયસંરક્ષણ એ ચારનો એકાગ્રચિત્તે વિચાર તે ચાર પ્રકારે રૌદ્રધ્યાન છે. 1) હિંસાનુબંધી રૌદ્રધ્યાન - આ ધ્યાનમાં જીવોને મારવા કે મરાવવાના વિચારો હોય છે. હિંસા કેવી રીતે કરવી, ક્યારે કરવી, તેનાં સાધનો ક્યાંક્યાં છે, તે સાધનોનો ઉપયોગ કેમ કરવો ઈત્યાદિ હિંસાના એકાગ્રચિત્તે થતા વિચારો હિંસાનુબંધી રોદ્રધ્યાન છે. 2) અસત્યાનુબંધી રૌદ્રધ્યાન - આ ધ્યાનમાં રહેનારા જીવોને અન્ય લોકોને છેતરવામાં, ઠગવામાં આનંદ આવે છે. એ માટે અસત્ય કેવી રીતે બોલવું, કેવી રીતે અસત્ય બોલીને બીજાને છેતરી શકાય, કેવી રીતે અસત્ય બોલીને છૂટી જવાય ઈત્યિાદિ સંકલ્પપૂર્વક માયા-કપટ કરીને, પરને દુઃખ પહોંચાડનારા અસત્યનું એકાગ્રચિત્તે ચિંતન કરવું તે અસત્યાનુબંધી રૌદ્રધ્યાન છે. 3) ચૌર્યાનુબંધી રૌદ્રધ્યાન - ઉત્કટ લોભને વશ થઈ, પારકી વસ્તુ ચોરી લેવા માટે, ચોરી કેવી રીતે કરવી, ચોરી કરવા છતાં કેવી રીતે પકડાઈ ન જવાય, ચોરીનાં સાધનો કયાંકયાં છે, ક્યાં મળે છે ઈત્યાદિ ચોરી અંગે થતું એકાગ્રચિત્તે ચિંતન એ ચૌર્યાનુબંધી રૌદ્રધ્યાન છે. 4) વિષયસંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન - જે વસ્તુઓ પોતાને સુખકારી છે, પાંચ ઈન્દ્રિયોના વિષયોને પોષનારી છે, તે વિષયનાં સાધનોનું રક્ષણ કરવાના એકાગ્રચિત્તે થતા વિચારો તેમ જ તેના સંરક્ષણ માટે પાપકર્મો કરવાં, કરાવવા વગેરે વિષય-સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. રૌદ્રધ્યાનનાં લક્ષણો : નિરંતર હિંસા, જૂઠ, ચોરી આદિ પ્રવૃત્તિમાં રાચનાર. 16 યોગમાર્ગની અંતર્દષ્ટિ છે શુભ ધ્યાનનો પ્રારંભ જીવને અનાદિકાળથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો અભ્યાસ છે. અત્યંત દુઃખમદ ભવપરંપરાવર્ધક આ બંને અશુભ ધ્યાનથી ચિત્તને મુક્ત કરાવવા માટે દઢ સંકલ્પ, પ્રબળ ધર્મપુરુષાર્થ અને સતત જાગૃતિ આવશ્યક છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન દ્રવ્યધ્યાન છે, કારણ તે ભવભ્રમણના હેતુરૂપ છે. ધર્મધ્યાન એ ભાવધ્યાન છે, કારણ તે ભવપરંપરાનો ક્ષય કરી અક્ષય સુખ આપનાર છે. જે ધ્યાન ધર્મથી યુક્ત હોય છે તે ધર્મધ્યાન કહેવાય છે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણ અવસ્થારૂપ જે વસ્તુનું યથાર્થ સ્વરૂપ છે તે ધર્મ છે, અર્થાત્ વસ્તુના સ્વભાવને ધર્મ કહે છે. ધર્મધ્યાનમાં આત્મવસ્તુના શુદ્ધ સ્વભાવનું ધ્યાન મુખ્ય છે. તે દયાનની ભૂમિકા પ્રાપ્ત કરવા માટે જિનોક્ત અનુષ્ઠાનો, વ્રતનિયમો વગેરેનું ત્રિવિધે ચઢતા પરિણામે નિયમિત રીતે સેવન કરવું પડે છે. શુભધ્યાનમાં મનને સ્થિર કરવા માટે શાસ્ત્ર સાપેક્ષ જીવાદિ તત્ત્વોનું ચિંતન, જ્ઞાન, દર્શન અને વૈરાગ્યભાવનાનો અભ્યાસ આવશ્યક છે. તીર્થંકર પરમાત્માએ બે પ્રકારના ધર્મનો ઉપદેશ આપ્યો છે. તે છે શ્રતધર્મ અને ચારિત્રધર્મ. આ બંને પ્રકારના ધર્મના સતત અભ્યાસથી ચિત્તની નિર્મળતા અને સ્થિરતા પ્રગટ થાય છે. આગમ ગ્રંથોમાં ધર્મધ્યાનના શિખરે પહોંચવા માટે નીચે પ્રમાણે આલંબનો બતાવ્યાં છે. 1) વાચના - કેવળ કર્મનિર્જરાના હેતુથી મુમુક્ષુઓને સૂત્ર અને તેના અર્થનું વાત્સલ્યપૂર્વક દાન કરવું તેમ જ બહુમાનપૂર્વક સદ્ગુરુ પાસેથી ગ્રહણ કરવું તે ‘વાચના' કહેવાય છે. વાચનાના આલંબનથી મન પુષ્ટ તેમ જ શુદ્ધ બનીને ધ્યાનારૂઢ બની શકે છે. 2) પૃચ્છના - સૂત્ર અર્થના વિષયમાં કોઈ પણ પ્રકારની શંકા થતાં વા પૂર્વાપર સંબંધ યથાર્થપણે ન સમજાતા વિનયપૂર્વક ગુરુને તત્સંબંધી પૃચ્છા કરવી તે પૃચ્છના કહેવાય છે. તેનાથી મનને આધ્યાત્મિક વ્યાયામ મળે છે, જે તેને ધર્મધ્યાનમગ્ન બનાવે છે. 3) પરાવર્તના - જિનોક્ત જે સૂત્રો ગુરૂગમથી ગ્રહણ કરીને કંઠસ્થ કર્યા હોય, તેનો અર્થ જાણ્યો હોય, એનો વારંવાર પાઠ કરવો તે પરાવર્તના કહેવાય છે. આ આલંબન મનને આત્માભિમુખ બનાવવામાં સહાય કરે છે. 4) ધર્મકથા - આત્મસાત્ બનેલા સૂત્ર અને અર્થનો સુપાત્ર જોઈ ઉપદેશ આપવો તે ધર્મકથા કહેવાય છે. આ ચારે આલંબનો શ્રુતધર્મને આશ્રયીને બતાવવામાં આવ્યાં છે. FINAL યોગમાર્ગની અંતર્દષ્ટિ , 17