________________
પ૭
યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૧૮ ભાવાર્થ - (૬) આસંગદોષનું સ્વરૂપ –
“આ જ અનુષ્ઠાન સુંદર છે,” આ પ્રકારનો નિયત અનુષ્ઠાનવિષયક અભિનિવેશ એ આસંગદોષ છે. આ આસંગદોષને કારણે અસંગભાવ તરફ જવાની ક્રિયા થતી નથી.
વસ્તુતઃ ભગવાને બતાવેલ દરેક અનુષ્ઠાન ક્રમસર ઉત્તર ઉત્તરની ભૂમિકાને સંપન્ન કરીને અસંગભાવ તરફ જવા માટે છે. છતાં કોઈ યોગીના અનુષ્ઠાનમાં અન્ય સર્વ દોષોનો પરિહાર હોય અને આસંગદોષ હોય તો તે અનુષ્ઠાનથી ઉપરના અનુષ્ઠાન તરફ જવા માટે ચિત્ત પ્રવૃત્ત થતું નથી. તેથી તે અનુષ્ઠાન મોહના ઉમૂલન દ્વારા કેવલજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બનતું નથી, માટે પરમાર્થથી અફળ છે=સેવાતું એવું પણ તે અનુષ્ઠાન નિર્વાણરૂપ ફળમાં પર્યવસાન પામતું નથી, તેથી અફળ છે.
સામાન્ય રીતે અનુષ્ઠાન સેવનારને ઉત્તર ઉત્તરના અનુષ્ઠાન પ્રત્યે જવાનું વલણ હોય તો સેવાયેલું અનુષ્ઠાન સમ્યગુ નિષ્પન્ન થયા પછી ઉત્તરના અનુષ્ઠાન પ્રત્યેનો યત્ન શરૂ થાય, અને તે રીતે ઉત્તર ઉત્તરના અનુષ્ઠાનની નિષ્પત્તિ દ્વારા જીવ અસંગઅનુષ્ઠાનને પામે અને અંતે કેવલજ્ઞાનને પામે છે.
આસંગદોષનું ફળ અને તેના ત્યાગથી ઉત્તરોત્તર ધ્યાનની વૃદ્ધિ :
કેટલાક આરાધક જીવો મોક્ષના અર્થી હોય, મોક્ષ માટે અનુષ્ઠાન સેવતા હોય, તેથી આલોક કે પરલોકની કોઈ આશંસા ન હોય તે રીતે દેશવિરતિ આદિનું કોઈક નિયત અનુષ્ઠાન વિધિપૂર્વક સેવતા હોય, આમ છતાં તે અનુષ્ઠાનની નિષ્પત્તિ કરીને ઉત્તરના અનુષ્ઠાનમાં જવા પ્રત્યેનું વલણ ન હોય, પરંતુ તે અનુષ્ઠાનથી થતા ભાવો પ્રત્યે ચિત્ત આસંગદોષવાળું હોય, તો તે અનુષ્ઠાન મોહના ઉન્મેલન દ્વારા કેવલજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બને નહિ. માટે ધ્યાનથી સમતાની વૃદ્ધિના અર્થીએ આસંગદોષના પરિહારપૂર્વક ધ્યાનમાં યત્ન કરવો જોઈએ, જેથી ઉત્તર ઉત્તરના ધ્યાનની વૃદ્ધિ દ્વારા અસંગભાવની પ્રાપ્તિ થાય અને તેના અંતિમ ફળરૂપે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય.I૧૮II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org