________________
યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૩૦
૫ અત્યંત ઉપેક્ષાના પરિણામ થાય છે. તેથી બાહ્ય પદાર્થોને જોઈને સંકલ્પો ઊઠે તેવું તેમનું મન હોતું નથી, માટે બાહ્ય પદાર્થોને અવલંબીને વિકલ્પો પણ ઊઠતા નથી, પરંતુ બાહ્ય સર્વ પદાર્થો પોતાના માટે અનુપયોગીરૂપે સમાન છે, એ પ્રકારની બુદ્ધિ પ્રગટે છે. તેથી બાહ્ય પદાર્થોને આશ્રયીને વિકલ્પો ન થાય અને આત્માના સ્વભાવભૂત પરિણામમાં મન સમ્યમ્ વ્યવસ્થિત રહે તેવી ચિત્તવૃત્તિ પ્રગટે છે, તે બીજા પ્રકારની=સમપણામાં સુપ્રતિષ્ઠિતરૂપ મનોગુપ્તિ છે અને આ બીજા પ્રકારની મનોગુપ્તિ પણ અધ્યાત્મયોગકાળમાં જે વિશુદ્ધિવાળી છે, તેના કરતાં ભાવનાયોગ, ધ્યાનયોગ અને સમતાયોગમાં ક્રમશઃ અધિક અધિક વિશુદ્ધિવાળી છે. (૩) આત્મારામ મન :
કેવલજ્ઞાનની પ્રાપ્તિકાળમાં મન સદા આત્મામાં વિશ્રાંત હોય છે, તેથી મનમાં મતિજ્ઞાનના વિકલ્પો હોતા નથી અને મોહના પણ વિકલ્પો હોતા નથી. આ ત્રીજા પ્રકારની આત્મારામ મનોગુપ્તિ કેવલજ્ઞાનથી શરૂ થાય છે અને તેની પરાકાષ્ઠા યોગનિરોધકાળમાં હોય છે. તેથી વિકલ્પરૂપ અને સ્પંદરૂપ બંને પ્રકારનો વૃત્તિસંક્ષય આ ત્રીજા પ્રકારની મનોગુપ્તિમાં હોય છે.૨૯ અવતારણિકા -
શ્લોક-૨૭માં કહેલ કે વૃત્તિરોધને યોગરૂપે સ્વીકારીએ તોપણ મન, વચન અને કાયાની વૃત્તિઓના રોધમાં અધ્યાત્માદિ પાંચ ભેદોની પ્રાપ્તિ છે. ત્યારપછી શ્લોક-૨૮માં મનના રોધ વખતે પ્રાપ્ત થતી ત્રણ પ્રકારની મોગુપ્તિમાં અધ્યાત્માદિ પાંચ ભેદો કઈ રીતે ઘટે છે તે બતાવ્યું અને મનના રોધ વખતે ત્રણ પ્રકારની મનોગુપ્તિ કઈ છે તે શ્લોક-૨૯માં બતાવ્યું. હવે વચનગુપ્તિ અને કાયમુર્તિ અને ઈસમિતિ આદિના રોધમાં અધ્યાત્માદિ પાંચ ભેદો કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તેનું દિશાસૂચન કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
अन्यासामवतारोऽपि यथायोगं विभाव्यताम् । यतः समितिगुप्तीनां प्रपञ्चो योग उत्तमः ।।३०।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org