________________
યોગભેદદ્વાત્રિંશિકા/મ્લોક-૨૩
૭૩
‘તાવ બાય ટોળું .....’ ઈત્યાદિ સૂત્ર દ્વારા સમભાવનો પરિણામ ઉલ્લસિત થતો નથી, તેઓ કાયોત્સર્ગકાળમાં પણ સમતાની વૃદ્ધિ ન થવાથી ધ્યાનમાં યત્ન કરી શકતા નથી; કેમ કે “ચિત્તમાં વ્યાસંગનો અનુ૫૨મ છે–ચિત્તમાંથી વ્યાસંગ દશા= આત્માના ભાવોથી અન્યત્ર આસક્તિ વિરામ પામતી નથી.” આથી જ સૂત્ર અને અર્થના પર્યાલોચનથી જન્ય વીતરાગતામાં વિશ્રાંત પામતું ચિત્ત નિષ્પન્ન થતું નથી.
વળી સમતાની પ્રાપ્તિ પછી ધ્યાનમાં યત્ન ન ક૨વામાં આવે તો પૂર્વમાં જે સમતા પ્રગટી છે તે વૃદ્ધિવાળી થતી નથી, પરંતુ નાશ પામે છે; કેમ કે “સમતાના પ્રતિપક્ષ એવા જે વિકલ્પો છે તેની સામગ્રી બળવાન છે.”
આશય એ છે કે સમભાવના યત્નપૂર્વક ધ્યાનમાં યત્ન કરવામાં આવે તો ઉત્ત૨માં પૂર્વ કરતાં અધિક સમતા પ્રગટે છે, તેનાથી અધિક ધ્યાન તેનાથી અધિક સમતા એમ ચક્ર ચાલે; પરંતુ ધ્યાનમાં યત્ન ન કરવામાં આવે તો સમતા ટકતી નથી; કેમ કે સમતા એ નિર્વિકલ્પ પરિણામરૂપ છે અને તેના પ્રતિપક્ષ એવા સવિકલ્પની સામગ્રી બળવાન છે અર્થાત્ નિર્વિકલ્પની સામગ્રી ધ્યાન છે અને ધ્યાનનો અભાવ એ સવિકલ્પદશાની સામગ્રી છે. તેથી ધ્યાનમાં યત્ન ન કરવામાં આવે તો સમતાની વૃદ્ધિ થાય નહિ, પરંતુ પ્રગટ થયેલ સમતા વિનાશ પામે.
આ રીતે ધ્યાન અને સમતા પરસ્પર કારણ છે અને એ રીતે ધ્યાન અને સમતાનો પ્રવાહ ચાલે છે.
આશય એ છે કે પ્રથમ સમતા પ્રગટ્યા પછી ધ્યાનમાં યત્ન કરવામાં આવે તો તે ધ્યાનમાં કરાતો યત્ન વિદ્યમાન સમતાની વૃદ્ધિ કરે છે અને વૃદ્ધિ પામેલી સમતા ઉત્ત૨માં ધ્યાન પ્રગટ કરે છે, વળી તે ધ્યાનથી પૂર્વે પ્રગટ થયેલી સમતા વૃદ્ધિ પામે છે અને તે પૂર્વ કરતાં ઉચ્ચ કક્ષાના ધ્યાનને પ્રગટ કરે છે. આ રીતે ધ્યાન અને સમતાનો પ્રવાહ અસ્ખલિત ચાલે છે.
અહીં વિશેષ એ છે કે સમતા પછી ધ્યાન અને ધ્યાન પછી સમતા, એ પ્રકારનો પરસ્પર આંતરા સાથે કાર્ય-કારણભાવ નથી, પરંતુ સમતા એ જીવની પરિણતિરૂપ છે અને ધ્યાન એ જીવના યત્નસ્વરૂપ છે; અને પ્રગટ થયેલી સમતાની પરિણતિ ધ્યાનના યત્નથી વૃદ્ધિવાળી થાય છે, અને વૃદ્ધિને પામેલી સમતા પ્રથમ ધ્યાન પૂર્ણ થાય કે તરત અન્ય ધ્યાનના યત્નનો પ્રારંભ કરાવે છે, અને તે ધ્યાનનો યત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org