________________
૯૪
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૯ વિકલ્પનું ચક્ર જેના વડે એવું તે-મત (૨) સમપણામાં સુપ્રતિષ્ઠિત=સમ્યમ્ વ્યવસ્થિત એવું મન અને (૩) આત્મારામ આત્મામાં આરામ કરનાર= સ્વભાવમાત્રમાં પ્રતિબદ્ધ એવું મન, તેના જાણનારાઓ વડે ત્રણ પ્રકારની મતોગુપ્તિ કહેવાઈ છે. ર૯. ભાવાર્થ :ત્રણ પ્રકારની મનોગુપ્તિનું સ્વરૂપ :(૧) વિમુક્ત કલ્પનાજાળવાળું મન :
પાંચમા આદિ ગુણસ્થાનકવર્તી દેશવિરતિધરાદિ શાસ્ત્રવચનાનુસાર ચૈત્યવંદનાદિ ક્રિયા કરતા હોય કે શાસ્ત્રવચનાનુસાર તત્ત્વચિંતન કરતા હોય કે શાસ્ત્રાધ્યયન કરતા હોય ત્યારે, સંસારના પદાર્થોમાં ઈષ્ટ અને અનિષ્ટના સંકલ્પ-વિકલ્પનું ચક્ર બંધ થાય છે અને ઈષ્ટ અને અનિષ્ટના સંકલ્પ-વિકલ્પના ચક્ર વગરનું મન પ્રવૃત્તિરૂપ પ્રથમ મનોગુપ્તિ છે.
અહીં સંકલ્પ એટલે ઈન્દ્રિયોને અનુકૂળ ભાવોમાં અને પ્રતિકૂળ ભાવોમાં “આ મને અનુકૂળ છે અને આ મને પ્રતિકૂળ છે,' એવી બુદ્ધિ તે સંકલ્પ છે, અને તે બુદ્ધિને કારણે પદાર્થને જોઈને “આ મને ઈષ્ટ છે અને આ મને અનિષ્ટ છે,” એ પ્રકારના જે વિચારો ઊઠે છે, તે વિકલ્પ છે. આવા સંકલ્પ-વિકલ્પવાળું મન અગુપ્ત છે અને અગુપ્ત મન કર્મનાં જાળાંઓને બાંધીને સંસારનું કારણ બને છે.
દેશવિરતિધર શ્રાવકાદિ જ્યારે આગમને પરતંત્ર થઈને શાસ્ત્રવચનાનુસાર તત્ત્વચિંતન કરતા હોય કે કોઈ ઉચિત અનુષ્ઠાન કરતા હોય ત્યારે આ સંકલ્પવિકલ્પો બંધ થાય છે, અને શાસ્ત્રનાં વચનોથી આત્માને ભાવિત કરવાનો મનોયત્ન વર્તે છે, તે વિમુક્ત કલ્પનાજાળવાળી પ્રથમ પ્રકારની મનોગુપ્તિ છે. (૨) સમપણામાં સુપ્રતિષ્ઠિત મન :
દેશવિરતિધર કે સર્વવિરતિધર સાધક યોગી શાસ્ત્રવચનાનુસાર તત્ત્વચિંતન કરીને પ્રથમ મનોગુપ્તિને પ્રાપ્ત કરે છે ત્યારે પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ પ્રગટે છે, જે વિમુક્તકલ્પનાજાલસ્વરૂપ છે. આ મનોગુપ્તિનું સેવન કરી કરીને જ્યારે તે યોગી શાસ્ત્રવચનથી અત્યંત ભાવિતમનવાળા બને છે, ત્યારે જગતના પદાર્થો પ્રત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org