________________
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૩૦ ભાવાર્થ -
સમિતિ-ગુપ્તિનો પ્રપંચ=વિસ્તાર ઉત્તમ યોગ -
શ્લોક-૨૮માં ત્રણ પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ પાંચ ભેદોનો અવતાર બતાવ્યો. તેમ વચનગુપ્તિ, કાયગુપ્તિ અને ઈર્યાસમિતિ આદિ પાંચ પ્રકારની સમિતિમાં કે જ્યાં ઘટે તે પ્રમાણે અધ્યાત્માદિ પાંચ ભેદોનો અંતર્ભાવ પણ વિચારવો જોઈએ.
જેમ કે ચરમ મનોગુપ્તિમાં વૃત્તિસંક્ષયયોગનો અવતાર છે, તેમ ચરમ વચનગુપ્તિમાં અને ચરમ કાયગુપ્તિમાં વૃત્તિસંક્ષયયોગનો અવતાર છે; કેમ કે ચરમ વચનગુપ્તિ અને ચરમ કાયગુપ્તિ કેવલજ્ઞાન વખતે અને પ્રકૃષ્ટ યોગનિરોધ વખતે પ્રાપ્ત થાય છે. તેથી જેમ મનોગુપ્તિમાં અધ્યાત્માદિ પાંચ ભેદોનો અંતર્ભાવ બતાવ્યો, તેમ; વચનગુપ્તિ અને કાયગુપ્તિમાં પણ અધ્યાત્માદિ પાંચ ભેદોનો અંતર્ભાવ વિચારી લેવો અને ઈર્યાસમિતિ આદિ કેવલજ્ઞાન સુધી હોય છે, તેથી જે સમિતિમાં જે યોગ ઘટતો હોય તેની વિચારણા સ્વયં કરી લેવી.
અહીં કોઈને પ્રશ્ન થાય કે યોગમાર્ગના અધ્યાત્માદિ પાંચ ભેદો છે, તે પાંચ ભેદો સમિતિ-ગુપ્તિમાં કેમ અંતર્ભાવ પામ્યા? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
જે કારણથી સમિતિ-ગુપ્તિનો પ્રપંચ=વિસ્તાર, ઉત્કૃષ્ટ યોગ છે અને સમિતિગુપ્તિથી અન્ય કોઈ યોગમાર્ગ નથી.
આનાથી એ ફલિત થાય કે સંપૂર્ણ યોગમાર્ગ સમિતિ-ગુપ્તિના વિસ્તારરૂપ છે અને તે સમિતિ-ગુપ્તિના વિસ્તારરૂપ યોગમાર્ગ અન્ય રીતે અધ્યાત્માદિ પાંચ ભેદવાળો બતાવાયો છે. તેથી સમિતિ-ગુપ્તિના વિસ્તારમાં અધ્યાત્માદિ પાંચ ભેદોનો અંતર્ભાવ થાય છે.
અહીં ટીકામાં સમિતિ-ગુપ્તિના પ્રપંચનો અર્થ કર્યો કે સમિતિ-ગુપ્તિનો યથાપર્યાય વિસ્તાર. તેનું તાત્પર્ય એ છે કે કોઈ સાધક સંસારથી વિરક્ત થઈને સંયમ ગ્રહણ કરે અને સંયમ ગ્રહણ કર્યા પછી ત્રણે ગુપ્તિઓથી ગુપ્ત હોય અને સંયમની વૃદ્ધિ અર્થે કોઈપણ પ્રવૃત્તિ કરે અને જો તેની સમિતિ-ગુપ્તિમાં લેશ પણ સ્કૂલના ન હોય, પરંતુ આગમને પરતંત્ર તેના મન, વચન અને કાયાના યોગો વર્તતા હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org