________________
૬૯
યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૨૨ ભાવાર્થ(૪) સમતાયોગનું સ્વરૂપ:
અનાદિકાળથી જીવમાં અવિદ્યા વર્તે છે અને અવિદ્યાને કારણે જ જીવમાં કુત્સિત વ્યવહાર પ્રવર્તે છે. આ કુત્સિત વ્યવહારની દૃષ્ટિ જીવમાં અનાદિકાળથી વર્તે છે અને તે કુત્સિત વ્યવહારનો વિષય વાસ્તવિક પદાર્થ નથી, પરંતુ કાલ્પનિક પદાર્થ છે; કેમ કે જીવન માટે પરમાર્થથી જગતમાં કોઈ પદાર્થ ઈષ્ટ નથી અને કોઈ પદાર્થ અનિષ્ટ નથી. પરમાર્થથી જીવનું પોતાનું સ્વરૂપ જીવ માટે સુખકારી છે; પરંતુ તે સ્વરૂપ કર્મથી આવૃત થવાથી અને પોતાના વાસ્તવિક સ્વરૂપને જોવામાં પ્રતિબંધક એવા મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી વ્યવહારનયની કુદૃષ્ટિ જીવમાં પ્રવર્તે છે. આ કુદષ્ટિના માહાભ્યથી સંસારી જીવને સ્વમતિકલ્પનાથી આ પદાર્થ મને ઈષ્ટ છે અને આ પદાર્થ મને અનિષ્ટ છે, એમ પ્રતિભાસ થાય છે, કેમ કે આ કુદષ્ટિ, ઈન્દ્રિય અને મનને પ્રમોદ આપનારા પદાર્થો પોતાને ઈષ્ટ છે અને ઈન્દ્રિય અને મનને ઉપઘાત કરનારા પદાર્થો પોતાને અનિષ્ટ છે, તેવી બુદ્ધિ જીવમાં ઉત્પન્ન કરે છે, અને આવી કુત્સિત બુદ્ધિ ઉત્પન્ન કરાવીને વ્યવહારનયની કુદૃષ્ટિ જીવને અનર્થની પરંપરા કરાવે છે; પરંતુ જ્યારે જીવમાં નિશ્ચયનયના આલોચનરૂપ વિવેક પ્રગટે છે ત્યારે તેને દેખાય છે કે જે અર્થોનો પોતે દ્વેષ કરે છે તે જ અર્થોનો પોતે ક્યારેક રાગ પણ કરે છે.
આનાથી એ ફલિત થાય છે કે જીવને કોઈ ચોક્કસ અર્થો પોતાને ઈષ્ટ નથી અને કોઈ ચોક્કસ અર્થો પોતાને અનિષ્ટ નથી, પરંતુ મિથ્યા વાસનાને કારણે ક્યારેક કોઈક પદાર્થ ઈષ્ટ દેખાય છે, તો વળી તે જ પદાર્થ અન્ય કાળમાં અનિષ્ટ દેખાય છે.
આ રીતે નિશ્ચયનયના પર્યાલોચનને કારણે વિવેકબુદ્ધિ સ્થિર થાય ત્યારે જગતના પદાર્થોમાં ઈષ્ટ-અનિષ્ટની બુદ્ધિનો પરિહાર થાય છે, તેથી જગતના તમામ પદાર્થો પોતાને તુલ્ય ભાસે છે. માટે સર્વ પદાર્થો પ્રત્યે તુલ્યતાની બુદ્ધિ થવાથી આત્માની અંદરમાં વિકલ્પોના કલ્લોલોના ઉપદ્રવો થતા નથી, પરંતુ શાંતરસરૂપ જીવનો જ્ઞાનનો પરિણામ અનુભવાય છે, તે સમતા છે.
અહીં વિશેષ એ છે કે અધ્યાત્માદિ પાંચે યોગોમાંથી અધ્યાત્મયોગ પ્રગટ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org