________________
૩૮
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૧ ધ્યાનયોગમાં લક્ષ્યકાળથી પણ વ્યવધાન હોતું નથી અને અલક્ષ્યકાળથી પણ વ્યવધાન હોતું નથી. આવા પ્રકારનો એક પદાર્થ વિષયક ધારાલગ્ન જ્ઞાનનો ઉપયોગ હોય છે.
અહીં અલક્ષ્યકાળથી અવ્યવધાનવાળો ઉપયોગ કહ્યો. તેથી એ પ્રાપ્ત થાય કે જીવ કોઈ પદાર્થમાં ઉપયોગવાળો હોય ત્યારે વચ્ચે અન્ય પદાર્થમાં ઉપયોગ ગયો, તેવું સ્પષ્ટ દેખાતું હોય, તો તે લક્ષ્યકાળથી વ્યવધાન છે; પરંતુ પોતાને એમ જ લાગતું હોય કે પોતે લક્ષ્ય છોડીને અન્ય પદાર્થવિષયક ઉપયોગ મૂક્યો નથી, આમ છતાં સૂક્ષ્મ રીતે જોવામાં આવે તો પ્રસ્તુત અર્થવિષયક ઉપયોગકાળમાં સૂક્ષ્મ રીતે અન્ય પદાર્થમાં પણ કાંઈક ઉપયોગ ગયેલો હોય, પરંતુ તે અતિ અલ્પકાળનો હોવાથી પોતાને અન્યવિષયક ઉપયોગ ગયો છે તેવો ખ્યાલ ન આવે. આમ છતાં જે ઉપયોગમાં અલ્પકાળ માટે પણ અન્ય વિષયક ઉપયોગ હોય તે ઉપયોગ ધ્યાનરૂપ કહી શકાય નહિ; કેમ કે ધ્યાનકાળમાં વર્તતો જ્ઞાનનો ઉપયોગ ચોક્કસ લક્ષ્ય ઉપર સ્થિર હોય છે, અને તે ધ્યાનથી નિષ્પન્ન કરવા યોગ્ય સમભાવના પરિણામને પ્રગટ કરવા માટે પ્રવૃત્ત હોય છે; અને આ જ્ઞાનનો એક અખંડ ઉપયોગ વચ્ચે કોઈ વિષયાંતરને સ્પર્શતો નથી, પરંતુ મતિજ્ઞાનના ધારણાભેદના અવિશ્રુતિ અંશરૂપે અસ્મલિત પ્રવર્તતો હોય છે.
વળી, આ જ્ઞાનનો ઉપયોગ અપ્રશસ્ત એકાર્થબોધવાળો હોય તો તે અશુભ ધ્યાન કહેવાય, પરંતુ આ ધ્યાનયોગ છે, તેથી પ્રશસ્ત એકાર્થબોધવાળો ધ્યાનનો ઉપયોગ હોય છે.
પ્રશસ્ત એવી જિનપ્રતિમા કે પ્રશસ્ત એવા આત્માના ભાવોને અવલંબીને એક પદાર્થનો બોધ અવિશ્રુતિરૂપે અખ્ખલિત ચાલતો હોય તો તે ધ્યાન કહેવાય છે.
વળી આ ધ્યાનનો ઉપયોગ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યવિષયક સૂક્ષ્મ આલોચનથી યુક્ત હોય છે. તે આ રીતે –
શુભ ધ્યાન હંમેશાં પ્રશસ્ત આલંબનથી ઊઠેલું હોય છે, અને તે પ્રશસ્ત આલંબનરૂપે ક્વચિત્ જિનપ્રતિમા હોય કે ક્વચિત્ જીવાદિ પદાર્થોનું સ્વરૂપ હોય, તે જિનપ્રતિમા કે જીવાદિ પદાર્થ ઉપર ચિત્તને સ્થિર કરીને શુદ્ધ આત્માના સ્વરૂપનું ચિંતન ચાલે તે રીતે ઉપયોગ પ્રવર્તતો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org