________________
યોગભેદદ્વાચિંશિકા/પ્રસ્તાવના (૧) સંપ્રજ્ઞાતયોગ અને (૨) અસંપ્રજ્ઞાતયોગ. આ રીતે બે-બે પ્રકારે પણ યોગનું વર્ણન આવે છે, તો વળી – બીજા પણ જ્ઞાનયોગ, તપોયોગ, ક્રિયાયોગ, ભક્તિયોગ, રાજયોગ, મંત્રયોગ, હઠયોગ, લયયોગ, નાદયોગ, આનંદયોગ, કર્મયોગ, સમાધિયોગ, ઉપાસના ભૂમિકાયોગનું વર્ણન પણ આવે છે, તો વળી -- પાતંજલયોગસૂત્રમાં અષ્ટાંગયોગનું વર્ણન પણ આવે છે.
આ બધા ભિન્ન ભિન્ન પ્રકારના યોગોનું વર્ણન સ્વ-પર દર્શનના ગ્રંથોમાં જોવા મળે છે. આમાંથી પ્રસ્તુત યોગભેદબત્રીશીમાં (૧) અધ્યાત્મયોગ, (૨) ભાવનાયોગ, (૩) ધ્યાનયોગ, (૪) સમતાયોગ અને (પ) વૃત્તિસંક્ષયયોગનું વર્ણન મહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજાએ કરેલ છે. સાથે સાથે અધ્યાત્માદિ પાંચે યોગોના સેવનથી થતા ફળોની પ્રાપ્તિનું પણ વર્ણન કરેલ છે, અધ્યાત્મની પ્રાપ્તિમાં ઉપકારક મૈત્રાદિ ચાર ભાવનાઓનું દરેકના ૪૪ પેટાભેદોના વર્ણનપૂર્વક કુલ-૧૬ ભાવનાઓનું વર્ણન કરેલ છે અને તેમાં મહર્ષિ પતંજલિના પાતંજલ યોગસૂત્ર-૧૩૩નું ઉદ્ધરણ આપીને કહ્યું છે કે (૧) સુખી જીવોમાં મૈત્રી, (૨) દુ:ખી જીવોમાં કરુણા, (૩) પુણ્યશાળી જીવોમાં મુદિતા અને (૪) પુણ્યરહિત જીવોમાં ઉપેક્ષા કરવાની છે.
આ પ્રકારની ભાવના કરવાથી જીવમાં ઈર્ષ્યાદિભાવોનો ત્યાગ થાય છે અને તેનાથી ચિત્ત પ્રસન્ન થાય છે અને કાલુષ્યરહિત પ્રસન્નચિત્ત અધ્યાત્મની પ્રાપ્તિમાં ઉપયોગી છે. ત્યારપછી અધ્યાત્મની ઉત્તમતાનું સ્વરૂપ બતાવેલ છે.
વળી ભાવનાયોગનો અતિશય કરવા માટે દૃઢ સંસ્કારની કારણ બને તેવી પાંચ પ્રકારની ભાવનાઓનું ભાવન કરવા કહ્યું છે. તે આ રીતે –
જ્ઞાનભાવના :- શેયનું જ્ઞાન કરવું એ જીવનું પારમાર્થિક સ્વરૂપ છે. દર્શનભાવના :- તત્ત્વને તત્ત્વરૂપે જોવું એ જીવનું પારમાર્થિક સ્વરૂપ છે. ચારિત્રભાવના :- આત્મભાવોમાં ચરવું એ જીવનું પારમાર્થિક સ્વરૂપ છે. તપભાવના :- કર્મરહિત થવું એ જીવનું પારમાર્થિક સ્વરૂપ છે. વૈરાગ્યભાવના:- બાહ્ય વિષયોથી વિરક્ત થવું એ જીવનું પારમાર્થિક સ્વરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org