________________
૬૦
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૯ પ્રત્યે ગાઢ અનાદર વર્તે છે. વળી જે અનુષ્ઠાન પોતે સેવે છે, તેનાથી પ્રતિપક્ષ એવા અનુષ્ઠાન પ્રત્યે પ્રીતિ=રાગ અવસરોચિત રાગના અભાવવાળો અને રાગના વિષયના અનવસરવાળો છે, માટે અનુચિત છે. તેથી અનુચિત એવી તે પ્રીતિ=રાગ, ઉત્તમ એવા પણ અન્ય અનુષ્ઠાનના વિનાશનું કારણ છે.
આશય એ છે કે જે સાધક જે પ્રકારની યોગ્યતાને ધરાવે તે પ્રકારની યોગ્યતાને અનુરૂપ ઉચિત અનુષ્ઠાન કરવાનું શાસ્ત્રમાં વિધાન છે. પોતાની યોગ્યતાને અનુરૂપ ઉચિત સર્વ અનુષ્ઠાનોમાં રાગ રાખીને તે તે ઉચિત અનુષ્ઠાનો તે તે કાળે સેવવાનાં છે. વળી જે કાળે જે અનુષ્ઠાન ઉચિત હોય તે કાળે તે અનુષ્ઠાન સેવતાં તેમાં કરવાના અભિલાષરૂપ રાગને પ્રવર્તાવવામાં આવે તો તે રાગ તે અનુષ્ઠાનને સમ્યગુ નિષ્પન્ન કરીને નિર્જરાનું કારણ બને. વળી અન્ય કાળે અન્ય અનુષ્ઠાન ઉચિત હોય તો તે અન્ય કાળે તે અનુષ્ઠાન સેવતાં તેમાં કરવાના અભિલાષરૂપ રાગ રાખીને તે અનુષ્ઠાન સેવવામાં આવે તો નિર્જરા થાય. પરંતુ ઉચિત કાળે સેવાતા અનુષ્ઠાનને છોડીને અન્ય અનુષ્ઠાનસેવનના અભિલાષરૂપ પ્રીતિ=રાગ, વર્તે તો તે સેવાતા ઉચિત અનુષ્ઠાન પ્રત્યે ગાઢ અનાદરતા પ્રાપ્ત થાય. તેથી સેવાતા અનુષ્ઠાનમાં ગાઢ અનાદરતા પ્રીતિના વિષયભૂત અન્ય અનુષ્ઠાનના વિનાશનું કારણ બને છે.
અહીં પ્રશ્ન થાય કે પોતે જે અનુષ્ઠાન સેવે છે ત્યાં ગાઢ અનાદરતા છે, તેથી તે અનુષ્ઠાનનો વિનાશ થવો જોઈએ, પરંતુ પ્રીતિના વિષયભૂત અન્ય અનુષ્ઠાનનો વિનાશ કેમ થાય છે ? તેથી ગ્રંથકારશ્રી બીજો હેતુ કહે છે --
અવસરોચિત રાગના અભાવ અને રાગના વિષયના અનવસરથી પ્રતિપક્ષનો રાગ છે માટે પ્રીતિવિષયક અન્ય અનુષ્ઠાનનો વિનાશ થાય છે.
જેમ - પ્રતિનિયતકાળે ચૈત્યવંદન કરવાનું છે. આમ છતાં ચૈત્યવંદન કરતી વખતે પણ શ્રુતના રાગના કારણે યથાતથા ચૈત્યવંદન કરીને શ્રુત ભણવા યત્ન કરવામાં આવે તો તે ચૈત્યવંદનના અનુષ્ઠાનમાં અવસર ઉચિત રાગનો અભાવ છે, અને અનવસરથી પ્રતિપક્ષ એવા શ્રુત પ્રત્યેનો રાગ છે. તેથી અનુચિત એવો તે રાગ ઉત્તમ એવા શ્રુતના વિનાશનું કારણ બને છે અર્થાત્ પૂર્વે પોતે શ્રુતના અનુરાગથી મૃતનું સેવન કરેલ અને તે ઉચિત કાળે સેવન કરેલું હોવાથી ઉચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org