________________
૯૧
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૮ પ્રવૃત્તિરૂપ આ મનોગુપ્તિ છે અને તે મનોગુપ્તિ હજુ સ્થિર પરિણામને પામેલી નથી, તેથી પ્રથમ અભ્યાસરૂપ આ મનોગુપ્તિ છે. તે વખતે અધ્યાત્માદિ યોગના પાંચ ભેદોમાંથી અધ્યાત્મયોગમાં પ્રવૃત્તિરૂપ પ્રથમ મનોગુપ્તિના ભેદની પ્રાપ્તિ થાય છે. (૨) સ્થિરતારૂપ મનોગતિમાં અધ્યાત્મયોગ -
ઉપરોક્ત રીતે મનોગુપ્તિમાં અભ્યાસ કરવાથી જ્યારે સંસારના ઈષ્ટ, અનિષ્ટ પદાર્થો પ્રત્યે સમભાવ પ્રગટે છે ત્યારે જીવ સમત્વમાં સુપ્રતિષ્ઠિત બને છે, તેથી સ્થિરતારૂપ મનોગુપ્તિ આવે છે, અને તે વખતે અધ્યાત્માદિ યોગના આઠ ભેદોમાંથી અધ્યાત્મયોગમાં શ્લોક-૨૯માં બતાવશે એ, સ્થિરતારૂપ બીજા મનોગુપ્તિના ભેદની પ્રાપ્તિ થાય છે. (૩) પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિમાં ભાવનાયોગ -
શ્લોક-૯માં બતાવ્યું એ પ્રમાણે અધ્યાત્મનો પ્રતિદિન પ્રવર્ધમાન પરિણામ ભાવનાયોગ છે. તેથી જે યોગી અધ્યાત્મની સ્થિરતારૂપ મનોગુપ્તિને પામ્યા પછી પ્રતિદિન અધ્યાત્મની વૃદ્ધિ થાય તે રીતે ભાવનાયોગમાં પ્રવૃત્તિ કરે છે, ત્યારે ભાવનાયોગને અનુકૂળ પ્રવૃત્તિરૂપ પ્રથમ મનોગુપ્તિ છે; પરંતુ તે મનોગુપ્તિ સ્થિર પરિણામવાળી નથી, તેથી ઈષ્ટ-અનિષ્ટના સંકલ્પના ત્યાગપૂર્વક અધ્યાત્મની પ્રતિદિન વૃદ્ધિ થાય તે રીતે શાસ્ત્રાનુસારી તત્ત્વચિંતન કરે છે. આ ભાવનાયોગની મનોગુપ્તિ અભ્યાસદશાની હોવા છતાં અધ્યાત્મયોગની સ્થિરતારૂપ મનોગુપ્તિ કરતાં અધિક વિશુદ્ધ છે; કેમ કે પ્રતિદિન પ્રવર્ધમાન પરિણામવાળું તત્ત્વચિંતન છે. (૪) સ્થિરતારૂપ મનોગુપ્તિમાં ભાવનાયોગ:
ભાવનાયોગમાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિવાળા યોગી જ્યારે તે મનોગુપ્તિ સુઅભ્યસ્ત થાય ત્યારે સ્થિરતારૂપ મનોગુપ્તિને પ્રાપ્ત કરે છે. તે વખતે સર્વત્ર સમભાવમાં ચિત્ત સુપ્રતિષ્ઠિત બને છે, તેથી પ્રતિદિન પ્રવર્ધમાન એવો અધ્યાત્મયોગ અતિશયિત બને છે. તેથી ભાવનાયોગની પરાકાષ્ઠારૂપ ચિત્તની ભૂમિકા પ્રાપ્ત થાય છે, તે ભાવનાયોગમાં સ્થિરતારૂપ બીજી મનોગુપ્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org