________________
યોગભેદદ્વાત્રિશિકા/બ્લોક-૨૮
અહીં પ્રશ્ન થાય કે મનોરાપ્તિ બે પ્રકારની છે, તેમાં અધ્યાત્માદિ ચાર ભેદો કઈ રીતે સંગત થાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
વ્યાપારના ભેદથી બે પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ ચાર ભેદો સંગત થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ મનોગુપ્તિમાં અધ્યાત્મનો વ્યાપાર છે તેના કરતાં પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ મનોગુપ્તિમાં ભાવનાનો વ્યાપાર જુદા પ્રકારનો છે, અને પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ મનોગુપ્તિમાં ભાવનાનો વ્યાપાર છે તેના કરતાં પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ મનોગુપ્તિમાં ધ્યાનનો વ્યાપાર જુદા પ્રકારનો છે, અને પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ મનોગુપ્તિમાં ધ્યાનનો વ્યાપાર છે તેના કરતાં પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ મનોગુપ્તિમાં સમતાનો વ્યાપાર જુદા પ્રકારનો છે.
અહીં પ્રશ્ન થાય કે અધ્યાત્મમાં પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ બંને મનોગુપ્તિ કઈ રીતે રહેલી છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
અધ્યાત્મમાં ક્રમસર પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ બંને મનોગુપ્તિનો સમાવેશ છે, અને તે રીતે ભાવનામાં પણ ક્રમસર પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ બંને મનોગુપ્તિનો સમાવેશ છે, અને તે રીતે ધ્યાનમાં પણ કમસર પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ બંને મનોગુપ્તિનો સમાવેશ છે, અને તે રીતે સમતામાં પણ ક્રમસર પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ બંને મનોગુપ્તિનો સમાવેશ છે.
અહીં પ્રશ્ન થાય કે પ્રવૃત્તિરૂ૫ મનોગુપ્તિ કરતાં સ્થિરતારૂપ મનોગુપ્તિ શ્રેષ્ઠ છે. હવે અધ્યાત્મ, ભાવના વગેરે યોગોમાં પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ બંને મનોગુપ્તિ ક્રમસર સ્વીકારવામાં આવે તો ભાવનાદિમાં વર્તતી પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ કરતાં અધ્યાત્મમાં વર્તતી સ્થિરતારૂપ મનોગુપ્તિને શ્રેષ્ઠ માનવાનો પ્રસંગ આવશે. તેથી કહે છે –
યથોત્તર વિશુદ્ધપણું છે. તેથી આવો પ્રસંગ આવશે નહિ. યથોત્તર વિશુદ્ધપણું આ રીતે છે – (૧) અધ્યાત્મમાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ વિશુદ્ધ છે. (૨) અધ્યાત્મમાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ છે, તેના કરતાં અધ્યાત્મમાં સ્થિરતારૂપ
મનોગુપ્તિ વધારે વિશુદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org