________________
યોગભેદદ્વાત્રિંશિકા/શ્લોક-૧૯
૫૯
કે અવિહિત અર્થમાં મુ=પ્રીતિ, ઈષ્ટ અર્થમાં=પ્રીતિના વિષયભૂત ઈષ્ટ અર્થમાં, અંગારાની વૃષ્ટિ જેવું છે; કેમ કે અતિ અનાદરનું=ગાઢ અબહુમાનનું, વિધાન=સેવન, છે.
અહીં પ્રશ્ન થાય કે પોતે જે અનુષ્ઠાન સેવે છે ત્યાં ગાઢ અનાદરતા છે, તેથી તે અનુષ્ઠાનનો વિનાશ થવો જોઈએ, પરંતુ પ્રીતિના વિષયભૂત અન્ય અનુષ્ઠાનનો વિનાશ કેમ થાય છે ? તેથી ગ્રંથકારશ્રી બીજો હેતુ કહે છે
અવસરોચિત રાગનો અભાવ અને રાગના વિષયના અનવસરથી પ્રતિપક્ષનો રાગ છે.
જેમ – પ્રતિનિયતકાળવિષયવાળા ચૈત્યવંદન-સ્વાધ્યાયકરણાદિમાં શ્રુતના અનુરાગથી અથવા અન્યઆસક્તચિત્તપણાથી, ચૈત્યવંદનાદિ અનાદ્રિયમાણની=ચૈત્યવંદનાદિનો આદર નહિ કરનારની, અર્થાત્ શ્રુતના અનુરાગથી ચૈત્યવંદનનો આદર નહિ કરનારની અને અન્યઆસક્તચિત્તપણાથી સ્વાધ્યાયનો આદર નહિ કરનારની મુ=પ્રીતિ છે, તે ઈષ્ટ અર્થમાં અંગારાતી વૃષ્ટિ જેવી છે, એમ અન્વય છે.
તવ્રુત્તમ્ - તે=શ્લોકમાં અન્યમુદ્ દોષનું સ્વરૂપ કહ્યું તે, ષોડશક-૧૪, શ્લોક-૯માં કહેવાયું છે.
“अन्यमुदि ઝારવૃત્ચામાં” || અન્યમુદ્ દોષ હોતે છતે ત્યાં=અન્ય અનુષ્ઠાનમાં, રાગ હોવાને કારણે તઅનાદરતા=સેવાતા અનુષ્ઠાનનું અનાદરપણું, અર્થથી મહાઅનર્થવાળું, સર્વ અનર્થોનું નિમિત્ત અને મુદ્દા વિષયમાં=સેવાતા અનુષ્ઠાનથી અન્ય એવા પ્રીતિના વિષયભૂત અનુષ્ઠાનમાં, અંગારાની વૃષ્ટિ જેવું છે. ।।૧૯।। ભાવાર્થ:
(૭) અન્યમુદ્ દોષનું સ્વરૂપ :
ધ્યાનમાં યત્ન કરનારા યોગીને, અન્યમુદ્ર=અન્ય અનુષ્ઠાનમાં પ્રીતિ=રાગ, નામના દોષના પરિહારપૂર્વક, યત્ન કરવાનો છે. અન્યમુદ્ એટલે પોતે જે અનુષ્ઠાન સેવે છે, તેના કરતાં વિહિત કે અવિહિત એવા અન્ય અર્થમાં=અન્ય અનુષ્ઠાનમાં પ્રીતિ, તે અન્યમુદ્ છે. આવી અન્ય અર્થમાં પ્રીતિ, પ્રીતિના વિષયભૂત ઈષ્ટ અર્થમાં, અંગારાની વૃષ્ટિ જેવી છે; કેમ કે જે અનુષ્ઠાન પોતે સેવે છે તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org