________________
૬૬
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૧ છે, છતાં પોતાના ઉપરનું પ્રભુત્વ તેવું પ્રગટ થયેલું નહિ હોવાથી સદનુષ્ઠાનમાં
ખુલનાઓ પામે છે; પરંતુ જે યોગી ધ્યાનના દોષોના વર્જનપૂર્વક ધ્યાનમાં સુદઢ યત્ન કરે છે, તે યોગીઓનું આત્મા ઉપરનું પ્રભુત્વ વધતું જાય છે, તેથી જ્યાં પોતે ચિત્તને સ્થાપન કરે ત્યાં નિરાકુળ રીતે ચિત્ત પ્રવર્તાવી શકે છે, અને પોતાના ઉપરનું પોતાનું પ્રભુત્વ હોવાથી વિષમ સંયોગોમાં પણ વ્યાકુળતાને પ્રાપ્ત કરતા નથી.
(૨) ભાવનું ઑમિત્ય :- શાંત-ઉદાત્ત આશયવાળા યોગી ધ્યાનના દોષોના વર્જનપૂર્વક ધ્યાનમાં યત્ન કરે તો ક્રમસર આત્મા ગુપ્ત-ગુપ્તતર થાય છે, અને તે ગુપ્તિના સંસ્કારો આત્મા ઉપર દઢ પડવાથી આત્મા પોતાના ભાવોની નિશ્ચળતાને પામે છે; કેમ કે આત્માનો ગુપ્ત સ્વભાવ છે અને ધ્યાનના બળથી ગુપ્તિમાં વર્તતો સુદઢ યત્ન તે પ્રકારના શૈર્યને ઉત્પન્ન કરે છે કે જેથી “સમભાવના પરિણામથી પોતાના આત્માનું ચલન ન થાય.” એવું ભાવનૈમિત્ય=અંતઃકરણના પરિણામની નિશ્ચળતા, પ્રાપ્ત થાય છે.
(૩) અનુબંધનો વ્યવચ્છેદ- શાંત-ઉદાત્ત આશયવાળા યોગી ધ્યાનના દોષોના વર્જનપૂર્વક ધ્યાનમાં યત્ન કરે તો અનુબંધનો વ્યવચ્છેદ થાય છે અર્થાત્ જીવમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એમ ચાર પ્રકારનાં ઘાતકર્મો વિદ્યમાન છે અને તે ઘાતિકર્મો અનુબંધશક્તિવાળાં છે. તેથી મોહનીયકર્મ મોહની ધારા ચલાવે છે, જ્ઞાનાવરણીયકર્મ, અને દર્શનાવરણીયકર્મ જીવમાં અજ્ઞાન પેદા કરાવીને અજ્ઞાનની ધારા ચલાવે છે, અને અંતરાયકર્મ જીવને નિઃસત્ત્વ બનાવે છે; પરંતુ જ્યારે યોગી ધ્યાનમાં સુદઢ યત્ન કરે છે ત્યારે મોહનીય કર્મના સંસ્કારો અત્યંત ક્ષીણ થઈ જાય છે. તેથી ભવાંતર આરંભક એવા મોહનીયકર્મનો પ્રવાહ વિચ્છેદ થાય છે, જેથી ઉત્તરોત્તર મોહ હીન-હીનતર થતો જાય છે. વળી મોહનીય સિવાયનાં અન્ય જ્ઞાનાવરણીયાદિ કર્મો પણ અનુબંધશક્તિ વગરનાં થઈ જાય છે. તેથી ઉત્તર ઉત્તરમાં જ્ઞાન વધતું જાય છે અને મોહને ઉત્પન્ન કરાવનારા કર્મો અને જ્ઞાનાદિનાં આવારક કર્મો વંધ્યભાવવાળાં થાય છે. વળી અંતરાયકર્મ પણ અનુબંધ શક્તિ વગરનું થાય છે, તેથી યોગીમાં સાત્ત્વિકતા ઉત્તરોત્તર વધે છે. જો યોગીએ ધ્યાનમાં યત્ન ન કર્યો હોત તો આ ઘાતિકર્મો જે ઉત્તર ઉત્તરમાં પોતાની ધારા ચલાવવા સમર્થ હતા તે ધ્યાનના યત્નથી વંધ્યભાવવાળા થયા, તે ન થાત. તેથી જે યોગીઓને ધ્યાન સુઅભ્યસ્ત થાય છે, તેઓના ભવાંતર આરંભક એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org