________________
યોગભેદબ્રાઝિશિકા/બ્લોક-૨૩
૭૫ આશય એ છે કે જીવના યત્નથી સમતા પ્રગટે છે અને સમતા પ્રગટ્યા પછી સમતાની વૃદ્ધિનો અર્થી જીવ તેના ઉપાયભૂત ધ્યાનમાં યત્ન કરે છે અને ધ્યાનના બળથી પૂર્વ કરતાં અધિક સમતાને પ્રાપ્ત કરે છે. આમ છતાં હજુ સમતાની નિષ્ઠા પ્રાપ્ત થઈ નથી, તેથી અધિક અધિક સમતાનો અર્થી જીવ ફરી ફરી ધ્યાનમાં યત્ન કરે છે. આ રીતે અધિક અધિક સમતાની અર્થિતા જીવંત રહે તો ઉત્તર ઉત્તરના ધ્યાનમાં યત્ન કરીને નિષ્ઠા સુધી ફળની પ્રાપ્તિ પણ થાય છે. ક્વચિત્ કર્મના દોષથી અથવા કોઈ નિમિત્તને પામીને કે પ્રમાદાદિને પામીને સમતાની અમુક ભૂમિકાને પામ્યા પછી જીવ ઉત્તરના ધ્યાનમાં યત્ન ન કરે તો સમતાની વૃદ્ધિ અટકે છે, એટલું જ નહિ પણ સમતામાં જવા માટે ઉપયોગી એવી અનુપ્રેક્ષામાં યત્ન ન કરવામાં આવે અને પ્રમાદમાં યત્ન થાય તો સમતાથી પાત પણ થાય છે. આ પ્રકારની સમતાની વૃદ્ધિના પ્રવાહનું ચાલવું કે અટકી જવું કે પાત પામવું તેમાં સામાન્યથી ક્ષયોપશમભેદનું જ=ક્ષયોપશમ વિશેષનું જ, હેતુપણું છે અર્થાત્ જે જીવોનો તેવા પ્રકારનો મોહનીયનો ક્ષયોપશમ છે, તેઓ કાર્યની નિષ્પત્તિ સુધી અપ્રમાદભાવથી ઉત્તર ઉત્તરના ધ્યાનમાં એટલે સમતાથી ધ્યાન, ધ્યાનથી સમતા એમ વૃદ્ધિગત પ્રવાહમાં, યત્ન કરતા હોય છે. ક્વચિત્ વૃદ્ધિ પામેલી સમતા પણ ઉત્તરના ધ્યાનમાં યત્ન ન કરાવી શકે તો અનુપ્રેક્ષા કરીને જીવ શક્તિસંચય કરે છે અને ફરી ધ્યાનમાં યત્ન કરે છે. વળી જેઓ સમતામાં યત્ન કરીને ધ્યાન દ્વારા સમતાની વૃદ્ધિને પામ્યા છે તોપણ મોહનીયનો ક્ષયોપશમ કાંઈક જુદા પ્રકારનો હોય, તો ઉત્તરમાં સદ્વર્યનો આક્ષેપક થવાને બદલે પ્રમાદનું પણ કારણ બને, જેથી જીવ પાતને પણ પામે છે. ૨૩મા અવતરણિકા -
પૂર્વમાં શ્લોક-૨૨માં સમતાયોગનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી શ્લોક૨૩માં ધ્યાન અને સમતા પરસ્પર એકબીજાના ઉપષ્ટભક બનીને એકબીજાની વૃદ્ધિ કરે છે, તે બતાવ્યું. હવે ધ્યાનના બળથી ક્રમસર વધતી સમતાથી કયાં ફળો પ્રાપ્ત થાય છે ? તે ગ્રંથકારશ્રી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org