________________
- ૧૦૧
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૩૨ પાંચમા ગુણસ્થાનકથી યોગનો પ્રારંભ તેની પૂર્વે પૂર્વસેવારૂપ ઉપાય -
અધ્યાત્મનો પ્રારંભ પાંચમા ગુણસ્થાનકથી થાય છે; કેમ કે પાંચમા ગુણસ્થાનકથી આરંભીને સાધક યોગી આગમને પરતંત્ર થઈને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, અને પાંચમાં ગુણસ્થાનકથી પૂર્વમાં સમ્યગ્દષ્ટિ કે અપુનબંધકાદિ જીવો મોક્ષના અર્થે સદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતા હોય તોપણ આગમને પરતંત્ર થઈ શકે તેવી ગુપ્તિની પરિણતિ નહિ હોવાને કારણે તેઓની યોગની પ્રવૃત્તિ યોગ નથી, પરંતુ પૂર્વસેવારૂપ ઉપાય છે અર્થાત્ તે પૂર્વસેવાના બળથી અધ્યાત્માદિ યોગોને પ્રાપ્ત કરશે; જ્યારે પાંચમા ગુણસ્થાનકથી આરંભીને આગમને પરતંત્ર થઈને યોગમાર્ગમાં પ્રવૃત્તિ હોવાથી સાનુબંધ યોગની પ્રવૃત્તિ છે. આ પ્રકારની સતું શાસ્ત્રની મર્યાદા છે, માટે પાંચમા ગુણસ્થાનકથી પ્રારંભીને યોગીઓ જે કાંઈ ધર્માનુષ્ઠાન કરે છે તે સર્વ યોગ છે અને પાંચમાં ગુણસ્થાનકથી પૂર્વે સાધક જીવ જે કાંઈ ધર્માનુષ્ઠાન કરે છે, તે પૂર્વસેવારૂપ ઉપાય છે, તેમ માનવું ઉચિત છે. [૩૧] અવતરણિકા:
પાંચ પ્રકારના યોગના ભેદોનું અત્યાર સુધી વર્ણન કર્યું અને વૃત્તિરોધને યોગ સ્વીકારીને ત્યાં પણ અધ્યાત્માદિ યોગના ભેદો સંગત છે તેમ બતાવ્યું. હવે સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
भगवद्वचनस्थित्या योग: पञ्चविधोऽप्ययम् ।
सर्वोत्तमं फलं दत्ते परमानन्दमञ्जसा ।।३२ ।। અન્વયાર્થ:
માવિકસ્થિત્યા=ભગવાનના વચનની સ્થિતિથી=મર્યાદાથી,પથ્થઘોડપિ= પાંચ પ્રકારનો પણ =આEયોગ, મગ્નસ-શીધ્ર પરમાનન્દ્ર સર્વોત્તમં હાઁ= પરમાનંદરૂપ સર્વોત્તમ ફળને આપે છે. પ૩રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org