________________
યોગભેદઢાત્રિશિકા/પ્રસ્તાવના આ રીતે યોગભેદબત્રીશીમાં આવતા વિષયોની સમજૂતી સંક્ષેપમાં અહીં જણાવેલ છે, તે અંગે તત્ત્વજિજ્ઞાસુ વાચકવર્ગને વિશેષ સમજૂતી ૧૮મી યોગભેદબત્રીશીમાં આવતા પદાર્થોની સંક્ષિપ્ત સંકલના તથા ૧૮મી યોગભેદબત્રીશીના પદાર્થનો સુગમતાથી બોધ કરવા માટે સંક્ષિપ્ત ટ્રી બનાવેલ છે, તે જોવાથી પ્રાપ્ત થશે અને વિશેષ તો શ્રીમદ્ મહોપાધ્યાયજીની પંક્તિઓ ઉપરથી તૈયાર કરેલ શબ્દશઃ વિવેચન જોવાથી અપૂર્વ પદાર્થદર્શન થયાની અનુભૂતિ થશે.
મારી નાદુરસ્ત તબિયતના કારણે જંઘાબળ ક્ષીણ થતા અમદાવાદ મુકામે પૂજ્યોની આજ્ઞાથી સ્થિરવાસ કરવાનું થયું છે, તે દરમ્યાન જીવનનું કાંઈક સદ્ભાગ્ય સમજું છું કે સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત પંડિતવર્યશ્રી પ્રવીણભાઈ પાસે યોગગ્રંથોઅધ્યાત્મગ્રંથોના વાચનનું સદ્આલંબન સાંપડ્યું. આગમોના સારભૂત કહી શકાય એવા અને જે ગ્રંથોમાં યોગમાર્ગને સાંગોપાંગ આવરી લીધો છે એવા અનેક ગ્રંથોનું ક્રમશઃ વાચન ચાલી રહ્યું છે. સાથે સાથે એ વાચનની સંકલના પણ રોજે રોજના પાઠની સ્વ સ્વાધ્યાય માટે કરીએ છીએ અને અનેક તત્ત્વજિજ્ઞાસુવર્ગની ભાવનાને અનુલક્ષીને તૈયાર થયેલી સંકલનાઓ ટીકા-ટીકાર્ય-શબ્દશઃ વિવેચન સહિત વચ્ચે વચ્ચે જોડાણ માટે અનેક ઉત્થાનો આપવાપૂર્વક અને અનેક તત્ત્વજિજ્ઞાસુવર્ગને આવા ઉત્તમ ગ્રંથો વાચવાની સુગમતા રહે એ દૃષ્ટિથી ગીતાર્થ ગંગા સંસ્થાના ઉપક્રમે પ્રકાશિત કરવામાં આવે છે.
ઘણા શ્રમસાધ્ય આ સઘળું કાર્ય હોય છે, આમ છતાં પરમાત્માની અચિંત્ય કૃપાશક્તિ, યોગમાર્ગસંદર્શક ઉપકારી પૂજ્ય ગુરુવર્યોની સતત વરસતી કૃપાદૃષ્ટિ, અનેક તત્ત્વજિજ્ઞાસુવર્ગની સદ્ભાવનાઓ, આ બધાના ફળસ્વરૂપે નાદુરસ્ત તબિયતમાં પણ વૈરાગ્યવર્ધક-સંવેગવર્ધક આ ગ્રંથોની શ્રુતભક્તિરૂપે અને વિશેષ તો છેલ્લા ૧૦ વર્ષોથી યોગગ્રંથોના શ્રવણ-મનન-ચિંતન વગેરે કારણે યોગમાર્ગ પ્રત્યે જે રુચિ ઉલ્લસિત થઈ છે, દેવ-ગુરુની કૃપાથી આવા મહામૂલા ગ્રંથોના વાચનથી જે યોગમાર્ગનો આંશિક બોધ પ્રાપ્ત થયો છે, તે પરિણતિના સ્તરે આ જન્મમાં કે છેવટે જન્માંતરમાં પણ સુદેવત્વ-સુમનજત્વની પ્રાપ્તિ દ્વારા વિશેષ યોગમાર્ગની પ્રાપ્તિ માટે ઉપકારક બને એ જ ઉદ્દેશથી કરેલો આ પરિશ્રમ સાર્થક ગણાશે. નાદુરસ્ત તબિયતમાં શરીર-સંયોગોની પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આ ગ્રંથોના વિવેચનના પાઠ-લેખનના કાર્ય દ્વારા પ્રસન્નતા જળવાઈ રહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org