________________
યોગભેદદ્વાઢિશિકા/સંકલના સમતાયોગના ફળરૂપે અનેક ઋદ્ધિઓ પ્રગટે છે, તોપણ નિરપેક્ષ મુનિઓ ઋદ્ધિઓનો ઉપયોગ કરતા નથી. વળી, સમતાના ફળરૂપે સૂક્ષ્મ કર્મનો ક્ષય થાય છે અને કર્મબંધના હેતુભૂત એવી અપેક્ષાનો વિચ્છેદ થાય છે તે વાત શ્લોક-૨૪માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. (૫) વૃત્તિસંક્ષયયોગ -
વિકલ્પરૂપ વૃત્તિઓનો અને પરિસ્પંદરૂપ વૃત્તિઓનો અપુનર્ભાવથી રોધ વૃત્તિસંક્ષય છે. કેવલજ્ઞાન વખતે મોહના વિકલ્પો અને મતિજ્ઞાનના વિકલ્પોરૂપ વૃત્તિઓ નાશ પામે છે અને યોગનિરોધ વખતે પરિસ્પંદરૂપ વૃત્તિઓ નાશ પામે છે. તે વૃત્તિસંક્ષય નામનો પાંચમો યોગભેદ છે તે કથન શ્લોક-રપમાં ગ્રંથકારશ્રીએ કહેલ છે.
વૃત્તિસંક્ષયયોગના ફળરૂપે કેવલજ્ઞાનની પ્રાપ્તિ, શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ અને અંતે અનાબાધ એવા મોક્ષની પ્રાપ્તિ થાય છે તે વાત શ્લોક-૨૦માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે.
મોક્ષની સાથે આત્માને જોડે તેવો આગમના વચનાનુસાર દેશવિરાધરની ક્રિયાથી માંડીને શૈલેશી સુધીનો વ્યાપાર યોગ છે અને તે યોગને ગ્રહણ કરીને અધ્યાત્માદિ પાંચ યોગના ભેદો બતાવ્યા. હવે સંસારના કારણભૂત એવી વૃત્તિઓનો રોધ યોગ છે, એ પ્રકારનું લક્ષણ કરીએ તોપણ અધ્યાત્માદિ પાંચ ભેદ ઘટી શકે છે, તે વાત શ્લોક-૨૭માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે.
વળી પ્રવૃત્તિરૂપ અને સ્થિરતારૂપ બે પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ ચાર ભેદો કઈ રીતે સંગત છે અને ત્રીજી મનોગુપ્તિમાં વૃત્તિસંક્ષયયોગ કઈ રીતે સંગત છે, તે વાત શ્લોક-૨૮માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે.
યોગશાસ્ત્રમાં પ્રસિદ્ધ ત્રણ પ્રકારની મનોગુપ્તિનું સ્વરૂપ શ્લોક-૨૯માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. તે ત્રણ પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ પાંચ ભેદોનો અંતર્ભાવ થાય છે. વળી પાંચ પ્રકારની સમિતિ અને ત્રણ પ્રકારની ગુપ્તિમાં સંપૂર્ણ યોગમાર્ગ સંલગ્ન છે, તેથી અધ્યાત્માદિ પાંચ ભેદો મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિમાં અને ઈર્યાસમિતિ આદિ પાંચ પ્રકારની સમિતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org