________________
૭૦
યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૨૩ છે તે કાળમાં પ્રારંભિક સમતા હોય છે, જે સમતા વિષયોમાં પ્રવૃત્તિ કરાવતી નથી, પરંતુ વિષયોથી વિમુખ થઈને આત્મિક ભાવોની વૃદ્ધિ માટેના તપ-સંયમાદિ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવે છે, અને આ અધ્યાત્મયોગની અને ભાવનાયોગની વૃદ્ધિ થયા પછી ધ્યાનયોગ પ્રગટે છે, જે ધ્યાનયોગ આત્માની અત્યંત સ્થિરતાને ઉત્પન્ન કરે છે અને તે ધ્યાનના ફળરૂપે જીવમાં સમતા પ્રગટે છે. તે સમતા જગતના તમામ પદાર્થો પ્રત્યે ઉપેક્ષા કરાવીને સહજ આત્મભાવમાં આત્માને અવસ્થાન કરાવે છે. આ સમતા પ્રારંભિક ભૂમિકામાં હોય તો બાહ્ય ઉપઘાતક સામગ્રીથી ઉપઘાત પણ પામે છે, અને આ સમતાનો પ્રકર્ષ ક્ષકશ્રેણિમાં થાય છે ત્યારે જગતની કોઈ શક્તિ સાધક એવા યોગીને સમતાના પરિણામમાંથી બહાર કાઢી શકતી નથી. સર્વ દેવતાઓ સ્વશક્તિના પ્રકર્ષથી તેઓને ધ્યાનમાંથી ચલાવવા પ્રયત્ન કરે તોપણ ક્ષપકશ્રેણિવર્તી જીવો ધ્યાનથી ચલાયમાન થતા નથી, પરંતુ પ્રારંભ થયેલી ક્ષપકશ્રેણિ સમતાની વૃદ્ધિ દ્વારા ક્ષાયિક વીતરાગભાવની પ્રાપ્તિમાં વિશ્રાંત પામે છે.રશા અવતરણિકા:
પૂર્વશ્લોક-૨૨માં સમતાનું સ્વરૂપ બતાવ્યું અને તેની પૂર્વે શ્લોક-૧૧માં ધ્યાનયોગનું સ્વરૂપ બતાવ્યું. હવે ધ્યાન અને સમતા પરસ્પર કઈ રીતે એકબીજાનો ઉપકાર કરીને મોક્ષનું કારણ બને છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
विनैतया न हि ध्यानं ध्यानेनेयं विना च न । ततः (अत:) प्रवृत्तचक्रं स्याद् द्वयमन्योऽन्यकारणात् ।।२३।।
અન્વયાર્થ:
તયા વિના-આના વગર=સમતા વગર દિ ધ્યાનં ન=ધ્યાન નથી, ધ્યાન વિના ર=અને ધ્યાન વગર રૂાં ન=આ નથી સમતા નથી. ત =આથી
ધ્યાન અને સમતા બંને જોડવારા–અન્યોન્ય કારણ હોવાને કારણે પ્રવૃત્ત –અનુપરત પ્રવાહવાળા થાય અટક્યા વગર પ્રવાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org