________________
યોગભેદદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦
ભાવાર્થ:
(૮) રુણ્ દોષનું સ્વરૂપ :
જે અનુષ્ઠાન શાસ્ત્રમાં જે રીતે ક૨વાનું વિધાન કર્યું છે તે રીતે તે અનુષ્ઠાન સેવવામાં આવે તો તે અનુષ્ઠાનનું ઉપશમભાવરૂપ ફળ મળે છે. તેમ પ્રસ્તુત ધ્યાનયોગના અધિકારને સામે રાખીને વિચારીએ તો ધ્યાનના સેવનથી સમતાની પ્રાપ્તિ થાય છે; પરંતુ તે ધ્યાનનું અનુષ્ઠાન ખેદ-ઉદ્વેગાદિ દોષોવાળું હોય તો જેમ સમ્યગ્ ફળની નિષ્પત્તિનું કારણ નથી, તેમ ખેદાદિ અન્ય દોષોવાળું ન હોય, છતાં રુગુ દોષને કારણે શાસ્ત્રથી નિયંત્રિત મન-વચન અને કાયાના યોગો પ્રવૃત્ત ન થઈ શકતા હોય, તો તે ધ્યાનયોગથી પણ અપેક્ષિત એવો સમભાવનો પરિણામ પ્રગટ થતો નથી. તેથી તે ધ્યાનયોગનું અનુષ્ઠાન શાસ્ત્રની વિધિથી ત્રુટિવાળું હોવાથી પીડારૂપ બને છે, અને બળવાન રુગુ દોષને કારણે શાસ્ત્રવિધિના કોઈ અંશો તે ધ્યાનયોગમાં ન હોય તો તે અનુષ્ઠાન ભંગરૂપ બને છે.
૬૩
વળી આ બંને પ્રકારના રુગુ દોષવાળા અનુષ્ઠાનમાં સદનુષ્ઠાનત્વરૂપ સામાન્ય જાતિનો વિલય થાય છે અર્થાત્ પીડારૂપ હોય તો તે અનુષ્ઠાન કાંઈક શાસ્ત્રવચનાનુસાર હોવા છતાં અમૃતઅનુષ્ઠાનરૂપ નથી, તેથી અનુષ્ઠાનમાં રહેલ અમૃતઅનુષ્ઠાનત્વરૂપ સામાન્ય જાતિનો અભાવ છે, તેથી તે અનુષ્ઠાન વંધ્યફળવાળું છે=અમૃતઅનુષ્ઠાન જે ફળ સાધે છે તે ફળ તે અનુષ્ઠાન સાધતું નથી, અને જો તે અનુષ્ઠાન શાસ્ત્રવિધિથી સર્વથા નિરપેક્ષ હોય તો ભંગરૂપ તે અનુષ્ઠાન સર્વથા નિષ્ફળ છે.
આ રીતે શ્લોક-૧૨ થી ૨૦ સુધી ધ્યાનના દોષો બતાવ્યા. હવે તે સર્વનું નિગમન કરતાં કહે છે
પૂર્વમાં શ્લોક-૧૨ થી ૨૦ સુધી વર્ણન કર્યું, તે સર્વ ધ્યાનના દોષો છે. તેથી ક્રોધાદિ વિકાર વગરના અને ઉદારઆશયવાળા યોગીઓનું પૂર્વમાં બતાવ્યા તે દોષો વગરનું ધ્યાન કુશલાનુબંધિ છે.
આશય એ છે કે જે યોગીના ચિત્તમાં ક્રોધ, માન, માયા અને લોભના વિકારો વર્તતા નથી અને પોતે જે ભૂમિકામાં છે તેનાથી ઉપર ઉપરની ભૂમિકામાં જવાના આશયવાળા છે, તેવા યોગીઓ ખેદાદિ દોષોના પરિહારપૂર્વક ધ્યાનમાં યત્ન કરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org