________________
૯૮
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૩૦ છતાં તેની સમિતિ-ગુપ્તિ, પ્રારંભની ભૂમિકાની છે. આવા સાધક સંયમ ગ્રહણ કર્યા પછી અપ્રમાદભાવથી ગ્રહણશિક્ષામાં યત્ન કરે ત્યારે, અત્યંત વિધિપૂર્વક સ્વશક્તિના પ્રકર્ષથી શાસ્ત્રના તાત્પર્યને ગ્રહણ કરવામાં ઉપયુક્ત હોય અને શાસ્ત્રના પરમાર્થને ગ્રહણ કરીને સ્થિર કરવામાં અપ્રમાદભાવથી યત્નવાળા હોય અને તે શાસ્ત્રવચનોને સ્થિર કર્યા પછી જે બોધ થયો છે, તે પ્રમાણે આસેવનશિક્ષામાં યત્નવાળા હોય તો જેમ જેમ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં યત્ન કરે છે તેમ તેમ તેમના સંયમના કંડકસ્થાનો વધે છે. તેથી સંયમ ગ્રહણ કર્યા પછી જે સ્કૂલના વગરની સમિતિ-ગુપ્તિ હતી તે સમિતિ, ગુપ્તિ ઉત્તરોત્તર વિશુદ્ધિ વધવાથી અધિક અધિકતર થાય છે અને આ રીતે કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી સમિતિ-ગુપ્તિના પર્યાયો વધતા જાય છે. તે સર્વ સમિતિ-ગુપ્તિના પર્યાયોનો વિસ્તાર તે યોગ છે.
આ સમિતિ-ગુપ્તિનો વિસ્તાર યોગ છે એમ ન કહેતાં ઉત્કૃષ્ટ યોગ છે, એમ કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની પ્રાપ્તિ પૂર્વેનો અવિરત સમ્યગ્દષ્ટિ સુધીનો યોગ ઉત્કૃષ્ટ યોગ નથી, પરંતુ ઉત્કૃષ્ટ યોગનું કારણ બને તેવો યોગ છે; કેમ કે આ સમિતિ-ગુપ્તિકાળમાં દેશવિરતિધર શ્રાવક કે મુનિ પૂર્ણ રીતે ભગવાનના વચનને પરતંત્ર થઈને યોગમાર્ગમાં યત્ન કરનારા હોય છે. તેવો યત્ન અવિરત સમ્યગ્દષ્ટિ કરી શકતા નથી.
દેશવિરતિધર શ્રાવક ચૈત્યવંદનાદિ કે સામાયિકાદિ અનુષ્ઠાનમાં સર્વજ્ઞના વચનાનુસાર યત્નવાળા હોય છે અને સર્વવિરતિધર ભાવસાધુ સદા સર્વજ્ઞના વચનાનુસાર યત્નવાળા હોય છે, માટે તે બંને ઉત્તમ યોગ છે. જ્યારે પાંચમા ગુણસ્થાનકથી પૂર્વનો પ્રથમથી ચતુર્થ ગુણસ્થાનક સુધીનો યોગ મોક્ષનું કારણ હોવા છતાં ભગવાનના વચનનું પૂર્ણ પારતંત્ર નહિ હોવાથી અને કાંઈક પરતંત્રને અભિમુખ ભાવ હોવાથી યોગ છે, પણ ઉત્તમ યોગ નથી. ૩૦ અવતરણિકા -
શ્લોક-૨૭માં કહ્યું કે વૃત્તિરોધને યોગ કહેવામાં આવે તોપણ અધ્યાત્માદિ પાંચ ભેદો વૃતિરોધરૂપ યોગમાં સંગત થશે, અને તેની સંગતિ કઈ રીતે છે તે શ્લોક-૨૮થી ૩૦ સુધી બતાવી. ત્યાં કોઈ કહે કે વૃતિરોધ જ યોગ છે અને અધ્યાત્માદિ ચાર ભેદો વૃતિરોધના ઉપાય છે, માટે અધ્યાત્માદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org