________________
૮૫
યોગભેદઢાત્રિશિકા/બ્લોક-૨૭ અધ્યાત્માદિ પાંચ ભેદવાળો છે; અને તે કઈ રીતે છે તે સ્વયં ગ્રંથકારશ્રી શ્લોક૨૮માં બતાવવાના છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે વૃત્તિરોધના અધ્યાત્માદિ પાંચ ભેદો ન પાડીએ અને માત્ર વૃત્તિરોધ યોગ છે તેમ કહીએ તો શું વાંધો છે? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
કર્મબંધને અનુકૂળ એવી મન, વચન અને કાયાની વૃત્તિઓના રોધમાં અધ્યાત્માદિ પાંચ પ્રકારનો ભેદ અનુભવસિદ્ધ છે, તેનો અપલાપ કરી શકાય નહિ, અને જો તે પાંચ પ્રકારના ભેદનો અપલોડ કરવામાં આવે તો દ્રવ્યમાત્ર પરિશેષનો પ્રસંગ આવે.
આશય એ છે કે સર્વત્ર ભેદની પ્રાપ્તિ પર્યાયને આશ્રયીને છે અને પર્યાયને આશ્રયીને થતા અનુભવસિદ્ધ ભેદોનો અપલાપ કરવામાં આવે તો પરિશેષથી દ્રવ્યમાત્ર પ્રાપ્ત થાય=જેમ અધ્યાત્માદિ પાંચ પ્રકારના વૃત્તિરોધને માત્ર વૃત્તિરોધમાં સમાવેશ કરીને એક વૃત્તિરોધને સ્વીકારવામાં આવે તો વૃત્તિરોધ પરિણત આત્મદ્રવ્ય યોગ છે તેમ પ્રાપ્ત થાય અને તે રીતે સર્વ પર્યાયોનો દ્રવ્યમાં અંતર્ભાવ કરવામાં આવે તો જગતમાં દ્રવ્યમાત્ર પ્રાપ્ત થાય. તેથી કોઈપણ સ્થાનમાં પર્યાયનો સ્વીકાર થઈ શકે નહિ, માત્ર દ્રવ્યના સ્વીકારનો પ્રસંગ આવે.
જેમ જીવના સંસારી અને મુક્ત બે ભેદો પડે છે અને સંસારી જીવોના પૃથ્વીકાયાદિ છ ભેદો પડે છે તે પર્યાયને આશ્રયીને અનુભવસિદ્ધ ભેદો છે. તે અનુભવસિદ્ધ ભેદોનો અપલાપ કરીએ તો સર્વ ભેદથી રહિત એવા માત્ર જીવદ્રવ્યના સ્વીકારનો પ્રસંગ આવે, તેથી જીવના સંસારી અને મુક્ત બે ભેદો પણ પડી શકે નહિ, જીવના સંસારી અને મુક્ત બે ભેદો પાડવામાં ન આવે અને માત્ર જીવદ્રવ્યનો સ્વીકાર કરવામાં આવે તો જગતુવર્તી સંસારી અને મુક્ત એવા જીવના ભેદનો બોધ થાય નહિ, સંસારી અને મુક્ત એ પ્રકારના જીવના ભેદનો બોધ થાય નહિ તો મુક્ત અવસ્થાનો બોધ થાય નહિ અને મુક્તઅવસ્થાનો બોધ થાય નહિ તો મોક્ષને ઉદ્દેશીને યોગમાર્ગની પ્રવૃત્તિનો બોધ થાય નહિ.
વળી સંસારી જીવોના અવાંતર પૃથ્વીકાયાદિ ભેદો પાડવામાં ન આવે તો પૃથ્વીકાયાદિ અવાંતર ભેદોનો બોધ થાય નહિ અને પૃથ્વીકાયાદિ અવાંતર ભેદોનો બોધ થાય નહિ તો ષકાયના પાલનને અનુરૂપ યત્ન થઈ શકે નહિ. તેથી ઉચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org