________________
યોગભેદદ્વાત્રિંશિકા/સંકલના (૩) ધ્યાનયોગ :
ધ્યાનયોગનું સ્વરૂપ શ્લોક-૧૧માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. સ્થિર દીપક જેવું ધારાલગ્ન જ્ઞાન હોય ત્યારે એક પદાર્થ વિષયક મતિજ્ઞાનના અવિચ્યુતિ ભેદનો પ્રવાહ ચાલે છે અને તે ધ્યાન કોઈ પ્રશસ્ત આલંબનથી પ્રવર્તતું હોય ત્યારે ધ્યાનયોગ બને છે.
ધ્યાનમાં વિઘ્નભૂત ચિત્તના આઠ દોષો છે, તે દોષોના પરિહારથી ધ્યાનયોગ સમ્યગ્ બને છે. તેથી શ્લોક-૧૨ થી ૨૦ સુધી તે દોષોનું વર્ણન ગ્રંથકારશ્રીએ કરેલ છે.
ધ્યાનમાં વર્તતા ખેદાદિ આઠ દોષો ક્રિયાના પણ દોષો છે, તેથી ધ્યાનની પૂર્વભૂમિકારૂપે આગમને પરતંત્ર થઈને કરાતી ક્રિયાઓમાં પણ ખેદાદિ દોષોનો ત્યાગ કરવામાં આવે તો તે ક્રિયા પૂર્ણ વચનાનુસાર બને છે અને શાસ્ત્રથી પરિપૂર્ણ નિયંત્રિત ક્રિયામાં ચિત્ત એકાગ્ર બને ત્યારે ધ્યાનયોગ આવે છે. તે ધ્યાનયોગમાં પણ ખેદાદિ આઠ દોષોમાંથી કોઈપણ દોષ પ્રાપ્ત થાય તો તે ધ્યાનયોગ ત્રુટિત થાય છે, તેથી મોક્ષના અર્થી જીવે સદનુષ્ઠાન અને સદનુષ્ઠાનના ફળરૂપ ધ્યાનયોગમાં ખેદાદિ આઠ દોષોના પરિહારપૂર્વક યત્ન કરવો જોઈએ.
ધ્યાનયોગના અભ્યાસથી આત્મામાં સ્વાધીનતા આવે છે અર્થાત્ કર્મને પરતંત્ર ચાલવાની વૃત્તિનો અભાવ થાય છે અને અંતઃકરણમાં પરિણામનું નિશ્ચલપણું આવે છે અને કર્મોના અનુબંધનો વિચ્છેદ થાય છે. આ ધ્યાનયોગનું ફળ શ્લોક૨૧માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે.
(૪) સમતાયોગ :
વ્યવહારનયથી કુદૃષ્ટિથી કલ્પિત એવા ઈષ્ટ-અનિષ્ટ પદાર્થોમાં વિવેકને કારણે સમત્વબુદ્ધિ પ્રગટે છે, તે સમતા છે. આ પ્રકારનું સમતાયોગનું સ્વરૂપ શ્લોક-૨૨માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે.
સમતા અને ધ્યાન ૫રસ્પર એકબીજાની વૃદ્ધિના કારણ બનીને પ્રવાહરૂપે ચાલે છે તે વાત શ્લોક-૨૩માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org