________________
૭૨
યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૨૩ સમતા આવે છે. આ રીતે ધ્યાન અને સમતા વચ્ચે પરસ્પર કાર્ય-કારણભાવ સ્વીકારવાથી અન્યોન્યાશ્રય દોષ દૂર થશે, તોપણ એક વાર સમતા આવ્યા પછી ઉત્તરના ધ્યાનને ઉત્પન્ન કરશે, અને ઉત્તરનું ધ્યાન પૂર્વ કરતાં વિશિષ્ટ સમતાને ઉત્પન્ન કરશે. આ પ્રમાણે અવિચ્છિન્ન ધારા ચાલવાથી પ્રાપ્ત થયેલી સમતા ક્ષાયિક વીતરાગતામાં વિશ્રાંત થશે તેમ માનવું પડશે; પરંતુ સમતાથી ધ્યાન અને ધ્યાનથી સમતા પ્રગટ થયા પછી પણ કેટલાક યોગીઓનો પાત પણ થાય છે તે સંભવે નહિ; કેમ કે પૂર્વની સમતા અવશ્ય ઉત્તરના ધ્યાનને ઉત્પન્ન કરીને સમતાની વૃદ્ધિનું કારણ બનવું જોઈએ, પરંતુ પ્રાપ્ત થયેલી સમતા ઉત્તરમાં ધ્યાન ઉત્પન્ન કર્યા વગર પાતનું કારણ કઈ રીતે બની શકે ? એથી ગ્રંથકારશ્રી બીજો હેતુ કહે છે – ટીકાર્ય :
સામાન્યતતુ .. ચમ્ | વળી સામાન્યથી ક્ષયોપશમભેદનું જ= ક્ષયોપશમવિશેષનું જ=પ્રગટ થયેલી સમતા અને ધ્યાનની ધારા પરસ્પર ક્રમસર વૃદ્ધિનું કારણ બને એવા ક્ષયોપશમવિશેષતું જ, હેતુપણું હોવાથી, કોઈક સમતા ઉત્તરના ધ્યાનનું કારણ ન પણ બને. માટે ધ્યાનથી સમતા અને સમતાથી ધ્યાન વચ્ચે નિયત વ્યાપ્તિ નથી, એ પ્રકારે સંબંધ છે, એમ જાણવું. પારકા ભાવાર્થ - ધ્યાનથી સમતા અને સમતાથી ધ્યાનની વૃદ્ધિ -
તાર્વે વાથે ટાઇvi ...” ઈત્યાદિ અન્નત્થ સૂત્ર બોલીને કાયોત્સર્ગ કરવામાં આવે ત્યારે તે સૂત્રના બળથી જેમને શત્રુ-મિત્ર પ્રત્યે, સુખ-દુઃખ પ્રત્યે અને જીવન-મૃત્યુ પ્રત્યે સમભાવનો પરિણામ પ્રગટ થાય તેમનું ચિત્ત કોઈપણ પદાર્થના આસંગવાળું રહેતું નથી, પરંતુ કાયોત્સર્ગના અધિકાળ સુધી સર્વ ભાવો પ્રત્યે સમતાવાળું હોય છે. આવી સમતાપૂર્વક કાયોત્સર્ગ કરવામાં આવે તો તે સમતાથી ધ્યાન પ્રગટે છે. અર્થાત્ કાયોત્સર્ગકાળમાં લોગસ્સ આદિ સૂત્રો બોલાય છે ત્યારે, અર્થ કે આલંબનમાં એકાગ્રતાપૂર્વક તે સૂત્ર દ્વારા ચિત્ત વીતરાગતાનું અવલંબન લઈને સમભાવની વૃદ્ધિમાં યત્ન કરે, તો સમતાથી ધ્યાન પ્રગટે છે. પરંતુ જેઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org